રામસર સંમેલન પાણી ધરાવતી ભીની જમીનના સંરક્ષણ અંગેનો વિશ્વસ્તરીય પ્રયાસ છે. ભવિષ્યમાં ઝરણા, પાણીના વહેણ અને તળાવ જેવા 'વેટલેન્ડ'ના રક્ષણ માટે ભારત સરકારના પર્યાવરણ અને વન મંત્રાલય રાજસ્થાન સરકાર તેમજ ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ કમીટી જાપાનના સયુંકત પ્રયાસોથી 'રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ' ની રચના કરવામાં આવી છે. છેલ્લા થોડા વર્ષોથી વિશ્વમાં વિકાસના નામે શહેરીકરણની માત્રામાં વધારો થયો છે અને સાથે-સાથે ઔદ્યોગીકરણ પણ વધ્યું છે. આમ થવાથી વહેતાં પાણીના વહેણ અને તળાવોને ખૂબ જ નુકશાન થયું છે. તળાવોમાં આવેલા કુદરતી પાણીની ગુણવત્તા પણ પ્રદૂષણને કારણે દિવસે-દિવસે નબળી પડતી જાય છે. રામસર સંમેલન દ્વારા આવા ક્ષતિગ્રસ્ત તળાવો અને તેના પાણીની ગુણવત્તા સુધારવા માટે વિશ્વભરમાં પ્રયાસો થઇ રહ્યા છે. આપણા માટે ગર્વની વાત એ છે કે, ભારત પહેલો એવો દેશ છે જેણે જળ પ્રદૂષણને ડામવા માટે વ્યાપક કાનુન બનાવેલા છે અને વિશ્વ સ્તર ઉપર વર્ષ ૧૯૮૧માં 'રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ' દ્વારા આયોજિત સંમેલનમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ૨, ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ સર્વપ્રથમ રામસર સંમેલનને તૈયાર કરવામાં આવ્યો હતો અને એ બાદ ૨૧, ડીસેમ્બર, ૧૯૭૫થી પૂર્ણત: અમલમાં મુકવામાં આવેલો હતો.સર્વપ્રથમ રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડની શરૂઆત ૨, ફેબ્રુઆરીના રોજ શરૂ કરવામાં આવેલી હોવાથી જગત આખામાં ૨, ફેબ્રુઆરીને 'વર્લ્ડ વેટલેન્ડ ડે' તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૭૭થી વર્લ્ડ વેટલેન્ડ ડેની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે માટે એક થીમ નક્કી કરવામાં આવે છે અને એ થીમના અનુસંધાનમાં ઉજવણી કરવામાં આવે છે.[img_assist|nid=46150|title=LIST OF RAMSAR LAKES|desc=|link=none|align=left|width=98|height=181]ભારતમાં વેટલેન્ડના સંરક્ષણ માટેના અનેક પ્રયાસો સફળતાપૂર્વક કરવામાં આવેલા છે. ઓરિસ્સામાં આવેલા ચિલ્કા સરોવરના સંરક્ષણ અને તેના મરામત માટે ભારતને રામસર સંરક્ષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે ભાપાલમાં સરોવરના સંરક્ષણ માટેની ભારતની કામગીરીની વિશ્વસ્તરે પ્રશંસા થયેલી છે. વેટલેન્ડના સંરક્ષણ માટે સૌ પ્રથમ વર્ષ ૧૯૮૧માં પહેલું સંમેલન આયોજિત કરવામાં આવેલું હતું. આ સંમેલન બાદ દર બે વર્ષ વિશ્વના કોઇ એક દેશમાં આ સંમેલન સતત કરવામાં આવી રહ્યું છે. આવા સંમેલનોમાં વિશ્વના વિવિધ દેશોમાં રહેલા તળાવો લાંબા સમય સુધી કેવી રીતે લોકાઉપયોગી બની રહે એ અંગે વિચારણા કરવામાં આવે છે. આ ઉપરાંત આવા તળાવોના સંરક્ષણ અંગેની વ્યુહરચના પણ બનાવવામાં આવે છે.