कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

જળ સહયોગપરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે
Posted on 11 Sep, 2013 07:40 PM માનવજીવનની મૂળભૂત જરૂરિયાતો, પર્યાવરણ અને દેશનો સામાજિક-આર્થિક વિકાસનો આધાર પાણી છે. પાણીનું સુનિયોજીત વ્યવસ્થાપન તેની કેટલીક અનન્ય લાક્ષણિકતાઓને કારણે પડકારરૂપ છે. ઝડપથી થઇ રહેલું શહેરીકરણ, પ્રદૂષણ અને કલાઇમેટ ચેઇન્જ જેવા પરીબળોને કારણે પાણીના સ્રોતો ભયસ્થાનના સ્તર ઉપર આવી ગયા છે. વધી રહેલા વસતિ વધારાને કારણે ઘરેલું વપરાશ, ખાદ્ય ઉત્પાદન અને ઓદ્યોગિક ક્ષેત્રે પાણીનો ઉપયોગ વધી રહ્યો છે.
શહેરોની પાણીની તંગીને પહોચી વળવા ગામડાઓને બચાવવા જરૂરી છે...!!!
Posted on 29 Aug, 2013 09:17 AM ૨૨, માર્ચ, ૨૦૧૧ વિશ્વ જળ દિવસ નિમિત્તે યુ. એન. વોટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 'એડવોકસી ગાઇડ એન્ડ એકશન હેન્ડ બુક'માં નોંધવામાં આવેલી હકીકતો ઉપર એક નજર ફેરવી લેવી જરૂરી છે: વિશ્વના શહેરોમાં વસતિ વધારો ૨ વ્યકિત/સેકન્ડ છે. વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો શહેરોમાં થયો છે.
સપાટીય જળસ્રોતના રક્ષણ માટે સંગઠનની જરૂરિયાત
Posted on 22 Aug, 2013 08:01 AM ગ્લોબમ વોર્મિંગ કે કલાઇમેટ ચેન્જને કારણે ઋતુઓમાં બદલાવ આવવાની શરૂઆત થઇ ચૂકી છે. કચ્છ જેવા અર્ધશુષ્ક પ્રદેશમાં વરસાદની માત્રામાં ધીરે-ધીરે વધારો થતો હોય એવો સતત અનુભવ થાય છે. બીજી એક મહત્વની વાત એ છે કે, પૃથ્વી ઉપર પાણીનો એક માત્ર કુદરતી સ્રોત એટલે વરસાદ! વરસાદ દ્વારા જ ભૂગર્ભજળની માત્રામાં વધારો થાય છે તેમજ સપાટીય સ્રોતોમાં જળરાશિ સંગ્રહ થાય છે.
શહેરના તળાવો અને આપણી લોકભાગીદારી...!!!
Posted on 22 Aug, 2013 07:44 AM વિશ્વમાં વધતી જતી વસતી અને વિકાસને કારણે ભૂગર્ભજળની સાથે સપાટી ઉપરના પાણીની સ્થિતિ પણ હવે ચિંતાજનક બની રહી છે. વિશ્વના દેશોની સાથે ભારત દેશ પણ આ ચિંતાજનક પરિસ્થિતિમાંથી બાકાત નથી. કુદરતી પાણીના સ્રોતોની સાથે સપાટીય સ્રોતોના પાણીની ગુણવત્તા બાબતે પણ સ્થિતિ ચિંતાજનક છે. આ માટે પાણીની પરિસ્થિતિ અને તેની ગુણવત્તા જાળવી રાખવાની તાતી જરૂરિયાત છે.
શહેરના તળાવો: આપણી પ્રાચીન સંસ્કૃતિ
Posted on 21 Aug, 2013 09:21 PM વસુંધરા ઉપર જીવનની શરૂઆત થઇ એ પહેલા જીવન માટે જરૂરી એવા પાણીની ઉત્પત્તિ થઇ હતી. વસુંધરાનો નક્કર આકાર થયા બાદ કાળક્રમે તેના ઉપર વરસાદ સ્વરૂપે પાણી વરસવાનું શરૂ થયું હતું. વસુંધરાની સપાટી ઉપર આ પાણી વહેવાનું શરૂ થયું અને જે સ્થળે આ પાણીના વહેણમાં આડાશ આવી ત્યાં એ પાણી સંગ્રહ થયું. આમ, કુદરતી રીતે વસુંધરા ઉપર જળાશયો આકાર લેવા માંડયાં. આ જળાશયો સમય જતાં તળાવ તરીકે ઓળખાવા લાગ્યા.
