ભુજ શહેરની એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એકટ), જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિ, હોમ્સ ઇન ધ સિટિ સંસ્થાઓ તથા કલેકટરશ્રીના સયુંકત પ્રયાસથી આજ રોજ તા. ૨૩-૦૬-૨૦૧૪ના રોજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન પ્રોટોકોલ બનાવવા અને તેનું અનુકરણ કરવા અંગેની પદ્ઘતિ વિષયક એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતું.
[img_assist|nid=47592|title=Picture_1|desc=|link=none|align=left|width=403|height=302] કાર્યક્રમની શરૂઆતમાં કાર્યશાળાનો ઉદેશ્ય અંગે વાત કરતાં શ્રી શૈલેષ વ્યાસે જણાવ્યું હતું કે. આજના સમયમાં શહેરોની પરિસ્થિતિ પાણીના સંદર્ભમાં બદલાઇ રહ્યી છે. ચોમાસાના સમયમાં કેટલાક દિવસો એવા હોય છે કે શહેરમાં પૂરપ્રકોપ જેવી સ્થિતિ હોય છે. વરસાદના થોડા જ દિવસો બાદ પાણી કયાંથી લાવવું એ અંગેની મથામણમાં સામાન્ય માણસ પરોવાઇ જાય છે. તળાવો આપણી સાંસ્કૃતિક પરંપરા છે અને એ વાત સ્વીકાર્ય છે કે, ગામડાઓ કરતાં શહેરોમાં તળાવોનું નિર્માણ ચોક્કસ હેતુથી કરવામાં આવેલું છે. અત્યાર સુધી ભૂગર્ભજળ વ્યવસ્થાપનના મુદાને ગ્રામ્ય વિસ્તારના સંદર્ભમાં જ જોવામાં આવેલો છે. પણ, હવે આ જ અભિગમને શહેરના સંદર્ભમાં પણ જોવાના સમય આવી ગયો છે. પાંચ વર્ષ પહેલા આ મુદા અંગે વિચાર કરવામાં આવ્યો હતો ત્યારે એક સવાલ હતો કે, કેવી રીતે કરીશું, પરંતુ એકટ, જે.એસ.એસ.એસ., સહયોગી સંસ્થાઓ, સરકારી તંત્ર અને દાતાઓશ્રીના સહકારથી આ કાર્યની પહેલ કરવામાં આવી અને તેમાં સફળતા પણ મળી. આ કામગીરીઓ કરતાં-કરતાં ઘણા અનુભવો થયા. આ અનુભવોનું અન્યોની સાથે આદાન-પ્રદાન થાય, તેનું ચિંતન થાય તેમજ તેનું કેવી રીતે અનુકરણ કરી શકાય એ અંગેના મનોમંથન માટે આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત આવનારા સમયમાં કેવી કામગીરી કરવાની જરૂર છે એ અંગેનો એક 'રોડમેપ' તૈયાર થાય એ પણ આ કાર્યશાળાનો હેતુ છે.
