જળ સહયોગ -પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯

જળ સહયોગપરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૯

[img_assist|nid=47254|title=JAL SHYOG|desc=|link=none|align=left|width=199|height=107]જળ સહયોગના પાયામાં સહભાગીઓનો મંચ અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે દેશો વચ્ચે અને સહભાગીઓ વચ્ચે કેવી રીતે જળ સહયોગ કરી શકાય છે તે અંગે વાત કરીશું. બે દેશો વચ્ચે રહેલી પાણી અંગેની જટિલતા, વિવાદો રાજદ્વારી રીતે કેવી રીતે સંભાળી શકાય ? સંધિઓ, પ્રોટોકોલ્સ અને સંસ્થાકિય વ્યવસ્થાનો એકથી વધુ વખતનો ઉપયોગ સંબંધિત વિકાસ, જળસ્રોતો અને જીવસૃષ્ટિના રક્ષણ ઉપર આધાર રાખે છે. આ બાબતે તંત્ર વધુને વધુ પાણી સંસાધનો સંબંધિત વિવાદો રોકવા અને શાંતિપૂર્ણ ઉકેલ મેળવવા માટે તથા સ્પષ્ટતા મેળવવા માટે મદદરૂપ થાય છે. કેસ સ્ટડીના આધારે જયાં આંતરરાષ્ટ્રિય કાયદો આ પ્રકારે શાંતિપૂર્ણ ઉકેલ મેળવવામાં મદદરૂપ થયો છે ત્યાં નીચે જણાવેલા મુદાઓ સ્પષ્ટ થયા હતા:

૧. જળ સહયોગ બાબતે કરવામાં આવતી સંધિઓની શ્રેણીમાં કાનૂની માળખું૨. બન્ને પક્ષો વચ્ચે પ્રમાણમાં સારા પાડોશી તરીકેના સંબંધો૩. સમસ્યાઓના ઉકેલ માટે સંયુકત કમિશનની રચના૪. લવાદ માટે કરાર તૈયાર કરવો૫. પાડોશી દેશો વચ્ચે વહેતાં પાણીના જથ્થા અને ગુણવત્તા બાબતે નોંધપાત્ર પ્રતિકૂળ અસર

પાણી સંબંધિત વિવાદોમાં આંતરરાષ્ટ્રિય મુત્સદીગીરીએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. પાણી બાબતે વૈશ્વિક સ્તરે મુત્સદીગીરીનો રસ્તો અપનાવવામાં આવે છે. કયારેક બહુપક્ષીય કે દ્વીપક્ષીય પાણી સંધિઓ કે કરારોના વધુ વિકાસ અર્થે આવી મુત્સદીગીરીઓ વધારે અસરકારક સાબિત થાય છે તો કયારેક વૈશ્વિક ફ્રેમવર્કની સ્થાપના કરવામાં તે દિશાસૂચન કરી જાય છે. મોટેભાગે સંધિઓ કે કરાર કરતી વખતે સામાન્ય સિદ્ઘાંતો અને નિયત ફરજોનું માળખું સુયોજિત હોય છે. આ માળખું મધ્યસ્થી થઇ શકે છે અને વિવાદોનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થતું હોય છે. મોટેભાગે પાણી બાબતે જયારે મુત્સદીગીરી અપનાવવામાં આવે ત્યારે તેનો ધ્યેય જળ સહયોગ મેળવવાનો હોય છે.

જળ સહયોગ બાબતે સહભાગીઓની વાત કરીએ તો, એક સામાન્ય જળાશય માટે પણ તમામ સહભાગીઓ સયુંકત રીતે તેના વ્યવસ્થાપન, રક્ષણ અને વિકાસ માટે આયોજનના એક લયસ્તર ઉપર હોવા જોઇએ. આવા જળાશયોના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમનું વ્યવસ્થાપન કરવા માટે રાષ્ટ્રિય અને પ્રાદેશિક જળાશય મંત્રાલય, રીવર બેઝીન વ્યવસ્થાપન કરતી સંસ્થાઓ, સહભાગી જૂથો વચ્ચે જળ સહકારની ભાવના હોવી અત્યંત આવશ્યક છે. આવા સમયે નવા પડકારોનો સામનો કરવા માટે તેમજ જનજાગૃતિ વધારવા માટે દરેકે પોતાના વલણમાં ફેરફાર લાવવા જોઇએ. જળ સહયોગની ભાવના ત્યારે જ જન્મે જયારે આવા વિવાદો સમયે દરેક સહભાગીઓ પોતાના વ્યકિતગત વિરોધોને હાંસીયામાં ધકેલી દે. જળ વિવાદોના નિરાકરણ સમયે સામૂહિક સ્તરે વિચારવું જોઇએ અને દરેક સહભાગીઓના લાભાલાભને કેન્દ્રમાં રાખવા જોઇએ. આ પ્રમાણે જળ વિવાદોના ઉકેલ મેળવવાથી દરેક સ્તરના સહભાગીઓ સંતોષ પામી શકે.જળ સહયોગ દ્વારા પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરીને પાણી બાબતના પડકાર, લાભ અને અંર્તભાવની સુધારણા માટે વિશ્વના દેશો અને સહભાગીઓ વચ્ચે પરસ્પર આદર, સમજણ, શાંતિ, સુરક્ષા અને ટકાઉ આદર્શ આર્થિક વૃદ્ઘિને ઉત્તેજન આપી શકાય તેમ છે. જળ સંશાધન વ્યવસ્થાપન સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે એકી સાથે થવું જરૂરી છે. આ એક વિવિધસ્તરીય વ્યાપક અભિગમ તરીકેની કામગીરી ગણી શકાય. તમામ વપરાશકર્તાઓ સાથે સરકારી, ખાનગી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ સંવેદનશીલ અને વંચીત લોકો પ્રત્યે વિશેષ કાળજી રાખવી જરૂરી છે. મૂળભૂત રીતે જળ સહયોગ અને વ્યવસ્થાપનના વિકલ્પો સરકારી નીતિઓ સાથે સુસંગત હોવા જોઇએ અને સાથે-સાથે સમાજને પણ અનુરૂપ હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જળ સહયોગ અને વ્યવસ્થાપનના નિર્ણયો સામાજિક, રાજકિય અને જૈવિક પર્યાવરણની મર્યાદાને ધ્યાનમાં રાખીને કરવા જોઇએ અને કુદરતી સંશાધનોની ફાળવણી તથા વિતરણ સંતુલિત રીતે વૈશ્વિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. જળ સહયોગના વ્યવસ્થાપન બાબતના નિર્ણયોમાં તમામ સ્તરના લોકોએ સહભાગી થવું જોઇએ. તમામ સ્તરની સંતુલિત વ્યુહરચના વગર પારિસ્થિતિક તંત્રની એકસૂત્રતાને જાળવી રાખવી અશકય છે. જળ સંશાધનોના વિકાસ અને તેના રક્ષણ માટેની સંયુકત જવાબદારી જે-તે વિસ્તારના લોકોની ઉપર હોય છે. લોકોની સાથે તંત્ર પણ પ્રમાણિકતાથી સાથ આપે તે જરૂરી છે.

(સ્રોત:ઇન્ટરનેશનલ ડીકાડ ફોર એકશન-વોટર ફોર ઓલ:૨૦૦૫-૨૦૧૫)

વિનીત કુંભારાણા
Path Alias

/articles/jala-sahayaoga-parasapara-samajauutaithai-vaaisavaika-paanai-samasayaanao-ukaela

Post By: vinitrana
×