ગ્લોબલ વોર્મિંગ : હવે ચિંતા નહી પણ ચિંતન...-૧

અફાટ અનંત બ્રહ્માંડમાં ફકત અને ફકત વસુંધરા ઉપર જ જીવન શકય છે. બ્રમાંડમાં વસુંધરા સિવાય બીજે કયાંય પણ જીવન શકય નથી. જેમ એક નો એક દિકરો કે દિકરીની આપણે લાડ-કોડથી સંભાળ રાખીએ એવી રીતે આપણે આપણી એક ની એક વસુંધરાની સંભાળ રાખવાનું ચૂકી ગયા છીએ. ભૂતકાળની ભવ્ય ભૂલોના વિસંગત પરિણામો આજે આપણે ભોગવી રહ્યા છીએ અને આવતીકાલની પેઢી પણ માઠા પરિણામો ભોગવવાની છે, જે એક સનાતન સત્ય છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે 'ગ્લોબલ વોર્મિંગ' શબ્દ સાંભળતા આવ્યા છીએ. આ બલાને આપણે એક 'શબ્દ' થી વિશેષ સમજયા નથી. જો શરૂઆતમાં જ આ સમસ્યાને આપણે જાણીને ચેતી ગયા હોત તો કદાચ આજે જે વિપરીત પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ તે ખતરનાક ન હોત!...પણ આપણે એ સાપને સિંદરી સમજી બેઠા હતા, હવે આ સાપ ફેણ ચડાવીને ફૂંફાડા મારતો થયો છે.
ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે થાય છે એ જફામાં ન પડતાં તેની વિપરિત અસરો કેવી થઇ રહ્યી છે તે હવે વધારે ચિંતાપ્રેરક છે. બ્રમાંડના સર્જન બાદ સર્જનહારે વસુંધરાને અનુલક્ષીને બધી જ ક્રિયાઓ જીવન આજીવન ચાલતું રહે એ રીતે 'સેટ' કરી હતીં પરંતુ આપણે આ સેટિંગ રફેદફે કરી નાખ્યું છે. વસુંધરા સૂર્યની આસપાસ પરિભ્રમણ તો કરે છે સાથે-સાથે પોતાની ધરિ ઉપર ૨૩.૪૫ અંશનો ખૂણો બનાવીને ધરિભ્રમણ પણ કરે છે. વસુંધરાની આ 'ટિલ્ટીંગ' ધરિભ્રમણને કારણે માનવને ઋતુઓ 'બોનસ' રૂપે મળે છે. હવે એક નજર ગ્લોબલ વોર્મિંગની વિપરિત અસર ઉપર નાખીએ તો, વસુંધરાના ઉત્તર ધ્રુવમાં હિમાલય સ્વરૂપે વિશાળ માત્રામાં બરફનો સ્ટોક છે(હતો) જયારે દક્ષિણ ધ્રુવ તરફ પાણીના સમુંદરો છે. બ્રમાંડમાં અધ્ધરતાલ રહેલી વસુંધરામાં આ કુદરતી સંતુલન હતું જેને કારણે વસુંધરા ૨૩.૪૫ ના ખૂણે પણ 'સ્થિર' હતી! ગ્લોબલ વોર્મિંગના તાપને કારણે હિમાલયનો બરફ પીગળીને પાણી સ્વરૂપે દક્ષિણ ધ્રુવ તરફ જમા થઇ રહ્યો છે. આ પ્રક્રિયાને કારણે વસુંધરાના 'ટિલ્ટીંગ'માં દર વર્ષે ૨.૬ સેન્ટિમિટરનો વધારો થઇ રહ્યો છે! ભલે થાય...આપણે શું? એવું વિચારતા નહી કારણ કે, જો આ પ્રમાણે વધારો થતો રહ્યો તો આવનારા ૨૦ વર્ષોમાં ઋતુઓમાં મોટાપાયે ફેરફારો જોવા મળશે. શકય છે જયાં સખત ગરમી પડતી હોય ત્યાં હૂંફાળું વાતાવરણ થાય અથવા હાડ ગાળી નાખતી ઠંડી પડે. વરસાદનું સમગ્ર ચક્ર જ ખોરવાઇ જાય. આજે વાહિયાત લાગતા આવા ઘણા અગત્યના ફેરફારો થવાની શકયતા ગ્લોબલ વોર્મિંગને કારણે થઇ શકે જેની શકયતા નકારી શકાય તેમ નથી.
સયુંકત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત 'ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ' ના ગ્લોબલ વોર્મિંગ વિષયક ચોથા અહેવાલમાં પ્રસિદ્ઘ થયેલી માહિતીની વાત કરીએ તો નજીકના ભવિષ્યમાં ભારતના ઉત્તરભાગમાં ગરમીનો પારો કયારેય ૩૫ ડિગ્રી સેલ્શિયસથી નીચે નહી આવે! સીધુ તારણ એવું કાઢી શકાય કે ઉત્તરભારતનાં વસતાં લોકો શિયાળાની મોસમ માણી શકે નહી. ભારતની રાષ્ટ્રિય અને 'પવિત્ર' નદી ગંગામાં અખૂટ જળરાશિનો ઉમેરો થાય જેથી તેના અત્યંત ફળદ્વુપ મુખત્રિકોણપ્રદેશ ઉપર પાણી ફરી વળે. આમ થવાથી ખેતપેદાશોની અછત આવી શકે. ભારતના પ(Åચમ કિનારા ઉપર અરબ સાગરના પાણી ફરી વળે જેથી માયાવી નગરી મુંબઇનો અમુક ભાગ ખરેખર 'ગાયબ' થઇ જાય! ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરના આ તો અતિ સૂક્ષ્મ ઉદાહરણો છે. પર્યાવરણને અનુલક્ષીને કાર્યરત 'ગ્રીનપીસ' નામની સંસ્થાએ 'બ્લ્યૂ એલર્ટ' નામે એક અહેવાલ તૈયાર કરેલો છે. આ અહેવાલની આધારભૂત માહિતી પ્રમાણે ઇ.સ. ૨૧૦૦ પહેલા ભારત અને પાકિસ્તાન સહિત બાંગ્લાદેશના કાંઠાળ વિસ્તારમાં વસતા ૧૨.૫ કરોડ લોકોને ફરજિયાત સ્થળાંતર કરવું પડશે.(જશે કયાં?) ૧૬૬૩ કિલોમિટરનો લાંબો દરિયાકિનારાનું ગૌરવ લેતાં ગુજરાતના દરિયાકિનારાના બધા જ શહેરો પાણીમાં ગરકાવ થઇ જશે. જો આવું થશે તો વિચારો કે, આપણી સંસ્કૃતિ, અર્થતંત્ર અને સમાજજીવન ઉપર કેટલી ગંભીર અસરો પડશે! ઋતુઓમાં થતાં ધરખમ ફેરફારને કારણે જયાં જીવન અનુકૂળ થઇ શકતું નથી એવી જગ્યાએથી લોકોએ સ્થળાંતરની પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરી દીધી છે અને આવા વિસ્થાપિત થયેલા લોકો માટે ગ્લોબલી 'કલાઇમેટ રેફયુજી' શબ્દ પ્રચલિત થયો છે.
(ક્રમશ:)
વિનીત કુંભારાણા
Path Alias

/articles/galaobala-vaoramainga-havae-caintaa-nahai-pana-caintana-1

Post By: vinitrana
×