જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ

જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે સંધર્ષ નિવારણ

માનવ સમાજ હોય ત્યાં સંઘર્ષો થતા રહે છે. જળ જેવા જીવનામૃત માટે તો સંઘર્ષ ન થાય તો નવાઇ લાગે ! કેટલા સંજોગોમાં સંઘર્ષોની તિવ્રતા વધારે હોય છે ત્યારે તે સરતળતાથી ઉકેલી શકાતા નથી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટિ ખાતે ચાલી રહેલા અભ્યાસક્રમ પ્રમાણે સંઘર્ષો ઉકેલવા માટે અવરોધો ત્રણ પ્રકારના હોય છે જે આ પ્રમાણે છે:

૧. સુનિયોજિત અને વ્યુહાત્મક અવરોધોઆ પ્રકારના અવરોધો બન્ને પક્ષો તરફથી ટૂંકાગાળાના અને લાંબાગાળાના લાભો લેવા માટે નાખવામાં આવે છે. બન્ને પક્ષો તરફથી આ પ્રકારના અવરોધોના પ્રયાસોનું પ્રમાણ અલગ-અલગ હોય છે.

૨. માનસિક અવરોધોએકબીજા પ્રત્યેની ધારણોઓ, સામાજિક ઓળખના તફાવતો, વાતચીતનું અર્થઘટન, જીવન સબંધિત મૂલ્યો અને ભયને કારણે આ પ્રકારના અવરોધો ઊભા થયેલા હોય છે જે સંઘર્ષમાં પરિણમે છે.

૩. સંસ્થાકિય અને માળખાકિય અવરોધોઆ પ્રકારના અવરોધો માહિતીઓની આપ-લે દ્વારા થાય છે. પક્ષોના હિતમાં લેવાતાં નિર્ણયોને સંસ્થા કે માળખાના નેતાઓ અટકાવી રાખીને સંઘર્ષને ઉતેજન આપે છે.સંઘર્ષ ભવિષ્યના મુખ્ય વિવાદ માટેનું કારણ હોઇ શકે છે પણ સાથે-સાથે આ સંઘર્ષમાંથી જ ભવિષ્યના ઉત્તમ સર્જનાત્મક સહકારની ઉજળી તકો મળી રહે છે. સંભવત: બન્ને પક્ષો માટે આવી તક વિન-વિન સોલ્યુશન(બન્ને પક્ષ માટે લાભકારક ઉકેલ)હોય છે. આ પ્રકારના ઉકેલ મેળવવા માટે બન્ને પક્ષોએ ઓછી સ્પર્ધા કરવીની ટેવ પાડવી, વાટાઘાટ કરવાની ક્ષમતા અને સહકાર આપવાની ભાવનાને વધારે વિકસાવવી જોઇએ.

એક કરતાં વધારે લોકો સંયુકત રીતે સંઘર્ષ-તકરારમાં જોડાયેલા હોવાથી એક બીજાની વિરુદ્ઘ થવાને બદલે એક નિષ્પક્ષ ત્રાહિત જુથ અથવા સમુદાયને મધ્યસ્થી તરીકે રાખીને ઉકેલ મેળવવો એ બુદ્ઘિશાળી હોવાની નિશાની છે. જયારે કોઇપણ કાર્ય સહભાગીદારીથી થતું હોય ત્યારે સંઘર્ષને આગળ વધારવાને બદલે બધાએ સંયુકત રીતે સહભાગી થઇને સમસ્યાઓના વ્યવહારું ઉકેલો લાવવાના પ્રયાસ કરવા જોઇએ. મોટેભાગે સંઘર્ષના ઉકેલ મેળવવાની પ્રક્રિયામાં વાટાઘાટો કરતી વખતે મડાગાંઠ સજા
ન્યાયિક નિર્ણય લેવો તે સંઘર્ષોના ઉકેલ મેળવવાની એક અન્ય પદ્ઘતિ છે. આ પદ્ઘતિનો ઉપયોગ રાષ્ટ્રિય અને આંતરાષ્ટ્રિય કોર્ટમાં કરવામાં આવે છે. જયારે બન્ને પક્ષકાર વાટાઘાટો કે મધ્યસ્થી દ્વારા સમસ્યાના ઉકેલ મેળવવામાં નિષ્ફળ જાય છે ત્યારે કોર્ટ દ્વારા કાયદાનો અમલ કરવાની પદ્ઘતિ અપનાવવામાં આવે છે. આ પદ્ઘતિમાં બન્ને પક્ષકારોની સંમતિ વગર પણ કાયદો લાગુ કરવો તે એક માત્ર ઉકેલ હોય છે. આંતરાષ્ટ્રિય વિવાદોમાં જયાં એક કરતાં વધારે દેશ સામેલ હોય ત્યારે સમસ્યા એકબીજાના વિરોધી હિતોને કારણે સર્જાય હોય છે. આવા સમયે વિવાદોમાં સામેલ દરેક દેશ કોર્ટના ચૂકાદા સાથે સંમત હોય તો જ સંઘર્ષને સમાપ્ત થયેલો ગણવામાં આવે છે. સંઘર્ષ નિવારણ, નાપસંદ વિકાસ, વ્યવસ્થાપન અને ઠરાવ-પાણી બાબતના સંઘર્ષને લાગુ કરી શકાય છે. લાગુ પ્રક્રિયાની પસંદગી ચોક્કસ સંજોગો અને પાણી સંઘર્ષના સંદર્ભ ઉપર આધારિત હોય છે.

