સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન: એક પરિચય

વિશ્વમાં પાણીને બે પ્રકારે ઓળખવામાં આવે છે ગ્રીન વોટર અને બ્લુ વોટર. પૃથ્વી ઉપર વરસાદ દ્વારા મળતાં પાણીને ગ્રીન વોટર કહેવામાં આવે છે. આ પાણી આપણને કુદરતી રીતે મળે છે. પૃથ્વીના વાતાવરણમાં એક જળચક્ર સ્થાપિત થયેલું છે. આ જળચક્રના માધ્યમથી વરસાદ દ્વારા પૃથ્વી ઉપર પાણી મળી રહે છે. વરસાદનું આ પાણી પૃથ્વી ઉપર નદીઓ, તળાવો, વેટલેન્ડસ્ અને ખડકોમાં સંગ્રહ થાય છે. સંગ્રહીત થયેલા આ પાણીને બ્લુ વોટર કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખેતીમાં ૭૦% બ્લુ વોટરનો ઉપયોગ કરવામાં આવે છે.

પૃથ્વી ઉપર જે ખડકોમાં પાણી મળે રહે છે તેને એકિવફર કહેવામાં આવે છે. એકિવફરમાં સંગ્રહીત થયેલા પાણીને ભૂગર્ભજળ કહેવામાં આવે છે. વિશ્વમાં મળી આવતાં કુલ પાણીના માત્ર ૦.૬૧% પાણી જ ભૂગર્ભજળ તરીકે સંગ્રહાયેલું છે. પાણીના વ્યવસ્થાપનના સંદર્ભમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન એક પડકારના સ્વરૂપમાં આપણી સમક્ષ આવી રહ્યું છે. ભારતવર્ષના ૯૫% ગ્રામીણ વિસ્તારો પીવાના પાણી માટે ભૂગર્ભજળ ઉપર આધારિત છે. ભારતવર્ષમાં ઇ.સ. ૧૯૫૧ માં જળની ઉપલબ્ધતા ૫૧૭૭ મિલિયન ઘનમીટર હતી જે ઇ.સ. ૨૦૦૧ માં ઘટીને મિલિયન ૧૮૬૯ ઘનમીટર થઇ હતી. પચાસ વર્ષના ગાળામાં પાણીની ઉપલબ્ધી ઘટીને ત્રીજા ભાગની થઇ તેની સામે વસ્તી પણ ત્રણ ગણી વધી ગઇ છે. જો આ પ્રમાણે જ વસ્તીવધારો અને પાણીનો વપરાશ કે વ્યય થતો રહેશે તો એક અંદાજ પ્રમાણે ઇ.સ. ૨૦૨૫ માં પાણીની ઉપલબ્ધી મિલિયન ૧૩૪૧ ઘનમીટર જેટલી થઇ જશે. આવનારા વર્ષોમાં કદાચ જળ મેળવવા માટે રીતસરનો સંઘર્ષ કરવો પડશે.


વિશ્વ જળ દિવસ નિમિત્તે યુ. એન. વોટર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી 'એડવોકસી ગાઇડ એન્ડ એકશન હેન્ડ બુક'માં નોંધવામાં આવેલી હકીકતો અનુસાર વિશ્વના શહેરોમાં વસતિ વધારાનો દર ૨ વ્યકિત/સેકન્ડ છે જયારે વિકાસ પામી રહેલા દેશોમાં છેલ્લા દશ વર્ષમાં શહેરોમાં ૯૫% વસતિ વધારો શહેરોમાં થયો છે. છેલ્લા દશકામાં વિશ્વના દેશોમાં ૮૨૭૬ કરોડ લોકો શહેરોમાં વિસ્થાપિત થયેલા છે અને તેઓ પીવાના પાણીની અછત અને ગંદકી જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં આજની તારીખે ૨૭% લોકો ઘરે પાઇપલાઇનથી પાણી મેળવી શકતા નથી. વિશ્વના એક મેગા સીટીમાં દર વર્ષે સરેરાશ ૨.૫ થી ૫ લાખ લિટર પાણી પાઇપલાઇનમાંથી લીકેજ થતું રહે છે. પાણીની ઉપલબ્ધીની સામે વપરાશકર્તાઓ દ્વારા પાણીનો બગાડ વધી રહ્યો છે. વપરાશની સામે ભૂગર્ભજળના સંગ્રહની સાપેક્ષે ભૂગર્ભજળનું શોષણ કરવાની પ્રવૃતિઓ વધી રહી છે ત્યારે સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન એક અગત્યનો મુદ્રો બની જાય છે.


