વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
મહાભારત કાળે તળાવોનું મહાત્મ્ય
Posted on 19 Aug, 2014 08:49 AM
મહાભારત યુદ્ઘમાં બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ પાસે ધર્મનું રહસ્ય જાણી લેવા ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠીરને આજ્ઞા કરે છે. આથી ભીષ્મ પિતામહને પ્રણામ કરીને યુધિષ્ઠીરે વિવિધ પ્રશ્નો પૂછયાં છે. મહાભારતના અનુશાસનપર્વ-દાનધર્મ પર્વના અધ્યાય અઠ્ઠાવનમાં એક પ્રશ્ન આ મુજબ છે:
ડાકોરમાં આવેલું મહાભારતકાળના સમયનું ગોમતી તળાવ
Posted on 19 Aug, 2014 08:41 AM
[img_assist|nid=47876|title=GOMATI LAKE_DAKOR|desc=|link=none|align=left|width=199|height=159]હિંદુ ધર્મમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચાર યુગ પ્રવાહો પૈકી ૮૬૪૦૦૦ વર્ષ લાંબા દ્વાપરયુગના ૮૬૩૮૭૫માં વર્ષમાં શ્રાવણ વદ આઠમ, બુધવાર, રોહિણી નક્ષત્રમાં અવતાર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણે ૧૨૫ વર્ષ, ૧ મહિનો અને ૫ દિવસનું આયુષ્ય ભોગવ્યા બાદ કળિયુગનો આરંભ થાય છે.
સૂર્યશકિતનું પ્રતિક: મોઢેરાનું સૂર્ય મંદિર
Posted on 11 Jul, 2014 07:35 AM
આપણા સૌરમંડળમાં આવેલો સૂર્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એક તારો છે. સૂર્ય ઉર્જાશકિતનો સ્રોત છે. પૃથ્વી ઉપરનું જીવન મહદઅંશે સૂર્યની હૂંફને આભારી છે. સૂર્યની પ્રચંડ તાકાતને ઓળખીને આદિકાળથી માનવજાત સૂર્યદેવની ઉપાસના કરતી આવે છે, [img_assist|nid=47609|title=SURYA MANDIR_1|desc=|link=none|align=left|width=449|height=302]આ વાતની સાબીતી સમગ્ર ભારતવર્ષમાં ઠેર-ઠેર સૈકાઓ પહેલા બાંધવામાં આવેલા સૂર્ય મંદિરો છે.
જળ સંચય
Posted on 11 Jul, 2014 07:28 AM
જળ એ જ જીવન છે...જીવ માત્ર માટે જળ કેન્દ્રબિંદુ છે. જળ વગરની સૃષ્ટિની કલ્પના જ અશકય છે. આજના યુગમાં નિરંતર પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં કહેવાય છે કે, ત્રીજું વિશ્વ યુધ્ધ પાણી માટે થશે. આ પરિસ્થિતિનું સર્જન કરનાર માનવી જ છે તો તેમાંથી માર્ગ પણ માનવીએ જ શોધવાનો છે. મોટા ભાગે આપણે પાણી વરસાદ દ્વારા મેળવીએ છીએ.
પાણીની કિંમત
Posted on 11 Jul, 2014 07:20 AM
પાણીનો પ્રશ્નએ વિશ્વનો ગંભીરતમ પ્રશ્ન છે. ઘણા દેશો પીવાના પાણીની આયાત કરે છે. એમ કહવાય છે કે હવે પછીનું યુદ્ધ પાણી માટે થશે. મોટા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં થીજી ગયેલું છે. વિશ્વમાં જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં કુલ મીઠા પાણીનો ભાગ ૧ ટકા પણ નથી, માત્ર ૦.૩૬૬ ટકા જ છે.
નેટ્રાન સરોવર....જયાં પાણીમાં જનાર પથ્થર બની જાય છે...!!!
