આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં તળાવોની આપણી પ્રાચીન સંસ્કૃતિ ભૂલાતી જતી હોય એવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. થોડા સમય પહેલા જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા ભુજ શહેરની સીમમાં આવેલા તળાવોનું એક સર્વેક્ષણ કરવામાં આવેલું હતું. આ સર્વેક્ષણ પ્રમાણે 'ભાડા'ની સીમમાં આવેલા કુલ ૪૨ તળાવો છે જેમાં ભુજ શહેરની સીમમાં આવેલા ૨૯, હરીપર ગામની હદમાં ૪, મિર્ઝાપર ગામની હદમાં ૩, બી.એસ.એફ.ની હદમાં ૨ અને માધાપર ગામની હદમાં આવેલા ૪ તળાવોનો સમાવેશ થાય છે. આ ૪૨ તળાવોનું વર્ગીકરણ કરીએ તો ૨૯ જેટલા તળાવો આપણી નજર સમક્ષ છે(ઉદાહરણ:હમીરસર તળાવ), સીલ્ટીંગ થઇ ગયેલું હોય તેવા કુલ ૧૩ તળાવો છે(ઉદાહરણ:હામદ્રાઇ તળાવ), સંપૂર્ણપણે લુપ્ત થઇ ગયેલા ૬ તળાવો છે(ઉદાહરણ:જીવણરાય તળાવ), પ્રદૂષણનો ભોગ બનેલા કુલ ૧૧ તળાવો છે(ઉદાહરણ: પાંજરાપોળવાળું તળાવ, દેશલસર તળાવ), ગેરકાયેદસર દબાણથી બચી ગયેલા ૭ તળાવો છે(ઉદાહરણ: પ્રાગસર તળાવ), ઘરવપરાશ અને પીવાના પાણીના સ્રોત તરીકે વપરાતાં ૬ તળાવો છે(ઉદાહરણ:રાજગોરાઇ તળાવ).
ભુજ શહેરના તળાવોની વાત કરીએ તો એક વાત ચોક્કસ છે કે, હમીરસર તળાવ નસીબદાર છે. હમીરસરને લોકો દ્વારા 'માન-મોભો' આપવામાં આવલો છે અને તેની સાપેક્ષે દેશલસર તળાવને ઉપેક્ષીત કરવામાં આવેલું છે. જીવણરાઇ તળાવનું મહ_વ સમજયાં વગર તેને નામશેષ કરી નાખવામાં આવ્યું છે જયારે પ્રાગસર તળાવ બાબતે વિવાદ ચાલે છે. ભુજ શહેરમાં અને તેની આસપાસ આવેલા લગભગ દરેક તળાવો હમીરસર તળાવની સાથે સલગ્ન છે. કેટલાક તળાવો તો હમીરસરના કેચમેન્ટ વિસ્તારમાં આવેલા છે. ભુજ શહેરની પાણીની જરૂરિયાતને સમજીને અગાઉના સમયમાં ખૂબ જ સરસ પાણીનું આયોજન કરવામાં આવેલું હતું જે આજે પડી ભાંગ્યું છે.
શહેરોમાં આવેલા તળાવોની માલિકી હક્ક શહેરની નગરપાલિકા અથવા મ્યુનિસીપાલિટીનો હોય છે. આવા તળાવોને સાચવવાની જવાબદારી તંત્રની હોય છે. ભુજના પ્રાગસર તળાવનું અસ્તિ_વ વર્ષ ૨૦૦૧ પહેલા હતું પણ એ પછી આવેલા ભૂકંપને કારણે તેનું અસ્તિ_વ નષ્ટ પામ્યું. ભૂકંપને કારણે ઉદ્ભવેલો કાટમાળ પ્રાગસર તળાવમાં નાખવામાં આવેલો હતો જેને કારણે આ તળાવ ખરેખર તળાવ ન રહેતાં એક બહુ મોટા 'ખાડા'નું સ્વરૂપ ધારણ કરી લીધું છે. જોકે પ્રાગસર તળાવ એક જળાશય છે તે પુષ્ટિ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૧ અને ૨૦૦૫ના હાઇકોર્ટના ચુકાદા પ્રમાણે પ્રાગસર તળાવ એક જળાશય છે અને તેનો વિસ્તાર ૫૪.