શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧

શહેરી જળવિસ્તારો માટે ભૂગર્ભજળ વ્યવસ્થાપનનું આયોજન-મુશ્કેલીઓ અને નિવારણ-૧

શહેરી વિસ્તારોમાં ભૂગર્ભજળ સ્રોતોની સાથે સપાટી સ્રોતોનું પણ મહત્વ ખૂબ જ અગત્યનું છે. સપાટીય સ્રોતો મુખ્યત્વે વિસ્તારની રૂપરેખા(ટોપોગ્રાફી), ભૂ-વિજ્ઞાન(જીયોગ્રાફી), વરસાદનું પ્રમાણ, વહેતું પાણી(રનઓફ), વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઉપર અવલંબિત હોય છે. ભૂગર્ભજળ વ્યવસ્થાપન જળભૂસ્તર વિજ્ઞાન(જિયોહાઇડ્રોલોજિ) કરતાં ઉપરોકત મુદ્રાઓ ઉપર આધાર રાખે છે. આથી ઉપરોકત મુદ્રાઓ પરત્વે ધ્યાન આપવું વધારે અગત્યનું છે. શહેરોમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન મુખ્યત્વે વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભજળ રિચાર્જ દ્વારા કરવામાં આવે છે. ભૂગર્ભજળ વ્યવસ્થાપનની વિચારણા મુખ્યત્વે ભૂગર્ભજળનું શોષણ, રિચાર્જ અને તેની ગુણવત્તા ઉપર મદાર રાખે છે. આપણી પોતાની જમીનમાંથી ભૂગર્ભજળનું કેટલું ખેંચાણ કરવું એ અંગેનો કોઇ કાયદો છે નહી, પણ એ આપણી વિવેકબુદ્ઘિનો વિષય છે. કેટલી ઊંડાઇએથી પાણીનું ખેંચાણ કરવું એ અંગે કોઇ મર્યાદા નથી પણ એ આપણા હાથની વાત છે કે, આપણે ઓછી ઊંડાઇએથી પાણી મેળવી શકીએ. આપણે ભૂગર્ભજળના ખેંચાણની સાથે ભૂગર્ભમાં વરસાદી પાણીનું રિચાર્જ પણ કરવું જોઇએ જેથી ભૂગર્ભજળની ઊંડાઇ જળવાઇ રહે. મોટેભાગે કોઇપણ વિસ્તાર માટે જે આયોજન અને નીતિઓ બનાવવામાં આવે છે તેમાં રાજકિય અને સામાજિક અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. ઘણી વખત જળવિજ્ઞાન(હાઇડ્રોલોજિ) અને જળ-ભૂસ્તરવિજ્ઞાન(જિયોહાઇડ્રોલોજિ) અંગેનું જ્ઞાન અને જે-તે વિસ્તારના માગ અને પૂરવઠાના પ્રમાણ અંગે અલગતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી દ્વારા રિચાર્જ અંગેની પ્રવૃતિને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે પણ જળ-ભૂસ્તરવિજ્ઞાનના આધારે એવું કહી શકાય કે, તેની બાજુમાં આવેલા વિસ્તારમાં આવા રિચાર્જના કારણે પાણીનો ભરાવો પણ થઇ શકે તેમ છે જે પૂર સંકટમાં પરિણમે એવું પણ બને! એવી જ રીતે સતત પાનીના ખેચાણના કારણે જે-તે વિસ્તારનું પાણીનું સ્તર એકદમ નીચું જતું રહે છે અને દરિયાનું ખારૂં પાણી સ્રોતોમાં આવી જવાની શકયતા વધી જાય છે. આથી જે-તે વિસ્તારના જળભૂસ્તરવિજ્ઞાનની સાથે તે વિસ્તારના માગ અને પૂરવઠાના પ્રમાણને પણ જોડવું જોઇએ એ બાદ જ ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગેની સાચી કાર્યવાહી કરી શકાય. શહેરી વિસ્તારોમાં આ બાબત ત્યારે જ શકય બને કે, આયોજન અને સંચાલકિય સ્તરોને સ્થાપિત કરતાં પહેલા તે વિસ્તારની સામાજિક અર્થવ્યવસ્થાને સાદ્રશ્ય હોય!શહેરી વિસ્તારોમાં આવેલી પાણી પૂરવઠાની કચેરીમાં ભૂગર્બજળ સ્રોતો અને તેના પૂરવઠા અંગેની 'ઓફિસીયલ' માહિતી જ હોય છે. આ કચેરીઓ પાસે અંગત માલિકીના કૂવા-બોરવેલમાંથી ઉલેચવામાં આવતા પાણી કે ટેન્કર દ્વારા સપ્લાય કરવામાં આવતા ભૂગર્ભજળ અંગેની માહિતી હોતી નથી. આવા સંજોગોમાં ભૂગર્ભજળ અંગેની તેમજ તેના વપરાશ અને રિચાર્જ અંગેની ચોક્કસ માહિતી મળી શકતી નથી. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના નેટવર્ક દ્વારા જે કૂવા-બોરવેલનું મોનિટરિંગ કરવામાં આવે છે તેની સંખ્યા ઓછી હોય છે અને આવા કૂવા-બોરવેલ વચ્ચે અંતર પણ વધારે હોય છે. આથી આ પ્રકારના મોનિટરિંગથી ભૂગર્ભજળ અંગેની ચોક્કસ માહિતી મેળવવી કેટલા અંશે વાજબી ગણી શકાય તે એક મનોમંથનનો વિષય છે. ભૂગર્ભજળના મોનિટરિંગ દ્વારા ભૂગર્ભમાં કેટલું રિચાર્જ કરવું તેની યોગ્ય માહિતી આપણને મળી શકે છે. આ સાથે આપણી પાસે ભૂગર્ભજળના વપરાશના પણ સાચા આંકડા હોવા જરૂરી છે. આ બન્ને માહિતીના સમન્વયથી જ ભૂગર્ભજળ રિચાર્જનું સાચુ ચિત્ર આપણી સમક્ષ આવી શકે છે.

