ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વ સમક્ષ આવી પડનાર અનેક પડકારોમાં વધારો થશે. વિશ્વમાં બદથી બદતર પરિસ્થિતિનું નિર્માણ થશે. સમગ્ર માનવજાત અને પ્રાણીસૃષ્ટિના અસ્તિત્વ પર સંકટના વાદળો મંડાશે. માનવીએ જ ધરતીની અર્થીની સામગ્રી તૈયાર કરી છે. માનવીના હાથમાં જ આ સમસ્યાનો ઉકેલ મેળવવાની ચાવી પણ છે, હવે તે આવતીકાલે પ્રગતિ જોવા માગે છે કે પ્રલય તે વિચારવાનું રહ્યું.
જળ-સંસાધનના મુખ્ય સ્ત્રોત સમા વરસાદના પાણીનો વરસાદની ઋતુ દરમ્યાન વધારાના પ્રવાહનો સંગ્રહ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આના માટે, નદીઓ ઉપર નાના નાના ચેકડેમો, ખેત-તલાવડીઓ, ભૂગર્ભ-જળસંગ્રહ યોજના દ્વારા આખા વર્ષ દરમ્યાન વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે.
મહિલાઓના બનેલા વપરાશકાર જૂથની રચનાને ઉત્તેજન આપીને સ્ત્રીઓને પાણી બચાવવા અને તેને સદુપયોગ કરવા ઉત્તેજન આપવું જોઈએ જેમ કે વપરાયેલા પાણીના ઉપયોગ દ્વારા ઘર આંગણામાં શાકભાજીના અને ફૂલોનો બગીચો માનવી પાણીથી થતા પ્રદૂષણને અટકાવી શકાય છે. તો બીજી બાજુ આર્થિક રીતે કુટુંબમાં મદદરૂપ બની શકાય છે તે જ ઘરના શુદ્ધ શાકભાજી પ્રાપ્ત થઈ શકે છે.