૦૪ હેકટર છે તથા તેની માલિકી હક્ક નગરપાલિકાની છે. હમીરસર અને દેશલસર તળાવની સાથે પ્રાગસર તળાવ પણ અગત્યનું છે. જયારે હમીરસરમાંથી પાણી ઓગને છે ત્યારે એ પાણી સંજોગનગરથી થઇને ખાસરા(ખારા સરા ઊપરથી) તળાવમાં આવે છે અને પછી એ પાણી પ્રાગસર તળાવમાં જમા થાય છે. ગત વર્ષમા પડેલા વરસાદના પાણીને આ પ્રકારે વહેણ ન મળતાં પાણી શહેરમાં ધસી આવ્યું હતું. શહેરમાં આવેલા દરેક તળાવોની એક અગત્યતા છે. આવા તળાવોની જાળવણી કરવી જરૂરી છે આજે જયારે ભુજ શહેરમાં ૪૨ તળાવોની ઓળખ કરવામાં આવી છે તે તળાવોમાંથી ભુજના એકવીફરને રિચાર્જ કરતાં તળાવોનો અભ્યાસ કરી તેનું નોટીફિકેશન કરાવવું જરૂરી છે. હાલમાં આ તળાવો જે હાલતમાં છે તે હાલતમાં તંત્રએ પોતાના હસ્તક લઇને તેના વિકાસના કાર્યો અંગેનું આયોજન કરવું જોઇએ. જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા આવા તળાવોની ઓળખ માટે અને લોકો આવા તળાવો પ્રત્યે જાગૃત થાય એ માટે તારીખ ૨૭, ડીસેમ્બર, ૨૦૧૧ના રોજ એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું હતુ. આ કાર્યશાળાનો હેતુ ભુજ શહેરને જળ સ્વાવલંબનની દિશામાં લઇ જવાનો હતો. આ કાર્યશાળામાં થયેલી ચર્ચા મુજબ આપણા પરંપરાગત તળાવો ઉપર થઇ ગયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી સત્વરે ઉપાડવી જોઇએ. જોકે દબાણો હટાવવા સંઘર્ષપૂર્ણ કામગીરી છે પણ પ્રજાના હિતમાં આવા સંઘર્ષ પણ સહર્ષ સ્વીકારી લેવાની જવાબદારી ઉપાડી લેવી જરૂરી બની જાય છે. તંત્રના નેતૃત્વ હેઠળ આવા કાર્ય લોકભાગીદારીથી થાય તે અગત્યનું છે. ભુજ શહેરની આસપાસ આવેલા દરેક તળાવોને એક બીજા સાથે સાંકળી લઇ, તેના ઉપર ફલડ કંટ્રોલ સીસ્ટમ બેસાડવી જોઇએ જેથી આવા તળાવો દ્વારા ભુજના એકવીફરને સારૂં એવું રિચાર્જ મળી શકે. ભુજ શહેરને તળાવોના માધ્યમથી જળ સ્વાવલંબનની દિશામાં લઇ જવા માટે એક માસ્ટર પ્લાનની જરૂર છે. ભુજ શહેરના અલગ-અલગ વિસ્તાર પ્રમાણે નાના-નાના સેગમેન્ટમાં વિક્રેન્દ્રિત આયોજન અમલમાં મુકવું જોઇએ.
આપણી પ્રાચીન સંસ્કૃતિની ધરોહર જેવા તળાવોને અનંત સમય માટે જીવંત સાખવા માટે તળાવોના વિકાસના કાર્યો કરવા માટે લોકભાગીદારી અગત્યની છે. આવા કાર્યોમાં લોકભાગીદારી આવે એ માટે જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી દ્વારા 'તળાવ પરિક્રમા' નામક એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ 'તળાવ પરિક્રમા' અભિયાનમાં ભુજ વિસ્તારમાં આવેલા દરેક તળાવની રૂબરૂ મુલાકાત લઇ તેનું મહ_વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ તળાવ પરિક્રમાની ફળશ્રૃતિને અનુપમ મિશ્રા લિખીત 'આજ ભી ખરે હૈ તાલાબ' તથા 'રાજસ્થાન કી રજત બુંદે' પુસ્તકો જેવી હોઇ શકે! હજારો, લાખો તળાવો અચાનક શૂન્યમાંથી પ્રગટ થયા નથી, એ તળાવો પાછળ લાંબાગાળાનું એક ચોક્કસ આયોજન છે. તળાવો ખોદીને બનાવનારા અનામી મજૂરોની સખત મહેનત છે. વર્ષોથી ચાલી આવતી તળાવોની પરંપરાગત આ સંસ્કૃતિને સિમેન્ટ ક્રોંક્રિટના કાટમાળમાં ધરબી દેવી કેટલા અંશે વાજબી છે???
વિનીત કુંભારાણા

Path Alias
/articles/sahaeranaa-talaavao-anae-apanai-laokabhaagaidaarai-2
Post By: vinitrana