સંઘર્ષોના ઉકેલ માટે એક ચોક્કસ પદ્ઘ હોવી જરૂરી છે. આવા સંઘર્ષોના ઉકેલ અન્ય કોઇ નહી પણ સહભાગીઓ જ કરી શકે. સહભાગીઓનું મંચ એટલે એક એવું ફોરમ કે, જયાં દરેક સહભાગી પોતાની ચિંતા, મુશ્કેલી અથવા તકલીફ અંગે સરળતાથી વાત કરી શકે છે. આ પ્રકારનું મંચ દરેક સ્તરે અસ્તિત્વમાં હોય છે. તમામ સ્તરના સહભાગીઓનું જોડાણ આવા મંચમાં હોવું અત્યંત આવશ્યક છે. આ પ્રકારનું મંચ સંઘર્ષ નિવારણનું કાર્ય પણ કરી શકે છે. સહભાગીઓનું મંચ શાસન માળખાનું કાર્ય સરળ અને સુનિશ્ચિત કરવામાં પણ મદદરૂપ થાય છે. ખરેખર તો આ પ્રકારના મંચ છેક અંત્ય સ્તરના તકરાર અને સમસ્યાઓને ઓળખવામાં મદદરૂપ થાય છે. સમસ્યાઓ ઘણી વખત પાણી શાસનમાં શ્રેષ્ઠ પ્રયાસોના અમલીકરણમાં બાધારૂપ સાબિત થાય છે. સહભાગીઓના મંચ આવી બાધાઓને દૂર કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. અત્યં સ્તરના અભિગમ જેવા કે, જાહેર સુનવણી, ચર્ચાઓ, નેટવર્કિંગ અને ઓછી જાહેર ભાગીદારી સાથે પ્રદેશોમાં સંવાદ માટે તેમજ સામાજિક માળખામાં સહભાગીઓના મંચનો ઉપયોગ બખૂબી કરી શકાય છે. સહભાગી અભિગમ દ્વારા જળ સંપત્તિ સંરક્ષણ પદ્ઘતિઓ વિશે જાહેર સામૂહિક જાગૃતિ લાવી શકાય છે. આ ઉપરાંત પાણી વપરાશ કરનારાઓની સામેલગીરીથી સત્તાધીશોની ફરજ અને તેમની નિર્યણ લેવાની શકિતમાં મદદરૂપ થઇ શકાય છે. સહભાગીઓ માટે ભાગીદારી નિર્માણ માટે ક્રિયા અને પ્રતિક્રિયામાં વિવિધતા હોવી જરૂરી છે. આ વિવિધતા સમસ્યાઓના નિવારણની અમલીકરણની પ્રક્રિયામાં લઇ શકાય છે. સ્થાનિક સ્તર ઉપર નિર્માણ થયેલી સ્વૈચ્છિક ભાગીદારી નગરપાલિકા અને અન્ય સ્થાનિક સત્તાધીશો વચ્ચે સંકલન સ્થાપવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. આ બાબતનું ઉદાહરણ ભુજ શહેરની જલસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી છે. ભુજ શહેરમાં એરિડ કોમ્યુનિટિસ એન્ડ ટેકનોલોજિસ સંસ્થા દ્વારા હમીરસર તળાવ જેવા અન્ય તળાવો તથા ભૂગર્ભ જળસ્રોતો બાબતે લોકોમાં લોકજાગૃતિ ફેલાવવાનું કાર્ય શરૂ કર્યુ હતું. આ માટે લોકો દ્વારા જ લોકો માટેની અને લોકો દ્વારા જ ચાલતી એક સમિતીની રચના કરવામાં આવી હતી. આજે આ સમિતીનું નામ જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી રાખવામાં આવ્યું હતું. સમિતી શહેર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાની સાથે ભૂગર્ભજળ રિચાર્જ અંગેની કામગીરી લોકોની સહભાગીદારીથી કરી રહી છે. લોકોમાં જાગૃતિ ફેલાવવા સ્વૈચ્છિક રચાયેલી જળસ્રોત સ્નેહ સંવર્ધન સમિતી ભુજ-કચ્છમાં આવેલા જળસ્રોતોના અનુસંધાનમાં સ્થાનિક સત્તાધીશો લોકો અને તંત્ર વચ્ચે સંકલન અને સમતુન જાળવવાનું કાર્ય કરે છે.

