कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૪
Posted on 13 Dec, 2013 08:13 AM

પાણીના ક્ષેત્રીય ઉપયોગના અનુસંધાનમાં કૃષિ ઉત્પાદનો મેળવવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. આથી કૃષિ સંબંધે પાણીના ઉપયોગ બાબતે કાર્યક્ષમતા વધારવા માટે યોગ્ય વ્યવસ્થાન દ્વારા એક ચોક્કસ પ્રકારની વ્યુહરચના ઘડી કાઢવી જોઇએ. કૃષિ વ્યવસાયમાં પાક ઉત્પાદન તેમજ પશુધનના જતન માટે પાણીનો સઘન ઉપયોગ થાય છે. અન્ય વપરાશકર્તાની સાપેક્ષે કૃષિમાં ઉત્પાદન મેળવવા પાણીનો લગભગ સીત્તેર ટકા ભાગ વપરાય છે.

ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૩
Posted on 02 Dec, 2013 08:24 PM જયારે પુષ્પેન્દ્રસિંહ કલેકટરશ્રીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, 'ઘર્ષણમાં ઉતરવું આપણું કાર્ય નથી. તળાવો બચાવવા આપણું કાર્ય છે. આપણે આપણું ધ્યાન ગેરકાયદેસર દબાણયુકત તળાવના વિસ્તાર ઉપર નહી પણ જે તળવાનો વિસ્તાર દબાણથી બચી જવા પામ્યો છે તેના ઉપર કેન્દ્રિત કરીએ. આમ કરવાથી કાર્ય સરળતાથી અને શાંતિથી થશે.' કલેકટરશ્રી ઉપર આ વાતની ગંભીર અસર થઇ.
ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૨
Posted on 02 Dec, 2013 08:14 PM આ તળાવો ચરખારીની ચારે તરફ ફેલાયેલા છે. ચરખારીમાં શહેરની બહાર મહોબાના વિજયસાગર તળાવનો આ ભાગ અહીં કોઠી તળાવ(કોઠીતાલ) તરીકે પણ જાણીતું છે. અહીં તળાવના કિનારે એક નાનકડો મહેલ(કોઠી) બાંધવામાં આવેલો છે. કોઠીની નજીક મહાદેવનું મંદિર છે જેમાં મહાદેવનું શિવલીંગ મંદિરના ગર્ભગૃહમાં છે જયારે મંદિરની બહાર તળાવના કિનારે મહાદેવની પ્રતિમા છે. વિજયસાગર તળાવનું જોડાણ જયસાગર તળાવ સાથે કરવામાં આવેલું છે.
ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૧
Posted on 02 Dec, 2013 08:00 PM ભારતવર્ષના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓના સમૂહથી બનતો વિસ્તાર બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરપ્રદેશના દક્ષિણ અને મધ્યપ્રદેશના પૂર્વભાગથી આ વિસ્તારનું નિર્માણ થયું છે. આ એક પહાડી વિસ્તાર છે. ભૌગોલિક દ્રષ્ટિથી વાત કરીએ તો બુંદેલખંડના ઉત્તર દિશામાં યમુના નદી અને દક્ષિણ દિશામાં વિન્ધય પર્વતશૃંખલા, પૂર્વમાં બેતવા નદી અને પશ્ચિમમાં તમસા(ટૌસ) નદી આવેલી છે.
પાણીના ગંભીરતમ પ્રશ્નોને કાયમી ધોરણે કઇ રીતે ઉકેલી શકાય ?
Posted on 05 Nov, 2013 11:21 AM

પાણીનો પ્રશ્નએ વિશ્વનો ગંભીરતમ પ્રશ્ન છે. ઘણા દેશો પીવાના પાણીની આયાત કરે છે. એમ કહવાય છે કે હવે પછીનું યુધ્દ્ધ પાણી માટે થશે. મોટા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં થીજી ગયેલું છે. વિશ્વમાં જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં કુલ મીઠા પાણીનો ભાગ ૧ ટકા પણ નથી, માત્ર ૦.૩૬૬ ટકા જ છે.

પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!- ર
Posted on 05 Nov, 2013 10:54 AM એકતા મહિલા મંડળના હેમલતાબહેન શાહે પાણી બચાવવાની રીત રજુ કરતું બાળગીત ગવડાવ્યું હતું. મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળાના આચાર્ય ઉપેન્દ્રભાઇ ઠાકરે આ સ્કૂલમાં કેવી રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું તે અંગેની માહિતી રજૂ કરી હતી અને એકટના ગોપાલ રીલે અમલીકરણ કરવામાં આવેલી કામગીરીને વિસ્તારપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવી હતી.
પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!
Posted on 05 Nov, 2013 10:48 AM એક દિવસનું આયોજન કરવું હોય તો ધનની બચત કરવી, મહિનાનું આયોજન કરવું હોય તો ધાનનો સંગ્રહ કરવો જોઇએ, વર્ષનું આયોજન કરવું હોય તો વૃક્ષારોપણ કરવું જોઇએ અને સદીઓનું આયોજન કરવું હોય તો પાણીનું આયોજન કરવું જોઇએ.' શિવનગર પ્રાથમીક શાળા નંબર ૨૪માં આજે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ દ્વારા આયોજિત 'જલ પેડી' કાર્યક્રમ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની કામગીરી સમજવા આવેલા વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ સામે ઉપરોકત વાતની રજ
નગર આયોજન અને સામાજિક વ્યવસ્થાપન-૨
Posted on 05 Nov, 2013 10:32 AM

રાજ્ય સરકારે રાજ્યમાં શહેરી વિકાસ માટે સાત નગર નિગમો, બાર શહેરી વિકાસ અધિકારીઓ, બે ક્ષેત્ર વિકાસ અધિકારીઓ અને નિર્દિષ્ટ ક્ષેત્ર વિકાસ અધિકારોના રૂપમાં ૧૫૯ નગર પાલિકાઓની રચના કરેલી છે. નગર યોજના અને મૂલ્યાંકન, નગર પાલિકાઓના નિર્દેશક વિભાગ, ગુજરાત નગર વિત્તબોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાતના શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે શહેરી આવાસ વિભાગને આધિન કામ કરે છે.

નગર આયોજન અને ભૂગર્ભજળ વ્યવસ્થાપન-૧
Posted on 05 Nov, 2013 10:24 AM થોડાક સમય પહેલા શહેરી વિકાસ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયના અમદાવાદ શહેરમાં આવેલી સેપ્ટ યુનિવર્સિટિમાં નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જળ સહયોગ-૩
Posted on 05 Nov, 2013 10:17 AM કહેવાય છે માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે પરંતુ પાણી વગર બે થી ત્રણ દિવસ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલુ મહત્વનું છે તેની સાબિતી આપે છે. આમ છતાં આટલા મહત્વપૂર્ણ પાણી પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ ખૂબ જ સાધારણ અને બિન જવાબદારી ભર્યો હોય છે.
×