कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

નેટ્રાન સરોવર....જયાં પાણીમાં જનાર પથ્થર બની જાય છે...!!!
Posted on 11 Jul, 2014 07:10 AM રાજા મિડાસની વાર્તા ખૂબ જ પ્રખ્યાત છે. તે જે પણ ચીજ વસ્તુને પોતાના હાથથી સ્પર્શ કરે તે સોનાની બની જતી હતી, એટલે સુધી કે જીવંત મનુષ્યને સ્પર્શે તો તે પણ સોનાની મુર્તિ બની જાય. આવુ જ કંઇક આફ્રિકાના નોર્થ ટાન્ઝાનિયામાં આવેલા નેટ્રાન સરોવરનું છે. [img_assist|nid=47604|title=NETRAN|desc=|link=none|align=left|width=199|height=135]આ સરોવર શાપિત છે અને તેના પાણીને જે પણ સ્પર્શે છે તે પથ્થર બની જાય છે.
જલ પેડી-૨૦૧૪ (૨)
Posted on 11 Jul, 2014 07:02 AM [img_assist|nid=47599|title=3|desc=|link=none|align=left|width=403|height=302]ત્યાર બાદ દરેક મહાનુભાવોએ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય, હમીરસર તળાવના આવક-જાવક ક્ષેત્ર, જયુબેલી કોલોનીથી લઇને વી.ડી. હાઇસ્કૂલ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના વ્યવસ્થાપનનું આયોજન અંગેના પોસ્ટરો મૂકવામાં આવેલા હતા.
ભુજ શહેર માટે સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન પ્રોટોકોલ બનાવવા અને તેનું અનુસરણ કરવા માટે કલેકટર કચેરી ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું
Posted on 11 Jul, 2014 06:40 AM ભુજ શહેરની એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ), જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ, હોમ્સ ઇન ધ સિટિ સંસ્થાઓ તથા કલેકટરશ્રીના સયુંકત પ્રયાસથી આજ રોજ તા. ૨૩-૦૬-૨૦૧૪ના રોજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન પ્રોટોકોલ બનાવવા અને તેનું અનુકરણ કરવા અંગેની પદ્ઘતિ વિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતું.
શહેરના તળાવો: આપણી પ્રાચીન સંસ્કૃતિ
Posted on 11 Jul, 2014 06:31 AM વસુંધરા ઉપર જીવનની શરૂઆત થઇ એ પહેલા જીવન માટે જરૂરી એવા પાણીની ઉત્પત્તિ થઇ હતી. વસુંધરાનો નક્કર આકાર થયા બાદ કાળક્રમે તેના ઉપર વરસાદ સ્વરૂપે પાણી વરસવાનું શરૂ થયું હતું. વસુંધરાની સપાટી ઉપર આ પાણી વહેવાનું શરૂ થયું અને જે સ્થળે આ પાણીના વહેણમાં આડાશ આવી ત્યાં એ પાણી સંગ્રહ થયું. આમ, કુદરતી રીતે વસુંધરા ઉપર જળાશયો આકાર લેવા માંડયાં. આ જળાશયો સમય જતાં તળાવ તરીકે ઓળખાવા લાગ્યા.
કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...!
Posted on 11 Jul, 2014 06:25 AM આપણી આ વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નિર્જીવ સૃષ્ટિ!
વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરી શકાય તેવું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ
Posted on 05 Jun, 2014 09:17 AM અણહિલવાડ પાટણનું પ્રાચીન શહેર જે ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડા દ્વારા સ્થાપવામાં આવેલું હતું. એવી દંતકથા છે કે, વનરાજ ચાવડાનો એક બચપણનો મિત્ર હતો જેનું નામ અણહિલ હતું. આ અણહિલ દ્વારા દર્શાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ પાયો સ્થાપ્યો હતો અને બચપણના મિત્ર અણહિલના નામ ઉપરથી શહેરનું નામ અણહિલવાડ રાખેલું હતું. ઇ.સ. ૭૪૬ થી ૧૪૧૧ સુધી એમ કુલ ૬૫૦ વર્ષો સુધી અનાહિલવાડા ગુજરાતની રાજધાની રહી હતી.
ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા
Posted on 05 Jun, 2014 09:08 AM આહવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ જંગલો વચ્ચે અત્યંત દર્શનિય લાગતા ડાંગ જિલ્લાનું તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% આદિવાસીઓ રહે છે. આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસતી વધારે છે. ગુજરાત રાજયના એક માત્ર હિલ સ્ટેશન તરીકે જાણીતું ગિરીનગર સાપુતારા ડાંગ જિલ્લામાં સાહ્યિદ્વી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે. સાપુતારાનો વિસ્તાર ૧૭૨૫ ચો.કિ.મી.
વડનગરનું શર્મિષ્ઠા તળાવ
Posted on 05 Jun, 2014 08:59 AM ગુજરાતનું વડનગર પ્રાચીન નગર છે. ઐતિહાસીક પૂરાવાઓ એમ કહે છે કે, આ સ્થળે ૪,૫૦૦ વર્ષ પૂર્વે પણ માનવ વસાહત હતી. આખા જગતમાં સાડાચાર હજાર વર્ષોથી જીવંત રહેલા નગરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. ગુજરાતનું વડનગર તેમાંનું એક નગર છે. ભૂતકાળમાં વડનગર ચમત્કારપૂર, આર્નતપૂર, આનંસપૂર, વૃદ્ઘનગર જેવા નામોથી સમયાંતરે ઓળખાતું હતું. વિદ્યા, કલા, સાહિત્ય.
રામસર સાઇટ તરીકે ગુજરાતનું સંભવીત પ્રથમ સરોવર-નળ સરોવર
Posted on 05 Jun, 2014 08:52 AM નળ સરોવર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના અમદાવાદ જિલ્લામાં આવેલું એક અદ્‌ભૂત સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી ગુજરાત રાજયના વન વિભાગની છે. અમદાવદ શહેરથી નળ સરોવર ૬૨ કિ.મી. દૂર આવેલું છે.
વરસાદી પાણીના સંગ્રહનો પરંપરાગત સ્રોત પગથીયાવાળી વાવ
Posted on 05 Jun, 2014 08:42 AM વડોદરા શહેરમાં સુરસાગર તળાવ ઉપરાંત આજવા તળાવ, સેવાસી વાવ અને નવલખી વાવ પણ પાણી સંગ્રહ માટે જાણીતા સ્થળો છે. ઇ.સ. ૧૮૮૨માં વડોદરા શહેરમાં પીવાના પાણીની વ્યવસ્થા સાંકડી નહેર દ્વારા કરવામાં આવેલી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જગન્નાથ સદાશીવ નામના એન્જિનિયરને વડોદરા શહેર માટે પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા કરવા અંગે કહ્યું હતું. એ સમયે બ્રટીશરો નર્મદા અને મહી નદીનું શોષણ કરતાં હતા.
×