Posted on 22 Dec, 2014 08:10 PMગુજરાત રાજયની ભૂર્ગભ અને સપાટીય જળ સંપત્તિ અપૂરતી અને મર્યાદિત હોવાને કારણે સંકલિત આયોજન દ્વારા રાજયના જળસંશાધનોનો વિકાસ કરવો જરૂરી છે. રાજયના કેટલાક ભાગોમાં વધુ પ્રમાણમાં ખેંચાતી ભૂર્ગભજળ સંપત્તિ સામે પાણીનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન અને કાર્યક્ષમ ઉપયોગ માટે કડક પગલાઓ લઇ વિનીમય અને નિયંત્રણ કરવું જરૂરી છે.