Posted on 09 Dec, 2014 08:03 AMમાનવીનો જન્મ પંચતત્વો માંથી થાય છે અને મૃત્યુબાદ માનવ શરીર પંચ મહાભૂતોમાં વિલિન થઈ જાય છે. આ પાંચ તત્વોમાં જળ, વાયુ, અગ્નિ, આકાશ અને જમીનનો સમાવેશ થાય છે. આ પાંચ તત્વો મળીને પર્યાવરણ બને છે. જેને જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ એમ ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે. માવવીએ જયારે સર્વપ્રથમ આ સૃષ્ટિ પર અવતાર ધારણ કર્યો ત્યારે કુદરતનું પર્યાવરણીય માળખું સંતુલિત હતું.