Posted on 14 Feb, 2014 07:29 AMકુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૧પ્રવર્તમાન સમયમાં પૃથ્વી ઉપર માનવજગત ઋતુઓનું દુષ્ચક્ર અનુભવી રહ્યું છે. સમગ્ર ભારતવર્ષમાં આ વર્ષના શિયાળામાં કયાંક -૨૧૦ સેલ્સિયશ તો કયાંક -૧૨૦ સેલ્સિયશ તો કયાંક -૩૦ સેલ્સિયશ થી લઇને ૬૦ સેલ્સિયશ જેટલું નીચું તાપમાન અને ભીષણ બરફવર્ષાનો લોકોએ સામનો કર્યો હતો. પર્યાવરણવાદીઓની સાથે વૈજ્ઞાનિકો મુંઝવણમાં છે કે, આ હિમયુગના એંધાણ તો નથી ને?!
Posted on 14 Feb, 2014 07:17 AMગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૨હિમયુગને અનુલક્ષીને બીજો એક તર્ક છે જે કદાચ સત્યની વધુ નજીક છે જે યુગોસ્લાવિયાના ભૌતિકશાસ્ત્રી શ્રી મિલુનિત મિલાન્કોવિએ આપેલો છે. પોતાના સંશોધન દરમ્યાન તેમણે નોધ્યું કે, ધરતીને શીતાગારમાં ફેરવતાં હિમયુગ એક ચોક્કસ 'લય'ને અનુસરતા હોય છે. હિમયુગ જેવા પરિવર્તનો અચાનક થતાં નથી માટે તેનું નિયમન ધરતી ઉપરથી નહી પણ અવકાશમાંથી થતું હોવું જોઇએ.
Posted on 14 Feb, 2014 07:15 AMગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૧છેલ્લા કેટલાક સમયથી આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે સતત સાંભળતા આવીએ છીએ અને જગતના તર્જજ્ઞો તેના માટે ચિંતિત પણ છે. હવે આવા ચિંતાજનક વાતાવરણમાં કોઇ સંશોધક એમ જાહેર કરે કે, ગ્લોબલ વોર્મિંગ આવે છે તો ભલે આવે તે આપણા માટે ફાયદાકારક છે...તો?!! આપણે આવા જાહેર ખુલાસાનો પ્રતિસાદ કેવી રીતે આપી શકીએ?!...પણ માંડીને જો વાત કરીએ તો તે ખુલાસામાં દમ છે ખરો!
Posted on 14 Feb, 2014 07:03 AMઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ' નો અહેવાલ વધુમાં જણાવે છે કે, છેલ્લા ૧૦૦ વર્ષોમાં વસુંધરાની સપાટીના સરેરાશ તાપમાનમાં ૦.૭૪ ડિગ્રી સેલ્શિયસનો વધારો નોંધાયો છે. યાદ રાખો, જો વસુંધરાના સરેરાશ તાપમાનમાં બે ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો હિમયુગને લાવી શકે તો એટલો જ વધારો વસુંધરાના બર્ફિલા પ્રદેશોને ઓગાળી નાખવા માટે પૂરતો છે. ઇ.સ.
Posted on 14 Feb, 2014 06:52 AMઅગાઉ જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ગવર્નન્સ ત્રિ પરિમાણ હોય છે-રાજકીય, આર્થિક અને સામાજિક. રાજકીય ક્ષેત્રે પ્રક્રિયાઓ દ્વારા સત્તા માટે વ્યકિતઓની પસંદગી કરવામાં આવે છે, તેને સર્વસંમતિથી ચૂંટવામાં આવે છે, વખતોવખત તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેને બદલી પણ કરવામાં આવે છે.
Posted on 14 Feb, 2014 06:43 AMસમાજમાં હક્ક અને ફરજ બન્ને એક સીક્કાની બે બાજુઓ છે. હક્ક મેળવવા માટે ફરજનિષ્ઠ બનવું જરૂરી છે અને ફરજ બજાવવા માટે પોતાના હક્ક અંગેની પૂરતી માહિતી હોવી જરૂરી છે. હક્ક અને ફરજ વચ્ચે સમતુલા જાળવી રાખવી જરૂરી છે. હક્ક હંમેશા ભોગવવાના હોય છે અને ફરજ હંમેશા નીતિથી બજાવવાની હોય છે. કોઇપણ બે વ્યકિત કે સમુદાય વચ્ચે અણબનાવ કે ગુંચવણ ઊભી થઇ હોય ત્યારે એક તરફ હક્ક હોય છે અને બીજી તરફ ફરજ હોય છે.
Posted on 10 Jan, 2014 07:44 AMજે રીતે આ વર્ષની વર્ષા ઋતુમાં વરસાદ વરસ્યો છે તે વાતને ધ્યાનમાં રાખીને એક વાત જરૂર કહી શકાય કે, ગ્લોબમ વોર્મિંગ કે કલાઇમેટ ચેન્જને કારણે ઋતુઓમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છ જેવા અર્ધશુષ્ક પ્રદેશમાં વરસાદની માત્રામાં ધીર-ધીરે વધારો થતો હોય એવો સતત અનુભવ થાય છે. બીજી એક મહત્વની વાત એ છે કે, પૃથ્વી ઉપર પાણીનો એક માત્ર કુદરતી સ્રોત એટલે વરસાદ!
Posted on 10 Jan, 2014 07:35 AMવિશ્વમાં માનવશરીર જેવું ચોક્કસ યંત્ર બીજું એકેય નથી. માનવશરીરની રચના કુદરતે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને ગણતરીપૂર્વક કરેલી છે. માનવશરીરને ચલાવવા માટે ઉર્જા