गुजरात

Term Path Alias

/regions/gujarat-1

જળ સંગ્રહમાં સલામત ભાવી
Posted on 20 Dec, 2014 07:53 AM અત્યારે ભારતમાં જે સ્થિતિ છે તે પ્રમાણે ભારતમાં ૧૬.૭ કરોડ હેક્ટર-મીટર જળસ્રોત છે અને તેમાંથી માત્ર ૬.૬ કરોડ હેક્ટર-મીટર જળસ્રોતનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. જો કે આઝાદી મળી ત્યારે અને પંચવર્ષીય યોજનાઓનો યુગ શરૂ થયો ત્યારે જે સ્થિતિ હતી તેની સરખામણીમાં અત્યારે બહુ પ્રગતિ થઈ છે.
પાણી : હવે તો જાગવું જ પડશે
Posted on 20 Dec, 2014 07:41 AM અંતરિયાળ અને પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરનારા પ્રદેશોના લોકો જોખમી પાણી પીવા માટે મજબૂર બની ગયા છે. જેને કારણે તેમની તંદુરસ્તી પર પણ અસર થઈ છે. આરોગ્ય ઉપર માઠી અસર પડવાને કારણે આવા વિસ્તારના લોકોનો દેશના વિકાસમાં જે સહયોગ હોવો જોઈએ તે ઘટ્યો છે. પાણીજન્ય રોગોનું પ્રમાણ વધવાને કારણે યુવાનો અને બાળકોના વિકાસમાં ગંભીર અસર પડી છે. ખતરાની ઘંટડી વગાડે છે.
જળ સંસાધન અને આપણે
Posted on 20 Dec, 2014 06:55 AM જળસંસાધનનો મુખ્ય આધાર વરસાદ છે. આ સંદર્ભે સ્થિતિ ચિંતાજનક છે. નદીઓ બારમાસી રહી નથી. વાવ, તળાવ જેવા સ્ત્રોત પ્રદૂષણયુક્ત બન્યા છે. જળવ્યવસ્થાપનની અસરકારક વ્યવસ્થા ગોઠવી શકાઈ નથી. પાણીની તંગીવાળા વિસ્તારોમાંથી થતું સ્થળાંતરણ ચાલુ જ છે. પીવાલાયક પાણી મેળવવા માટે વ્યક્તિએ પાણી માટે થતાં ખર્ચને દૈનિક બજેટમાં સ્થાન આપી દીધું છે.
પ્રદૂષણની સમસ્યા:શું આપણે ફલેશ અને ફરગેટ વલણથી પીડાઈએ છીએ ?
Posted on 20 Dec, 2014 06:38 AM ફ્લશ ટોઈલેટ સાથે સંકળાયેલા આરોગ્ય અંગેના વિચારોને બદલવાની જરૂર છે. વાસ્તવિક હકીકતો તરફ લક્ષ્ય આપવાનો અભિગમ કેળવવાની ખાસ જરૂર છે. પાણી કિંમતી અને ખૂબ મુશ્કેલીથી મળે છે, બને એટલા નજીકના અંતરોની પાણી મેળવવા પ્રયાસ થવો જોઈએ. માનવમળનું પણ સંસાધનીય મૂલ્ય છે. આટલું સમજ્યા પછી જ જળપ્રદૂષણ ગંદાપાણીના શુદ્ધિકરણ પાછળ થતા ખર્ચ અને પાણીજન્ય રોગોથી બચી શકાશે. આ સમસ્યાના ઉકેલ માટે એક ઉપાય સૂચવી શકાય.
ભૂગર્ભ જળભંડારના કૃત્રિમ રીચાર્જની અસલિયત
Posted on 20 Dec, 2014 06:25 AM ભૂગર્ભ જળભંડારોમાં પાણીનો નવો જથ્થો દર ચોમાસે જમા કરાવવાની કૃત્રિમ રીચાર્જની ઝુંબેશનું મહત્ત્વ આમ આદમી સુધી પહોંચાડી તેનો સહયોગ પ્રાપ્ત કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા માહિતી પ્રચાર-પ્રસારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રીપોર્ટ, નકશા, ચાર્ટ, વેબસાઈટ વગેરે દ્વારા કયા ક્ષેત્રમાં વર્ષાજળ સંચયની કેટલી ગુંજાયશ છે તેની માહિતી વૈજ્ઞાનિક ઢબે પુરી પાડવામાં આવે છે.
જળ સમસ્યા અને ભૂગર્ભ ટાંકા યોજનાઃજુનાગઢ જિલ્લાના સંદર્ભે એક અભ્યાસ
Posted on 13 Dec, 2014 08:43 PM ફલોરાઈડવાળા, કડવા, ખારા અને ભારે પાણી અંગે સર્વત્ર ફરિયાદ ઊભી થઈ છ
પાણી અને પર્યાવરણ
Posted on 10 Dec, 2014 09:16 PM પૃથ્વી પર માનવીનું સર્જન થયું છે ત્યારતી આ પૃથ્વી પર લોકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. વિશ્વમાં જેમ જેમ વસ્તી વૃદ્ધિ થતી રહી છે, તેમ તેમ અનેક પ્રશ્નો ઊભા થયા વધતી જતી વસ્તીને લીધે કુદરતી સંસાધનોની અછત વર્તાય છે અને પ્રદૂષણ ફેલાય છે. વસ્તી વધારાને પરિણામે શહેરોમાં વૃદ્ધિ થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી વૃધ્ધિને કારણે જમીન પરનું ભારણ વધ્યું છે.
સામુદ્રિક પ્રદૂષણ : પર્યાવરણનું અવરોધક પરિબળ
Posted on 09 Dec, 2014 08:32 PM પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે સૌ પ્રથમ પૃથ્વી ૨પર સજીવસૃષ્ટિની શરૂઆત પાણીમાંથી થઈ હતી. આ સજીવસૃષ્ટિને કરોડો વર્ષો સુધી શુદ્ધ પર્યાવરણ પ્રાપ્ત થયું છે. પર્યાવરણના મુખ્ય ઘટકો હવા, પાણી અને ખોરાક છે. આ મુખ્ય ઘટકો છેલ્લા બે સદીથી માનવીની વિવિધ પ્રવૃત્તિઓના કારણે દૂષિત થઈ રહ્યા છે.
પર્યાવરણ ઓડિટ
Posted on 09 Dec, 2014 08:25 PM વર્તમાન સદીના પ્રથમ દાયકામાં માનવી સમક્ષ અનેક કુદરતી અને માનવસર્જિત વૈશ્વિક સમસ્યાઓએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માનવી સહતિ સમગ્ર જીવસૃષ્ટિ પર્યાવરણ પર આધારિત છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય કે માત્ર માનવી જ પર્યાવરણનો દુશ્મન છે. પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર એકમાત્ર માનવસૃષ્ટિ જ છે.
ભુજ શહેરની દેડકાવાવ
Posted on 28 Nov, 2014 08:00 AM ભુજ શહેરની સાઇઠ વર્ષ પહેલા પાણી અંગેની વ્યવસ્થા કેવી હતી?
dedaaka vaav
×