ભૂગર્ભજળ દુર્લભ છે તેની યોગ્ય માવજત કરવી તે આપણી ફરજ છે. બારમી પંચવર્ષિય યોજનાના હેવાલના વોલ્યુમ:૨ ના પાના નંબર ૩૪૫ નીચે જણાવ્યા પ્રમાણેની ભલામણો કરવામાં આવી છે:

૧. શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં પાણીની ફાળવણી અંગેના મુદ્રાને યોગ્ય રીતે તપાસીને રાષ્ટ્રીય સ્તરનું તણાવ ઓછું કરવાની જરૂર છે. શહેરી વિસ્તારોમાં ઓદ્યોગિક વિકાસ શહેરની પાણીની જરૂરિયાતને વધારે છે. આવા સમયે શહેરના ઉદ્યોગોએ જરૂર પૂરતાં પાણીના સ્રોતોનું ખનન કરવું જોઇએ જેથી આપણે આવનારી પેઢી માટે ભૂગર્ભજળનો જથ્થો અનામત રાખી શકીએ.

૨. પાણી પૂરવઠા અને તેના વિતરણના ખર્ચમાં ઘટાડો લાવવા માટે જર્જરિત વિતરણ વ્યવસ્થાનું સમારકામ કરવું જોઇએ અને સ્થનિક જુના ભૂગર્ભજળસ્રોતોનું નવિનીકરણ કરવું જોઇએ. મોટાભાગે શહેરી વિસ્તારોમાં પાણી સપ્લાય શહેરથી દૂર આવેલા સ્રોતથી આપવામાં આવે છે જેને કારણે પાણીના પરિવહનની કિંમત વધે છે સાથે લીકેજની શકયતાઓમાં પણ વધારો થાય છે. આથી પાણી સપ્લાયના સ્રોત વપરાશકર્તાઓથી નજીક હોવા જરૂરી છે. શહેરી સ્રોત તરીકે વહેતા વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઇએ અને શહેરમાં જે જળાશયો આવેલા છે તેમાથી જ શહેરોમાં પાણીનું વિતરણ કરવું જોઇએ.

૩. પાણી પૂરવઠાની ગણતરીમાં ભૂગર્ભજળનો સમાવેશ કરવો જોઇએ. જયારે કોઇ એક શહેર માટે પાણીનું આયોજન કરવાનું હોય છે ત્યારે પાણીનો બચાવ અને તેના રિચાર્જ ઉપર ધ્યાન આપવામાં આવે છે પણ ભૂગર્ભજળના વિકાસને આયોજનમાંથી બાકાત રાખવામાં આવે છે. જે વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પાણી મળી શકતું નથી ત્યાં ફરજિયાત ભૂગર્ભજળના નિષ્કર્ષણ ઉપર આધાર રાખવો પડે છે.

ખેર, સૌથી મોટી સમસ્યા તો એ છે કે, જે વિસ્તારોમાં પાઇપલાઇન દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે તે અનુચિત છે અથવા તો ક્ષતિ ભરેલા છે. આ ઉપરાંત શહેરો માટે જે દૂરથી ભૂગર્ભસ્રોતો દ્વારા પાણી પાઇપલાઇન દ્વારા પહોચાડવામાં આવે છે તેની આયાત મોંઘી પડે છે. આથી એક શહેરના પાણીના આયોજનમાં ભૂગર્ભજળનો ટકાઉ અને કાર્યદક્ષ ઉપયોગ થઇ શકે એ માટે ભૂગર્ભજળના માપનને આયોજનમાં સમાવેશ કરવો જોઇએ.

(ક્રમશ:)

વિનીત કુંભારાણા
Path Alias

/articles/sahaerai-jalavaisataarao-maatae-bhauugarabhajala-vayavasathaapananaun-ayaojana

Post By: vinitrana
×