નદી, તળાવ, ભેજવાળી પોચી જમીન કે જેમાં સતત થોડા પ્રમાણમાં પાણી રહેતું હોય, ભેજવાળી પોચી એવી જમીનમાં કે જેના ઉપર સતત નહી પણ અમુક ઋતુમાં ચોક્કસ સમય સુધી પાણી રહેતું હોય, નદીઓના મુખત્રિકોણ પ્રદેશ, દરિયાકાંઠાના નજીકના કાદવવાળા વિસ્તારો, દરિયા નજીક ચેરિયાના વાવેતરવાળા વિસ્તારો, પરવાળાના પથ્થરોવાળા વિસ્તારો કે જે સતત દરિયાના પાણીથી ભીંજાયેલા રહેતા હોય છે, આ ઉપરાંત માનવો દ્વારા બનાવવામાં આવેલા ભીના વિસ્તારો જેવા કે, ફીશ પોન્ડ, તળાવો અને મીઠાના ઉત્પાદન માટે બનાવવામાં આવેલા સોલ્ટ પાન જેવા વિસ્તારોને રામસર કન્વેન્શન દ્વારા વેટલેન્ડ તરીકે વ્યાખ્યાયીત કરવામાં આવેલા છે. રામસર સંમેલન દ્વારા વિશ્વની વિવિધ વિસ્તારોને નીતિ-નિયમોની મર્યાદામાં રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલા છે. ૨, ફેબ્રુઆરી, ૨૦૦૭ના રોજ જાહેર કરવામાં આવેલી યાદીમાં ભારતના જમ્મુ અને કાશ્મીરના ચાર, કેરાલાના ત્રણ, હિમાચલપ્રદેશના ત્રણ, પંજાબના ત્રણ, રાજસ્થાનના બે, આરિસ્સાના બે તેમજ આંધ્રપ્રદેશ, મણીપુર, તામિલનાડું, ત્રીપુરા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળના એક-એક વેટલેન્ડ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતના આ કુલ ૨૫ વિસ્તારોને આંતરરાષ્ટ્રિય સ્તરે 'રામસર સાઇટ' તરીકે ઓળખવામાં આવે છે. એક સર્વેક્ષણ પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ ૮૩૧ વેટલેન્ડસ્ છે પણ ર્દુભાગ્યવશ એક પણ 'રામસર સાઇટ' તરીકે જાહેર કરવામાં આવેલું નથી. જોકે વેટલેન્ડસ્ ઇન્ટરનેશનલના મંતવ્ય પ્રમાણે ગુજરાતમાં ૩૧ વેટલેન્ડસ્ એવા છે જેનો સમાવેશ રામસર સાઇટની યાદીમાં થઇ શકે તેમ છે. બોમ્બે નેચરલ હીસ્ટ્રી સોસાયટીના મત પ્રમાણે ગુજરાતના ૬ વેટલેન્ડસ્નો સમાવેશ થઇ શકે છે જયારે ગુજરાત રાજય સકાર કહે છે કે, રામસર સાઇટમાં સમાવેશ થઇ શકે તેવું ગુજરાતમાં એક જ સરોવર છે અને તે છે નળ સરોવર! ગુજરાતમાં જે ૮૩૧ વેટલેન્ડસ્ છે તેમાંથી ૪૪૦ દરિયાકાંઠાના ખારાશવાળા વિસ્તારમાં આવેલા છે જયારે ૩૯૧ વેટલેન્ડસ્ 'ઇનલેન્ડસ્' એટલે કે એવા વિસ્તારમાં છે કે તેની આસ-પાસ કયાંય દરિયો નથી. જે તે વિસ્તારમાં આવેલા આ વેટલેન્ડસ્ આવેલા છે તે વિસ્તારની રાજય સરકાર દ્વારા તેની જાણવણી કરવામાં આવી રહ્યી છે. આવા વેટલેન્ડસ્ની જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને તેને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા વેટલેન્ડસ્નું મુખ્ય આકર્ષણ દેશી-વિદેશી યાયાવર પક્ષીઓ છે. ' વેટલેન્ડસ્ ઓફ નેશનલ ઇર્મ્પોટન્સ' દ્વારા ઓરિસ્સા રાજયના ચિલ્કા સરોવર જેવી વિવિધતા ધરાવતાં ગુજરાતમાં સાત વેટલેન્ડસ્ની યાદી તૈયાર કરવામાં આવેલી છે.[img_assist|nid=46151|title=LIST OF WETLANDS OF GUJARAT|desc=|link=none|align=left|width=318|height=438]ઉપરોકત યાદીમાં ભુજના હમીરસર તળાવનો સમાવેશ કેવી રીતે કરી શકાય તેના માટેના સનિષ્ઠ પ્રયાસો દરેક ભુજવાસીએ કરવા જોઇએ.
Path Alias
/articles/raamasara-kanavaenasana-ona-vaetalaenada
Post By: vinitrana