કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ\" -૧

કુદરત તરફથી માનવજાતને 'હાઇ એલર્ટ' -૧પ્રવર્તમાન સમયમાં પૃથ્વી ઉપર માનવજગત ઋતુઓનું દુષ્ચક્ર અનુભવી રહ્યું છે. સમગ્ર ભારતવર્ષમાં આ વર્ષના શિયાળામાં કયાંક -૨૧૦ સેલ્સિયશ તો કયાંક -૧૨૦ સેલ્સિયશ તો કયાંક -૩૦ સેલ્સિયશ થી લઇને ૬૦ સેલ્સિયશ જેટલું નીચું તાપમાન અને ભીષણ બરફવર્ષાનો લોકોએ સામનો કર્યો હતો. પર્યાવરણવાદીઓની સાથે વૈજ્ઞાનિકો મુંઝવણમાં છે કે, આ હિમયુગના એંધાણ તો નથી ને?! જો આ રીતે વર્ષો-વર્ષ શિયાળામાં તાપમાન નીચું જતુ રહે તો ચોક્કસ સમજી શકાય કે હિમયુગ 'ડોરબેલ' વગાડી રહ્યો છે. બ્રહ્માંડમાં પૃથ્વીની કુદરતી પરિસ્થિતિ પ્રમાણે દર ૧૧,૫૦૦ વર્ષે લાંબાગાળાનો અને તેની વચ્ચે દર ૫૦૦ વર્ષે ટુંકા ગાળાનો હિમયુગ કુદરતી નિયમ પ્રમાણે આવે છે અને તેમાં કાળા માથાનો માનવી કશું કરી શકતો નથી! હા...ગ્લોબલ વોર્મિંગ જે ગતિએ આવી રહ્યું છે તે ગતિમાં વધારો કરવામાં માનવજગત વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડનો વધારો કરીને પોતાનો 'અમૂલ્ય' ફાળો આપી રહ્યું છે.
ગ્લોબલ વોર્મિગ માટે ફકત કાર્બનડાયોકસાઇડ નહી પણ અન્ય વાયુઓ પણ જવાબદાર છે. આ રહ્યા તેમના નામ અને તેમને નોંધાવેલો ફાળો : હેલોકાર્બન(૫%), કલોરોફલુરોકાર્બન(૬%), નાઇટ્રસ ઓકસાઇડ(૬%), મિથેન(૧૯%) અને ઓફકોર્ષ કાર્બનડાયોકસાઇડ(૬૪%).
વાતાવરણમાં વર્ષો-વર્ષ કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ કેટલું વધે છે તેનું સચોટ માપ કાઢીને દુનિયા આખીને ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે ગંભીરતાથી વિચારતા કરી દેનારા અમેરિકાના વાયુશાસ્ત્રી ચાર્લ્સ કીલિંગ હતા. હવાઇ ટાપુના માઉના લોઆ ટાપુ ઉપર સ્થાપિત વેધશાળામાં તેમણે સર્વ પ્રથમ ઇ.સ. ૧૯૫૮માં વાતાવરણમાં રહેલા કાર્બનડાયોકસાઇડને માપવાનો શરૂ કર્યો હતો. તેમણે વાતાવરણમાં રહેલી હવાના દર ૧૦,૦૦,૦૦૦ રેણુઓમાં કાર્બનડાયોકસાઇડનું અવલોકન કરી નોંધતા રહ્યા. વાતાવરણમાં કાર્બનડાયોકસાઇડની માત્રાનું આ સર્વ પ્રથમ વૈજ્ઞાનિક અવલોકન હતું. આ અવલોકનમાં દર વર્ષે કાર્બનડાયોકસાઇડની માત્રામાં વધારો નોંધાયેલો જોવા મળ્યો અને જગત સમક્ષ ગ્લોબલ વોર્મિંગની આફત આવીને ઊભી રહ્યી. સંશોધનોના પૂરાવા સાથે કહી શકાય છે કે, છેલ્લા ૩૦ વર્ષોમાં પૃથ્વીના સરેરાશ તાપમાનમાં ૦.૨૦ સેલ્સિયશનો વધારો થયો છે અને હાલ પૃથ્વીનું સરેરાશ તાપમાન ૧૪.૮૦ સેલ્સિયશ છે. હવે આ કુદરત તરફથી માનવજાત માટે આ તાપમાન 'હાઇ એલર્ટ' છે. જો હવે આ સરેરાશ તાપમાનમાં ૧૦ સેલ્સિયશ જેટલો વધારો થયો એટલે બસ પછી ગ્લોબલ વોર્મિંગ માનવજાતના કાબુમાં રહેવાનું નથી. કુદરતી પરિબળો એ બાદ ગ્લોબલ વોર્મિંગના ચક્રોને ટોપ ગીયરમાં પાડી દેશે! કોઇપણ પ્રકારની અદ્યતન ટેકનોલોજિ પણ તેને નાબુદ કરીને વાતાવરણને નોર્મલ બનાવી શકશે નહી!(સૌજન્ય: સાયન્સ મેગેઝીન)
[img_assist|nid=46852|title=GB_Carbon Dioxcide|desc=|link=none|align=left|width=414|height=302]આદિકાળમાં જવાળામુખીના વિસ્ફોટોને કારણે ઉત્પન્ન થયેલો મબલક કાર્બનડાયોકસાઇડનો જથ્થો નાબુદ થયો નથી કે ઘટયો પણ નથી પણ બીજા સ્વરૂપે રૂપાંતરણ પામ્યો છે.(યાદ રહે, સમસ્ત બ્રહ્માંડમાં ઉત્પન્ન થયેલો પદાર્થ કે ઊજા(ક્રમશ:)
વિનીત કુંભારાણા
Path Alias

/articles/kaudarata-taraphathai-maanavajaatanae-haai-elarata-1

Post By: vinitrana
×