પૃથ્વી ઉપર ખૂબ જ ઓછા જથ્થામાં હોવા છતાં ભૂગર્ભજળ સ્રોત એ માનવજીવનની પાણીની જરૂરિયાત સંતોષવા માટેનો ટકાઉ અને લાંબાગાળાનો સ્રોત છે. પ્રવર્તમાન સમયમાં તેનો બેફામ ઉપયોગની સાથે શોષણ પણ થઇ રહ્યું છે. આવા સંજોગોમાં ભવિષ્યમાં આ સ્રોત આપણી પીવાના પાણીની જરૂરિયાત સંતોષશે કે નહીં? તે બાબતે પ્રશ્ર ઉભો થાય છે અને ખેતીપ્રધાન ભારતવર્ષના ખેતી જેવા મહ_વના ઉદ્યોગની કમર તૂટી જાય તેવો પણ ભય રહેલો છે. આથી યોગ્ય સમયે આવા સ્રોતને સાચવીને તેનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી બને છે અને તેનાં તમામ સ્તરના ઉપભોકતાઓમાં આ બાબતે જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી બને છે.

ભૂગર્ભજળ સમસ્યા અને તેનું વ્યવસ્થાપન જેવા મુદ્રાઓ નવા હોઇ તેના ઉપર આજે આપણી પાસે પૂરતાં અનુભવો અને જ્ઞાન સામાજિક સ્તરે અપૂરતાં છે. આવા અનુભવોની ખાઇ પૂરવા દેશભરમાં પાંચેક સંસ્થા અનુક્રમે એકવાડમ, એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એ.સી.ટી.), વાસન, પી. એસ. આઇ., આરગ્યમ્ દેશના મુખ્ય પાંચ ભૂભૌેગોલિક ભાગોમાં પહેલ કરી છે જેમાં દેશના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપનની કામગીરી માટે લોકોમાં જાગૃતિ આવે અને વધુને વધુ લોકો આ કામગીરીમાં જોડાઇ એ માટે ગુજરાતમાં કચ્છસ્થિત એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ(એ.સી.ટી.) સંસ્થાએ જવાબદારી લીધી છે. ભૂગર્ભજળ વ્યવસ્થાપન બાબતે સહભાગીદારીના અભિગમથી કાર્ય કરતાં રાજયમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન માટે વિક્રેન્દ્રિત પરંતુ લોક કે્રન્દ્રિત સમજ ઊભી થઇ રહી છે. આ સમજ અનુસાર રાજયના સંબંધિત વિભાગોના આ કાર્યો સ્થાનિક લોકો, સંસ્થાઓ અને સરકારી વિભાગો સંકલનથી કેવી રીતે કાર્ય પાર પાડી શકે તે માટે ગુજરાતના વિવિધ વિસ્તારોને ભૂગર્ભજળ તથા શાસકીય સીમાડાઓને આધારે કુલ ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય:

૧. કાંપના મેદાનો-ગુજરાત:બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડ ૨. સખત ખડકોવાળ વિસ્તારો-રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, અને ભાવનગર ૩. ગંઠીત થયેલા જળકૃત ખડકોવાળા વિસ્તારો-કચ્છ જિલ્લો અને કચ્છ-સૌરાદ્વત્રનો દરિયાકાંઠાનો વિસ્તાર

રાજય સ્તરીય અભિગમ

ઉપરોકત દરેક વિભાગોમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપનના વિવિધ મુદ્રાઓ ઉપર કાર્ય કરવા માટે સહભાગીદારીનો અભિગમ વિચારેલો છે. આ અંતર્ગત જે દરેક વિભાગમાં એક વિભાગીય રીસોર્સ સેન્ટર તરીકે કોઇ એક સંસ્થા જવાબદારી લે અને તે ભૂગર્ભજળ વ્યવસ્થાપનની વિવિધ બાબતોનું સંકલન કરવું આ બાબતોમાં (૦૧)લોકોમાં જાગૃતિ ફેલાવવી, (૦૨)વિસ્તારના ઉપભોકત્તા જુથો તથા સ્થાનિક સંસ્થાઓનું વિવિધ સ્તરીય ક્ષમતાવર્ધન કરવું, (૦૩)ભૂગર્ભજળ/એકવીફર વગેરે બાબતે માહિતી સ્રોત ઉભો કરવો, (૦૪)નિતી વિષયક બાબતો માટે એડવોકેસી જુથ બનાવવું, (૦૫)સ્થાનિકે લોક કેન્દ્રીત ટેકનીક, (૦૬)વૈજ્ઞાનિક તેમજ પર્યાવરણીય બાબતે દેખરેખ રાખવી અને તેના આધારે નિર્ણય પદ્ઘતિ વિકસાવવી વગેરેનો સમાવેશ થઇ શકે છે.

વિનીત કુંભારાણા
Path Alias

/articles/sahabhaagai-bhauugarabhajala-vayavasathaapana-eka-paraicaya

Post By: vinitrana
×