વિનીત કુંભારાણા

વિનીત કુંભારાણા
ગ્લોબલ વોર્મિંગ અને પાણી
Posted on 10 Jan, 2014 06:37 AM
વિશ્વમાં ભાગ્યે જ કોઇ એવો વ્યકિત હશે જે આજે ગ્લોબલ વોર્મિંગથી અજાણ હશે! આજે આપણે જાણીએ છીએ કે, ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણના દ્રષ્ટિકોણથી એક વૈશ્વિક સમસ્યા છે. કોઇપણ સમસ્યાનો તાર્કિક ઉકેલ મેળવવો હોય તો એક જ રસ્તો છે કે, કોઇપણ જાતના આગ્રહ કે પૂર્વગ્રહને બાજુએ મૂકીને એ સમસ્યાને પૂર્ણરૂપે સમજવી. સમસ્યા માટે કોણ જવાબદાર છે તેની મથામણ તત્પૂરતી ભૂલી જવી જોઇએ.
પાણી માટે પદયાત્રા- ૪
Posted on 16 Dec, 2013 08:32 AM
[img_assist|nid=46552|title=RATRISHABHA_SONG OF WATER|desc=|link=none|align=left|width=302|height=227]છેલ્લા એક દાયકાથી કુદરતી ખેતી કરતાં માધાપર ગામના વતની શ્રી મનોજ સોલંકીએ પોતાના વકતવ્યમાં સ્વાયત્તા કેળવવા અંગેની વાત ઉપર વિશેષ લક્ષ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કુદરતી ખેતીમાં પાણીની જરૂરિયાત ખૂબ જ ઓછી રહે છે.
પાણી માટે પદયાત્રા- ૩
Posted on 16 Dec, 2013 08:27 AM
[img_assist|nid=46547|title=RATRISABHA|desc=|link=none|align=left|width=302|height=227]એકટ તરફથી કચ્છ યુનિવર્સિર્ટિના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ભૂસ્તર શાસ્ત્રી ડો. મહેશ ઠક્કર, સેલેનિટિ ઇન્ગ્રેસ પ્રિવેન્સલ સેલ-ભુજના ભૂસ્તરશાસ્ત્રી ડો.
પાણી માટે પદયાત્રા- ૨
Posted on 13 Dec, 2013 08:47 AM
[img_assist|nid=46457|title=padyatra|desc=|link=none|align=left|width=302|height=227]ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક સાથે અલગ-અલગ ટુકડીમાં વિભાજિત થઇને કનકપર, નાનાવાડા, રવા, ભેદી, બેરા-હાદાપર, સુડધ્રો-મોટી, નુંધાતડ, ધનાવાડા બીટીયારી, વાડા પધ્ધર, કમંડ, સુડધ્રો મોટી, હાજાપર,ગઢવાડા,ભાચુંડા, પરજાઉં કડુલી અને કાળા તળાવ જેવા ગામોની મુલાકાત પદયાત્રા દ્વારા કરવામાં આવી હતી.
પાણી માટે પદયાત્રા-૧
Posted on 13 Dec, 2013 08:36 AM
ગાંધીજી જીવનભર બૂનિયાદી શિક્ષણના હિમાયતી રહ્યા હતાં. તેમનું માનવું હતું કે, પાયાનું શિક્ષણ ભણતરની સાથે સંસ્કારોનું પણ ગણતર કરે છે. જરૂરિયાત પૂરતી સુવિધા સાથે સરળ જીવનશૈલી સાથે જીવન જીવવાની તેમની એક આગવી વિશેષતા હતી. શિક્ષણના સંદર્ભમાં પણ તેઓ આવું જ માનતા હતાં. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં કરી હતી.
ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૩
Posted on 02 Dec, 2013 08:24 PM
જયારે પુષ્પેન્દ્રસિંહ કલેકટરશ્રીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, 'ઘર્ષણમાં ઉતરવું આપણું કાર્ય નથી. તળાવો બચાવવા આપણું કાર્ય છે. આપણે આપણું ધ્યાન ગેરકાયદેસર દબાણયુકત તળાવના વિસ્તાર ઉપર નહી પણ જે તળવાનો વિસ્તાર દબાણથી બચી જવા પામ્યો છે તેના ઉપર કેન્દ્રિત કરીએ. આમ કરવાથી કાર્ય સરળતાથી અને શાંતિથી થશે.' કલેકટરશ્રી ઉપર આ વાતની ગંભીર અસર થઇ.
ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૨
Posted on 02 Dec, 2013 08:14 PM
આ તળાવો ચરખારીની ચારે તરફ ફેલાયેલા છે. ચરખારીમાં શહેરની બહાર મહોબાના વિજયસાગર તળાવનો આ ભાગ અહીં કોઠી તળાવ(કોઠીતાલ) તરીકે પણ જાણીતું છે. અહીં તળાવના કિનારે એક નાનકડો મહેલ(કોઠી) બાંધવામાં આવેલો છે. કોઠીની નજીક મહાદેવનું મંદિર છે જેમાં મહાદેવનું શિવલીંગ મંદિરના ગર્ભગૃહમાં છે જયારે મંદિરની બહાર તળાવના કિનારે મહાદેવની પ્રતિમા છે. વિજયસાગર તળાવનું જોડાણ જયસાગર તળાવ સાથે કરવામાં આવેલું છે.
ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૧
Posted on 02 Dec, 2013 08:00 PM
ભારતવર્ષના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓના સમૂહથી બનતો વિસ્તાર બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરપ્રદેશના દક્ષિણ અને મધ્યપ્રદેશના પૂર્વભાગથી આ વિસ્તારનું નિર્માણ થયું છે. આ એક પહાડી વિસ્તાર છે. ભૌગોલિક દ્રષ્ટિથી વાત કરીએ તો બુંદેલખંડના ઉત્તર દિશામાં યમુના નદી અને દક્ષિણ દિશામાં વિન્ધય પર્વતશૃંખલા, પૂર્વમાં બેતવા નદી અને પશ્ચિમમાં તમસા(ટૌસ) નદી આવેલી છે.
પાણીના ગંભીરતમ પ્રશ્નોને કાયમી ધોરણે કઇ રીતે ઉકેલી શકાય ?
Posted on 05 Nov, 2013 11:21 AM

