ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૨

ગ્લોબલ વોર્મિંગ આવે છે.....ભલે આવે....!!-૨હિમયુગને અનુલક્ષીને બીજો એક તર્ક છે જે કદાચ સત્યની વધુ નજીક છે જે યુગોસ્લાવિયાના ભૌતિકશાસ્ત્રી શ્રી મિલુનિત મિલાન્કોવિએ આપેલો છે. પોતાના સંશોધન દરમ્યાન તેમણે નોધ્યું કે, ધરતીને શીતાગારમાં ફેરવતાં હિમયુગ એક ચોક્કસ 'લય'ને અનુસરતા હોય છે. હિમયુગ જેવા પરિવર્તનો અચાનક થતાં નથી માટે તેનું નિયમન ધરતી ઉપરથી નહી પણ અવકાશમાંથી થતું હોવું જોઇએ.
શ્રી મિલાન્કોવિ જણાવે છે કે, એક સામટા જવાળામુખીઓ ફાટે અને તેમની ધૂળ અને રાખ સૂર્યપ્રકાશને રોકી રાખે એવો દાવો કરતાં મહાનુભાવો હિમયુગ આવવાની 'લય' ને ભૂલી રહ્યા છે. એ જ પ્રમાણે કાર્બનડાયોકસાઇડને કારણે હિમયુગ આવે એવું કહેનારા પણ ખોટો તર્ક લડાવી રહ્યા છે. જે કંઇ પરિબળ હિમયુગ માટે જવાબદાર છે તે અવકાશી પરિબળ છે. કોઇ અવકાશી પરિબળમાં ક્ષતિ કે વિક્ષેપ પડવાને કારણે હિમયુગ આવે છે, એવું શ્રી મિલાન્કોવિ વિચારી રહ્યા છે. તેમણે પોતાના સંશોધન દરમ્યાન આવા ત્રણ ચક્ર શોધી કાઢયા છે. પહેલું ચક્ર : સરેરાશ ૧,૦૦,૦૦૦ વર્ષે પૃથ્વી તેનો ભ્રમણમાર્ગ બદલે છે. આપણી સૂર્યમાળામાં રહેલા બીજા ગ્રહોનું સરેરાશ ગુરુુત્વાકર્ષણ તેના ભ્રમણમાર્ગને લંબગોળ કરી નાખે છે. આમ થવાથી પૃથ્વી કયારેક સૂર્યની એકદમ નજીક તો કયારેક સૂર્યથી ખાસ્સી દૂર રહે છે. પૃથ્વી સૂર્યથી ખૂબ જ દૂર હોય ત્યારે પૃથ્વી સુધી પહોચતો સૂર્યપ્રકાશનો જથ્થો(!)ઘટે છે જે પૃથ્વીના તાપમાનમાં ઘટાડો કરે છે. આ સમયે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉપર બરફની ચાદર છવાય જાય છે. બીજુ ચક્ર : પૃથ્વી પોતાની કલ્પિત ધરિને નચાવી રહ્યી છે. કયારેક તે ધરિને ઝુકાવી દે છે અને કયારેક તે ધરિને એકદમ ટટ્ટાર કરી નાખે છે. આ ચક્ર શરુું થતા અને પૂર્ણ થતાં આશરે ૪૦,૦૦૦ વર્ષ લાગે છે. આ ચક્ર દરમ્યાન પૃથ્વીની ધરિ નમેલી હોય ત્યારે પૃથ્વી ઉપર સરેરાશ ૩% સૂર્યપ્રકાશ ઓછો મળે છે. બસ! આટલું પૂરતું છે હિમયુગ માટે.(શ્રી મિલાન્કોવિના આ તર્ક સાચો હોવાનો પૂરાવો એ છે કે, છેલ્લા નાના હિમયુગ સમયે પૃથ્વીનું સરેરાશ તાપમાન ૩.૫% ઘટયું હતું.) ત્રીજું ચક્ર : હિમયુગ માટે જવાબાદર આ ત્રીજું ચક્ર પણ પૃથ્વી ધરિને અનુલક્ષીને છે. પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે સાથે-સાથે પોતાની ધરિ ઉપર પણ ફરી રહ્યી છે. શાળા-હાઇસ્કૂલમાં પૃથ્વીની ધરિ વિશે સમજાવા માટેનું ભમરડાનું ઉદાહરણ અહીં ફરી યાદ કરવું રહ્યું. ભમરડાના માથા ઉપર એક ખીલી જડી દઇને તેને જમીન ઉપર ફરતો મૂકવામાં આવે અને તેને જો 'સ્લો મોશન' માં ફરતો જોવામાં આવે તો તે ખીલી એક વર્તળ રચતી જોવા મળે. પૃથ્વીના સંદર્ભમાં તેની ધરિ આ જ પ્રમાણે એક વર્તુળની રચના કરે છે. આ કલ્પિત વર્તળમાં આવેલા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની વધ-ઘટ જોવા મળે છે કારણ કે પૃથ્વીની કલ્પિત ધરિ કયારેક સૂર્યથી ખાસ્સી દૂર નીકળી જાય છે. આવી વિકટ પરિસ્થિતિ હજારો વર્ષ લાંબો હિમયુગ લાવે છે.
શ્રી મિલાન્કોવિના આ ત્રણેય ચક્રોનો સાર આ મુજબ છે: પૃથ્વીને મળતું સૌરઊજા હિમયુગ માટેના તર્ક-વિતકોની યાદી બહુ લાંબી છે પણ હજુ સુધી કોઇપણ એક તર્ક ઉપર 'યસ' કે 'યુરેકા' ની મહોર લાગેલી નથી, શ્રી મિલાન્કોવિના તર્ક ઉપર પણ નહી! 'શ્રી ડેરલ કોફમાન એન્ડ કંપની'એ જે તારણ કાઢયું છે તે વિવાદ અને દલિલબાજીનું શિકાર બન્યું છે. આમ છતાં પણ જે સંશોધકો એ સંશોધનમાં સામેલ ન હતાં તેઓ પણ 'શ્રી ડેરલ કોફમાન એન્ડ કંપની'ના તારણને સ્વીકારી રહ્યા છે. આથી, એમ કહી શકાય કે, અમુક હદ સુધી ગ્લોબલ વોર્મિંગને 'સૂ સ્વાગતમ્' કરવામાં જરાય વાંધો નથી!
વિનીત કુંભારાણા
Path Alias

/articles/galaobala-vaoramainga-avae-chaebhalae-avae-2

Post By: vinitrana
×