કાર્યક્રમના ઉદેશ્યની રજૂઆત બાદ ભુજ શહેરના કલેકટરશ્રીએ પ્રાસંગિક વકતવ્ય આપતાં કહ્યું હતું કે, કચ્છમાં રહેતો એક-એક માણસ પાણીની કિંમત સમજે છે. આપણા રાજયના બીજા ભાગોમાં જે વરસાદ પડે છે તેના કરતાં કચ્છમાં ઓછો વરસાદ પડે છે. હાલના સમયમાં શહરનો વિસ્તાર વધી રહ્યો છે, ઉદ્યોગો વધી રહ્યા છે અને આપણે વરસાદી પાણીના સંગ્રહ કરવાની આપણી જૂની પરંપરાને ભૂલી રહ્યા છીએ ત્યારે તેને ફરી જીવંત કરવાની સાથે પાણીના ક્ષેત્રમાં સ્વાયત થવાની ખૂબ જ જરૂર છે. આજે આપણે પીવાના પાણી માટે નર્મદાના યોજના ઉપર આધારિત છીએ જેના માટે આપણે મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. જોકે આપણી પાસે જે આપણા સ્થાનિક સ્રોતો છે તેનો આપણે અસરકારક ઉપયોગ કરી રહ્યા નથી. ભુજ શહેરની સ્થાનિક સ્વેચ્છિક સંસ્થાઓની સાથે દરેક નાગરીકે આ બાબતે વિચાર કરવાની જરૂર છે. આ બાબતે એકટ સંસ્થાએ સ્થાનિક સિનીયર સીટીજનો સાથે સંયોજન કરીને જે.એસ.એસ.એસ. ની સ્થાપના કરી અને પાણી બાબતે કાર્ય કરીને ઉપયોગી માહિતી એકત્રીકરણ કર્યુ છે. ચાલુ વર્ષે જયુબેલી કોલોનીમાં વરસાદી પાણી સંગ્રહ અને ભૂગર્ભજળ વ્યવસ્થાન અંગે ઉલ્લેખનીય કામગીરી કરવામાં આવેલી છે. આવી કામગીરીઓ દરેક સોસાયટીઓમાં થાય તે જરૂરી છે. આજનો આ કાર્યક્રમ આગામી સમયમાં આપણે ભુજ શહેરમાં વરસાદી પાણી સંગ્રહની સાથે ભૂગર્ભજળ વ્યવસ્થાન સહભાગીદારીથી કેવી રીતે કરી શકાય એ અંગે ચિંતન કરવાનો છે. આ એક સસત ચાલુ રહેતી પ્રક્રિયા છે જેમાં સ્થાનિક સંસ્થાઓએ સાથે મળીને કેવી રીતે કાર્ય કરી શકાય એ અંગેનું આયોજન થવું જોઇએ. આ કાર્યમાં બેંગલોરની સંસ્થા આરગ્યમ્ દ્વારા જે સહકાર મળી રહ્યો છે તે ખરેખર પ્રશંનિય છે.
ત્યારબાદ એકટ સંસ્થાના ડાયરેકટશ્રી યોગેશ જાડેજાએ ભુજ શહેરમાં સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન અને જળ સુરક્ષા અંતર્ગત એક પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. આ પ્રેઝન્ટેશન દ્વારા તેમણે ભુજ શહેરની જળસ્રોતોની સ્થિતિ, હાલના સમયમાં તંત્ર દ્વારા કરવામાં આવતું પાણી વિતરણ, પાણી અંગેની મુશ્કેલીઓ, શા માટે પાણી બાબતે સ્વાયત થવું જોઇએ, સ્વાયત થવા માટેનું વિઝન અને અમલીકરણ અંગેની પદ્ઘતિઓ વિશે જણાવ્યું હતું. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે, સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે કેટલીક સહભાગીદારીને પણ સમજવી જરૂરી છે, કારણ કે, ભૂગર્ભજળ સ્રોત અથવા તો સપાટીય જળસ્રોતનું વ્યવસ્થાન કરવાનું હોય ત્યારે એક કરતાં વધારે હિતધારકો તેની સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત શહેરનો વિકાસ થાય ત્યારે જમીન વપરાશ બદલાય જાય છે ત્યારે એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, સ્થાનિક જળસ્રોતો અને જળમાર્ગોને અડચણરૂપ થાય એ રીતે જમીન વપરાશ કરવો જોઇએ નહી. સોથી અગત્યની વાત એ છે કે, જેમ ગામડાઓમાં વિકેન્દ્રિત આયોજન કરવું શકય છે તેમ શહેરમાં શકય છે કે નહી તે પણ આ પ્રક્રિયાના માધ્યમથી ચકાસવાનો આપણે અહી પ્રયત્ન કરી રહ્યા છીએ.
જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના કન્વિનર શ્રી તરૂણકાંત છાયાએ કેવી રીતે આ સમિતિ અસ્તિત્વમાં આવી તેની વિગતવાર વાત કરી હતી. તેમણે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, જેમ ગામડાઓમાં પાણીને સાચવીને રાખવામાં આવે છે તેમ શહેરોમાં પણ પાણીને સાચવીને રાખવું જરૂરી છે. આ માટે આપણે બધાએ સાથે મળીને કાર્ય કરવું પડશે.[img_assist|nid=47593|title=Picture_2|desc=|link=none|align=left|width=403|height=302]એચ. આઇ. સી. તરફથી શ્રી અલ્કાબહેન જાનીએ શહેરમાં થયેલી વિવિધ કામગીરી અંગેની વાત કરી હતી.
કાર્યક્રમની ફળશ્રૃતિના સંદર્ભમાં અંતમાં મુકત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આ પ્રમાણે રજૂઆત કરવામાં આવી હતી:૧. ડી.આઇ.એલ.આર. આગામી સમયમાં શહેરના તમામ તળાવો તેમજ તેના આવક-જાવક ક્ષેત્ર તેમજ જળમાર્ગોની માપણી કરી તેને નકશા ઉપર અંકિત કરવાની કામગીરી કરશે.૨. શહેરના જળસ્રોતોના વ્યવસ્થાપન માટે કાર્યરત જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતિના સશકિતકરણ માટે અને નિર્ણયાત્મક ભૂમિકા અંગે સરકારી વિભાગો દ્વારા સહકાર મળે એ પ્રમાણે કામગીરીની વ્યુહરચનાઓ બનાવવી.૩. અત્યાર સુધી એકટ દ્વારા કરવામાં આવેલા કાર્યો તેમજ અનુભવોનું દસ્તાવેજીકરણ કરી શહેરના બિલ્ડરો, ઇજનેરો, આર્કિટેક સાથે જોડાણ કરી તેનું વિસ્તૃતિકરણ કરવાની કામગીરી કરવી અને જે-તે વિસ્તારને આ પ્રક્રિયાનો ભાગ બનાવવો૪. ભૂગર્ભજળ રિચાર્જ તેમજ કેમ્પસ વોટર હાર્વેસ્ટિંગ માટે સક્ષમ એકમો જેવા કે, સરકારી કચેરીઓ, કોલેજ કેમ્પસ, સોસાયટીઓના કોમન પ્લોટ, યુનિવર્સિટિ આવી કામગીરીઓ હાથ ઉપર લે તેવા સઘન પ્રયાસો કરવા૫. અન્ય શહેરો જેવા કે, માંડવી, ગાંધીધામ પણ આવા કાર્યો કરવામાં આગળ આવે જેમાં ભુજ સ્થિત સંસ્થાઓ તેમને આવા કાર્યો કરવામાં મદદરૂપ થાય તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.૬. દર ત્રણ મહિને આવી કામગીરી અંગે શું શું કરવું જોઇએ એ અંગે કલેકટરશ્રી સાથે મિટિંગનું આયોજન કરવું
આ કાર્યશાળામાં એકટ, જે.એસ.એસ.એસ., એચ. આઇ. સી. પાર્ટનર સંસ્થાઓ, હુન્નરશાળા, કચ્છ નવનિર્માણ અભિયાન, સહજીવનના કાર્યકર્તાઓની સાથે માંડવી, મુન્દ્રા વિસ્તારના હિતધારકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત સિંચાઇ વિભાગ, ડીસ્ટ્રીક લેન્ડ રેકોર્ડ વિભાગ તેમજ વન ખાતાના અધિકારી, નગરપાલિકાના સભ્યો તથા ભાડાના ચેરમેનશ્રીની સાથે નામાંકિત શહેરીજનો પણ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ કાર્યશાળામાં આરગ્યમ્ સંસ્થા તરફથી આવેલી ટીમ પણ આ કાર્યશાળામાં હાજર રહી હતી.કાર્યશાળાનું સમાપન શ્રી તરૂણકાંત છાયાએ આભારવિધિ દ્વારા કર્યુ હતું.
વિનીત કુંભારાણા

Path Alias
/articles/bhauja-sahaera-maatae-sahabhaagai-bhauugarabhajala-vayavasathaapana-paraotaokaola
Post By: vinitrana