Posted on 11 Jul, 2014 07:10 AM
રાજા મિડાસની વાર્તા ખૂબ જ પ્રખ્યાત છે. તે જે પણ ચીજ વસ્તુને પોતાના હાથથી સ્પર્શ કરે તે સોનાની બની જતી હતી, એટલે સુધી કે જીવંત મનુષ્યને સ્પર્શે તો તે પણ સોનાની મુર્તિ બની જાય. આવુ જ કંઇક આફ્રિકાના નોર્થ ટાન્ઝાનિયામાં આવેલા નેટ્રાન સરોવરનું છે. [img_assist|nid=47604|title=NETRAN|desc=|link=none|align=left|width=199|height=135]આ સરોવર શાપિત છે અને તેના પાણીને જે પણ સ્પર્શે છે તે પથ્થર બની જાય છે.
જલ પેડી-૨૦૧૪ (૨)
Posted on 11 Jul, 2014 07:02 AM
[img_assist|nid=47599|title=3|desc=|link=none|align=left|width=403|height=302]ત્યાર બાદ દરેક મહાનુભાવોએ પ્રદર્શનને નિહાળ્યું હતું. આ પ્રદર્શનમાં વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય, હમીરસર તળાવના આવક-જાવક ક્ષેત્ર, જયુબેલી કોલોનીથી લઇને વી.ડી. હાઇસ્કૂલ સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના વ્યવસ્થાપનનું આયોજન અંગેના પોસ્ટરો મૂકવામાં આવેલા હતા.
ભુજ શહેર માટે સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન પ્રોટોકોલ બનાવવા અને તેનું અનુસરણ કરવા માટે કલેકટર કચેરી ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું
Posted on 11 Jul, 2014 06:40 AM
ભુજ શહેરની એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ), જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ, હોમ્સ ઇન ધ સિટિ સંસ્થાઓ તથા કલેકટરશ્રીના સયુંકત પ્રયાસથી આજ રોજ તા. ૨૩-૦૬-૨૦૧૪ના રોજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન પ્રોટોકોલ બનાવવા અને તેનું અનુકરણ કરવા અંગેની પદ્ઘતિ વિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતું.
શહેરના તળાવો: આપણી પ્રાચીન સંસ્કૃતિ
Posted on 11 Jul, 2014 06:31 AM
વસુંધરા ઉપર જીવનની શરૂઆત થઇ એ પહેલા જીવન માટે જરૂરી એવા પાણીની ઉત્પત્તિ થઇ હતી. વસુંધરાનો નક્કર આકાર થયા બાદ કાળક્રમે તેના ઉપર વરસાદ સ્વરૂપે પાણી વરસવાનું શરૂ થયું હતું. વસુંધરાની સપાટી ઉપર આ પાણી વહેવાનું શરૂ થયું અને જે સ્થળે આ પાણીના વહેણમાં આડાશ આવી ત્યાં એ પાણી સંગ્રહ થયું. આમ, કુદરતી રીતે વસુંધરા ઉપર જળાશયો આકાર લેવા માંડયાં. આ જળાશયો સમય જતાં તળાવ તરીકે ઓળખાવા લાગ્યા.
કુદરત દરેકની જરૂરિયાતને સંતોષી શકે છે, લાલચને નહી...!
Posted on 11 Jul, 2014 06:25 AM
આપણી આ વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે જેને શાસ્ત્રોમાં પંચમહાભૂતો કહેવાયા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પશુ-પંખીઓ, વિવિધ સ્વરૂપે ખનિજો અને પંચ આવરણનું એક સ્વરૂપ એટલે પર્યાવરણ. વસુંધરાના જેટલા વિસ્તારોમાં સજીવો વસવાટ કરી રહ્યા છે એ જૈવમંડળમાં આશરે ૩,૫૦,૦૦૦ જાતિઓ અને ૧૦,૭૫,૮૪૦ પ્રાણીઓની જાતિઓ વસે છે. પર્યાવરણ એટલે માનવની આસપાસની સજીવ-નિર્જીવ સૃષ્ટિ!
×