ભુજ શહેરને સુનિયોજીત પાણીનું વ્યવસ્થાપન વારસામાં મળેલું છે…
Posted on 21 Aug, 2013 08:40 PM વસુંધરા ઉપર કોઇ એક ક્ષણે જીવનની શરૂઆત પાણી થકી થઇ હતી અને આજે પાણી જીવન માટે સમસ્યા બની ચુકી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સમસ્યાએ વૈશ્વિક સ્વરૂપ ધારણ કરેલું છે. કોઇ સદગૃસ્થએ કહેલું છે કે, વિશ્વમાં પાણી માટે રીતસર યુદ્ઘ થશે. આ વિદ્યાન ખોટું પડે એ માટે પાણીની સમસ્યાને સમજીને તેનું નિરાકરણ કરવું ખૂબ જ જરૂરી છે.
કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા-૨
Posted on 19 Aug, 2013 08:49 AM આપણે કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા સંદર્ભમાં કચ્છની ભૂસ્તરીય રચના વિષયક માહિતી મેળવી હતી. ભૂસ્તરીય રચનામાં આવતાં ખડકો અને તેની લાક્ષણિકતાને ભૂગર્ભજળ સાથે સીધો સંબંધ છે કારણ કે, જે પ્રમાણે ખડકોની લાક્ષણિકતા બદલાય તે પ્રમાણે પાણીની ગુણવત્તા પણ બદલાય છે. કચ્છ વિસ્તાર પહેલા કયાં નામોથી ઓળખાતો હતો એ આપણે જા•યું હવે આ વિસ્તારોમાં પાણી અને તેની સાથે રહેલી જીવનશૈલીની માહિતી પાણીના સંદર્ભમાં જોઇએ.
કચ્છપ્રદેશમાં પાણીની યાત્રા-૧
Posted on 19 Aug, 2013 08:45 AM આશરે ૬૦ કરોડ વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પતિ થઇ છે એવો અંદાજ બાંધવામાં આવેલો છે. કચ્છનું ભૂસ્તર બનવાની શરૂઆત ૧૮ કરોડ વર્ષ પહેલા થઇ હતી. આ સમયે ઉપરની તરફ દરિયો અને તેની નીચે જમીન જેવી પરિસ્થિતિ હતી.
ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!! (૨)
Posted on 15 Aug, 2013 08:12 PM એક સામાન્ય ખેડૂત જયારે ખેતી કરે છે ત્યારે તેને હંમેશા એવી આશા હોય છે કે, ઉત્પાદન સારૂં થશે. ખેત ઉત્પાદન સારામાં સારું થાય એ માટે ખેડૂત કર્જો કરતાં પણ અચકાતો નથી અને પોતાની પૂરી તાકાત લગાડીને સીઝન પહેલા પોતાનાથી બની શકે એટલું કરી છુટે છે. ઘણું બધું કરવા છતાં પણ છેલ્લે જયારે ઉપજ સંતોષકારક ન થાય ત્યારે ખેડૂતને ઘોર નિરાશા સાંપડે છે. આવું જ કંઇક હાલમાં લખપત તાલુકાના પાનધ્રો નજીક બની રહ્યું છે.
ઔદ્યોગીકરણના વાયરામાં કચ્છના જળ અને જમીન સાચવવા જરૂરી છે...!!! (૧)
Posted on 15 Aug, 2013 07:54 PM લોકમુખે સાંભળેલી વાત છે કે, કચ્છમાં ઉદ્યોગોની શરૂઆત ભારમલજીના વખતમાં થઇ હતી. એ સમયે રામશી માલમ નામક એક વ્યકિતવિશેષ હતા જેમણે કચ્છમાં કેવા ઉદ્યોગોનો વિકાસ થઇ શકે તેનો અભ્યાસ કરેલો હતો. આ અભ્યાસના આધારે કચ્છમાં શરૂઆતમાં માચીસની દિવાસળી, કાચ, મીનાકરી જેવા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. રામશી માલમે અભ્યાસ કરતી વખતે એક વાતનો ખાસ ખ્યાલ રાખ્યો હતો કે, કયા ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત એકદમ ઓછી છે.
×