कच्छ जिला (गुजरात)

Term Path Alias

/regions/kachchh-district

પાણીનું પ્રદૂષણ અટકાવા લોકજાગૃતિ એ જ ખરો ઉપાય
Posted on 12 Dec, 2014 06:30 AM પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો, હકીકતમાં જળ એ જીવનની પહેલી શરત છે, આપણા દેશ માટે ઘણું જ મહત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે. વરસાદની મોસમી પ્રક્રિયાએ જળ સંકટને વધારે ઘેરું બનાવ્યું છે. પાણીના ઉપયોગની યાદી ઘણી લાંબી છે, પાણીની પ્રાપ્તિનો મૂળ સ્ત્રોત પૃથ્વી પર વૃષ્ટિ છે. ચાલુ સાલે કુદરતે મહેર કરી વરસાદ રૂપી કાચુ સોનું વર્ષે છે, પરંતુ આપ જાણો છો તેમ દર વર્ષે એક સરખો વરસાદ થતો નથી.
પાણી વ્યવસ્થા : સમસ્યા અને સમાધાન
Posted on 11 Dec, 2014 06:21 AM સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક સંસ્થા યુનેસ્કોના અહેવાલમાં જણાવવામાં
આધુનિક યુગમાં પર્યાવરણનું પ્રદૂષણ
Posted on 09 Dec, 2014 08:03 AM માનવીનો જન્મ પંચતત્વો માંથી થાય છે અને મૃત્યુબાદ માનવ શરીર પંચ મહાભૂતોમાં વિલિન થઈ જાય છે. આ પાંચ તત્વોમાં જળ, વાયુ, અગ્નિ, આકાશ અને જમીનનો સમાવેશ થાય છે. આ પાંચ તત્વો મળીને પર્યાવરણ બને છે. જેને જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. માવવીએ જયારે સર્વપ્રથમ આ સૃષ્ટિ પર અવતાર ધારણ કર્યો ત્યારે કુદરતનું પર્યાવરણીય માળખું સંતુલિત હતું.
જળ વ્યવસ્થાપન અને સુરક્ષા
Posted on 29 Nov, 2014 08:22 AM પંચમહાભૂતોનું એક તત્ત્વ છે. જળ ! જળ વિના જીવન ન સંભવી શકે. પૃથ્વી સપાટી પરના જીવોમાં સૌથી વધુ જળનો ઉપયોગ માનવજાત કરે છે. જેમાં વિવિધ કુદરતી સંપત્તિ-વનસ્પતિ, જમીનો, ખનિજોનો ઉપયોગ થતો આવ્યો છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે. વળી, પાણીનો ઉપયોગ બેફામ થાય છે. પરિણામે શુદ્ધ પીવાલાયક મીઠા જળનો જથ્થો ઝડપથી ઘટવા લાગ્યો છે.
પાણીની ગુણવત્તા અને જતન
Posted on 29 Nov, 2014 07:58 AM ઉનાળાની અગનજાળ ગરમી પછી વરસાદ થતાં ધરતી શીતલ અને લીલીછમ થઈ જાય છે. આ કુદરતી ચક્ર ચાલ્યા જ કરે છે. આપણને લાગે છે કે પાણીએ બધું જ બદલી નાખ્યું? જમીન જાનવર અને જન બધાં જ પર પાણીની જીવંત અસર થાય છે. કારણ કે જળ એ જ જીવનનો આધાર છે. પાણી એ પૃથ્વી પરના જાદૂ સમાન વસ્તુ છે. અગ્નિ અને પાણી જીવન આપનાર ટકાવનાર બધું જ આપનારાં છે. પાણી એક માતાની ગરજ સારે છે. તેનામાં જીવન આપવાનો અને રૂઝવવાનો ગુણ છે.
જળસંચય - વૃક્ષ ઉછેર થકી ભારતનો આર્થિક વિકાસ
Posted on 29 Nov, 2014 07:37 AM મહાન વૈજ્ઞાનિક અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે અગાઉ એક ગર્ભિત ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, “વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે” આવનારા ૨૫ વર્ષોમાં ૩૫ થી વધુ દેશોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાશે. આ દેશોમાં ભારત પણ સામેલ છે. આડેધડ જંગલો કપાઈ રહ્યા છે. પરિણામે દેશમાં વરસાદનું પ્રમાણ અનિયમિત થયું છે.
ભારતવર્ષના ઇતિહાસમાં જોવા મળતી જળસંચયની પદ્ઘતિઓ
Posted on 26 Nov, 2014 08:30 PM પાણી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલ છે. વિશ્વની કોઇપણ સંસ્કૃતિ પાણીના સ્રોત પાસે જ વિકાસ પામી છે. મોટા શહેરોમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, ઝરણાઓના પાણીનો સંગ્રહ જેવી કામગીરીઓ ભૂતકાળમાં પણ કરવામાં આવી છે. રાજયોમાં પાણીના સંગ્રહ માટે તળાવો, સિંચાઇ માટેની કેનાલો વગેરે બનાવવામાં આવતાં હતા અને તેને સારી રીતે સંભાળીને રાખવામાં આવતા હતાં.
સમાજ-જીવનમાં પર્યાવરણની આવશ્યકતા
Posted on 26 Nov, 2014 08:12 PM સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પર્યાવરણમાંથી થયું છે, આપણે સૌ પર્યાવરણનો જ એક ભાગ છીએ. તેથી પર્યાવરણ છે તો આપણે છીએ એવું કહેવામાં કંઈ અતિશ્યોક્તિ નથી. કારણ કે, મનુષ્ય જન્મે ત્યારથી પર્યાવરણ સાથે તેનો નાતો રહેલો છે. મનુષ્ય દેહ જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને અગ્નિ એમ પાંચ તત્વોનો બનેલો છે અને જ્યારે અવસાન પામે ત્યારે આ પંચ મહાભૂતોમાં તેનો નશ્વર દેહ વિલિન થઈ જાય છે.
પૃથ્વીની જળ સંપત્તિ
Posted on 26 Nov, 2014 08:34 AM પૃથ્વી ઉપર વિશાળ માત્રામાં જળસંપત્તિ આવેલી છે. આ જળસંપત્તિ ઉપર નજર કરીએ તો પીવાનું શુદ્ઘ પાણી ૩% જેટલું જ છે. બાકીના ૯૭% પાણીમાં ૩૦.૧% ભૂગર્ભજળ, બરફ અર્થાત ગ્લેશિયર, બરફરૂપી પાણીનો ભાગ ૬૮.૭% છે. ૨% તળાવ છે, તળાવ-સરોવરમાં ૮૭% પાણી રહેલું છે તેમજ ૨૨% પાણી અલગ-અલગ નાના નાના જૈવિક, દૈહિક, ભૌગોલીકરૂપે પર્યાવરણાં રહેલું છે.
ધાર્મિક પ્રતિક : જળ વ્યવસ્થાપનનો આધ્યાત્મિક ગુરૂ
Posted on 26 Nov, 2014 08:26 AM વસુંધરા ઉપર વિશ્વની સંસ્કૃતિ વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર આ સંસ્કૃતિઓમાં આધ્યાત્મિકતાના દ્રષ્ટ્રિકોણથી ભારતીય સંસ્કૃતિ યુગોથી સર્વશ્રેષ્ઠ સાબિત થયેલી છે.
×