જળ સંસાધનોની ન્યાયપૂર્ણ વહેચણી આજના સમયની એક સમસ્યા છે. આ સમસ્યા વસતી વૃદ્ઘિદર, સતત વિકાસનું દબાણ અને બદલાતા સમયની જરૂરિયાતોને કારણે જટિલ સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. આજના સમયમાં જળનું અસમાન વિતરણ રાજકિય બદલાવો, સ્રોતોનો ગેરવહીવટ અને આબોહવામાં થતા ફેરફારને આભારી છે. આર્થિક બોજા સાથેની જૂની માળખાકીય વ્યવસ્થા તથા અપૂરતી વૈદ્યાનિક સુવિધાઓ જળ વિતરણ બાબતના તણાવમાં વધારો કરે છે. આ પરિબળો સમાજની કાયાપલટ કરી શકે છે તેમજ વસતી વધારો અને વિકાસલક્ષી પરિવર્તન પણ લાવી શકે છે. ટૂંકમાં એમ કહી શકાય કે, જળ સહયોગ જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો સમાજમાં આર્થિક-સામાજિક વિકલન આવી શકે...! જળ સહયોગના પાયામાં સહભાગીઓના મંચ અગત્યનો ભાગ ભજવે છે. જયારે પણ પાણી વિતરણ બાબતે બે સમુદાય વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય ત્યારે આવા મંચ મધ્યસ્થી તરીકે કાર્ય કરી શકે છે અને સંઘર્ષના યોગ્ય અને ન્યાયીક ઉકેલ લાવી શકે છે.

સમાજના વિવિધ ક્ષેત્રોમાં જુથો વચ્ચે વધતી જતી સ્પર્ધાએ તાજા પાણીની ગુણવત્તા અને જરૂરિયાત મુજબના જથ્થાના પૂરવઠા ઉપર માઠી અસર પહોચાડી છે. જે ક્ષેત્રો વચ્ચે સ્પર્ધા છે એ ક્ષેત્રોમાં જળના વિવિધ ઉપયોગને લઇને ખામીઓ સ્પષ્ટ દેખાઇ રહી છે-શહેરી વિરુદ્ઘ ગ્રામીણ વિસ્તાર, પાણીની ગુણવત્તા વિરુદ્ઘ પાણીનો જથ્થો, ભવિષ્યની માગની સામે આજના સમયના પાણીનો જથ્થો તેમજ સેનીટેશન(સ્વચ્છતા)ની સામે અન્ય સામાજિક પ્રાથમિકતા જેવા અને મુદ્રાઓ ખામીદર્શક છે. વિશ્વના લગભગ બધા જ દેશોમાં પાણીના ઉપયોગ અને વપરાશકર્તાઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. આ બાબતે અસરકારક વાટાઘાટો અને જળ વિતરણ અંગેની યોગ્ય ફાળવણી માટે વપરાશકર્તાઓને પોતાના મંતવ્યો રજૂ કરવા માટે બોલવવા જોઇએ જેથી સ્પર્ધા ઓછી થાય. આ પ્રકારની સ્પર્ધા ઓછી કરવા માટે સહભાગીઓના મંચ અસરકારક માધ્યમ સાબિત થઇ શકે છે.

(સ્રોત:ઇન્ટરનેશનલ ડીકાડ ફોર એકશન-વોટર ફોર ઓલ:૨૦૦૫-૨૦૧૫)

વિનીત કુંભારાણા
Path Alias

/articles/jala-sahayaoga-vaaisavaika-paanai-samasayaanaa-ukaela-maatae-sandharasa-naivaarana

Post By: vinitrana
×