અર્બન ગવર્નન્સ-૩

અગાઉ જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ગવર્નન્સ ત્રિ પરિમાણ હોય છે-રાજકીય, આર્થિક અને સામાજિક. રાજકીય ક્ષેત્રે પ્રક્રિયાઓ દ્વારા સત્તા માટે વ્યકિતઓની પસંદગી કરવામાં આવે છે, તેને સર્વસંમતિથી ચૂંટવામાં આવે છે, વખતોવખત તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને જરૂર જણાય તો તેને બદલી પણ કરવામાં આવે છે. આર્થિક પરિમાણ દ્વારા જાહેર હિતના સંશાધનોની જાળવણી માટેની વ્યવસ્થાપન પદ્ઘતિ નક્કી થાય છે અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. સંસ્થાકિય પરિમાણ દ્વારા સમાજ અને સરકાર બન્નેના હિતનો આદર કરવામાં આવે છે.
[img_assist|nid=46845|title=Urban governance|desc=|link=none|align=left|width=199|height=139] હવે આપણે અર્બન ગવર્નન્સના હેતુ અને તેને પરીપૂર્ણ કરવાના સાધનો વિશે વાત કરીએ:
૧. વધુને વધુ લોકોની ભાગીદારી અને તેની ક્રિયાશીલતા: • દરેક વ્યકિત પોતાના શહેરને ઓળખે અને પોતાની જાગૃત નાગરીક તરીકેની ફરજ બજાવે.• જાહેરમાં મિટિંગ કરવામાં આવે, સહભાગીદારીથી આયોજન કરવામાં આવે અને તેનું બજેટ બનાવવામાં આવે.• જાહેરમાં લોકમત લેવામાં આવે.• લોકશાહી માળખાની સાથે સંસ્કૃતિને જોડવામાં આવે તથા જાહેરમાં ભાગ્યે જ આવતાં લોકોને આગળ આવવાની તકો પૂરી પાડવામાં આવે.
૨. કાર્યક્ષમ શહેરી સંચાલન:• સારી સેવા આપવા માટે દરેકના હિતોનું રક્ષણ કરવું અને સાથે-સાથે લોકોને સતત સારૂં કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવા.• કાર્યક્ષમ માળખાકીય સુવિધા માટે સુયોગ્ય રોકાણ કરવુ.• નિર્ણયો લેતી વખતે સૌથી નીચલા સ્તરના લોકોને પણ સામેલ રાખવા.• કાર્ય કરતી વખતે સ્પર્ધાને બદલે સહયોગ અને ભાગીદારીથી કાર્ય કરવું.• અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા માટે યોગ્ય તાલિમ કાર્યક્રમો કરવા.• માહિતી અધિકારનો મહત્તમ લાભ લેવો.• પર્યાવરણ સંબંધિત અયોજન અને વ્યવસ્થાપનમાં શહેરી નાગરીકોનો સાથ લેવો.
૩.જવાબદારી અને પારદર્શકતા:• સરકારી કાર્ય પ્રવૃતિઓ ઉપર બહારની સંસ્થાઓ દ્વારા નિરિક્ષણ-મૂલ્યાંકન કરવું.• શહેરને નુકશાન કરનારા પરિબળો ઉપર સખત કાર્યવાહી કરવી.• જે નેતા કે અધિકારીઓ ઉપર દબાણ લાવવામાં આવે છે એ બાબતે એક સ્પષ્ટ માર્ગદર્શીકા બનાવવી.• નાણાકીય વ્યવસ્થામાં પારદર્શકતા રાખવી.• દરેક માહિતી જાહેરમાં લોકો સમક્ષ મુકવી.• ન્યાયી અને સરળતાપૂર્વક ચલાવી શકાય તેવા માળખાઓ ઊભા કરવા.• ફરીયાદની કાર્યવાહી સ્વતંત્ર અને સુલભ હોવી જોઇએ.• મુખ્ય મુદ્રાઓના સંદર્ભમાં સતત માહિતીઓ એકઠી કરતી રહેવી.
૪.સુગમતા:• સમાજના તમામ ક્ષેત્રના પ્રતિનિધિ મંડળો સાથે નિયમીત મિટિંગ કરી માળખાકીય સલાહ લેવી.• નિર્ણય લેવામાં દરેક વ્યકિતઓના અભિપ્રાયો ધ્યાનમાં લેવા.• વ્યકિતઓ અને સંસ્થાઓ દ્વારા સરકાર સુધી પહોચવાનો પ્રયાસ કરવો.• આર્થિક વિકાસની તકોને ઝડપી લેવી.• બધા જ જુથના અધિકારોનું રક્ષણ કરવું.
ગવર્નન્સ બાબતે અમુક પડકારો પણ રહેલા છે જે આ પ્રમાણે છે:રાજકીય, તાંત્રિક(ટેકનિકલ), વહીવટી અને જાહેર સ્વીકૃતિ.જયારે કોઇ કાર્યનો આરંભ કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ તો તેનો સમજયા વગર રાજકીય રીતે તેનો વિરોધ કરવામાં આવે એવું પણ બને. આવું ન બને એ માટે શહેરમાં કાર્યરત મ્યુનિસીપાલિટીના કાર્યને વિક્રેન્દ્રિત કરવું જરૂરી બની જાય છે. અમુક નાની સેવાઓ અન્ય સાથે ભાગીદારીથી કરવાથી તે વધારે અસરકારક અને મજબૂત બની રહે છે. અહી વહીવટી માળખું પણ કાર્યને અસર કરી શકે છે અને સાથે સાથે ટેકનિકલ જ્ઞાન ન હોય તો કાર્યને ગંભીર રીતે નુકશાન પહોચે છે. શહેર માટે કાર્ય કરતાં અધિકારીઓ અને અન્ય કામદારોના વેતન સંબંધિત સીસ્ટમ એવી હોવી જોઇએ કે જેથી તેઓ અન્ય આવકના સ્રોતો ઉપર ધ્યાન ન દેતાં પોતાના જ કાર્ય ઉપર જવાબદારીપૂર્વક વળગી રહે. આમ કરવાથી ફરજ પ્રત્યેના સંઘર્ષ ટાળી શકાય. આ ઉપરાંત અમુક બાબતે વહીવટી માળખા દ્વારા લેવામાં આવતાં નિર્ણયોની જાહેરમાં સ્વીકૃતિ થશે કે નહી એ બાબતે પણ ઘણી મુંઝવણ હોઇ શકે છે.
મૂળભૂત રીતે ગવર્નન્સ સંવેદનશીલ પ્રક્રિયા કહી શકાય. આ પ્રક્રિયામાં એકના હિતના રક્ષણ માટે બીજાનું અહિત ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોવાથી કયારેક આ પ્રક્રિયા જટિલ પણ બની જાય છે. એક વાત સૈધાતિક રીતે સ્વીકારી શકાય કે જયારે સરકાર દ્વારા શહેરના વિકાસ માટે કાર્યક્ષમ કાર્યવાહી થતી નથી ત્યારે એક સશકત ગવર્નન્સની જરૂરિયાત ઊભી થાય છે અને આ ગવર્નન્સ લોકો તરફથી આવે તથા લોકો રસપૂર્વક તેમાં ભાગ લે એ અતિ મહત્વનું છે.
વિનીત કુંભારાણા
Path Alias

/articles/arabana-gavarananasa-3

Post By: vinitrana
×