પાણીનો પ્રશ્નએ વિશ્વનો ગંભીરતમ પ્રશ્ન છે. ઘણા દેશો પીવાના પાણીની આયાત કરે છે. એમ કહવાય છે કે હવે પછીનું યુધ્દ્ધ પાણી માટે થશે. મોટા ભાગનું પાણી બરફના સ્વરૂપમાં થીજી ગયેલું છે. વિશ્વમાં જમીન પરના કુદરતી અને કૃત્રિમ જળસંગ્રહ સ્થાનોમાં કુલ મીઠા પાણીનો ભાગ ૧ ટકા પણ નથી, માત્ર ૦.૩૬૬ ટકા જ છે.

પાણી બાબતે સ્વાવલંબન મેળવવા માટે બાળકોને માતા-પિતાની ભૂમિકામાં લાવવા જરૂરી છે...!!!- ર
Posted on 05 Nov, 2013 10:54 AM
એકતા મહિલા મંડળના હેમલતાબહેન શાહે પાણી બચાવવાની રીત રજુ કરતું બાળગીત ગવડાવ્યું હતું. મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ ચાર રસ્તા પંચાયતી પ્રાથમીક શાળાના આચાર્ય ઉપેન્દ્રભાઇ ઠાકરે આ સ્કૂલમાં કેવી રીતે કામગીરીનું આયોજન કરવામાં આવ્યું તે અંગેની માહિતી રજૂ કરી હતી અને એકટના ગોપાલ રીલે અમલીકરણ કરવામાં આવેલી કામગીરીને વિસ્તારપૂર્વક વિદ્યાર્થીઓને સમજાવી હતી.
×