અર્બન ગવર્નન્સ-૧

સમાજમાં હક્ક અને ફરજ બન્ને એક સીક્કાની બે બાજુઓ છે. હક્ક મેળવવા માટે ફરજનિષ્ઠ બનવું જરૂરી છે અને ફરજ બજાવવા માટે પોતાના હક્ક અંગેની પૂરતી માહિતી હોવી જરૂરી છે. હક્ક અને ફરજ વચ્ચે સમતુલા જાળવી રાખવી જરૂરી છે. હક્ક હંમેશા ભોગવવાના હોય છે અને ફરજ હંમેશા નીતિથી બજાવવાની હોય છે. કોઇપણ બે વ્યકિત કે સમુદાય વચ્ચે અણબનાવ કે ગુંચવણ ઊભી થઇ હોય ત્યારે એક તરફ હક્ક હોય છે અને બીજી તરફ ફરજ હોય છે. એક તરફ હક્ક મેળવવા માટેની બાબતમાં સમુદાય જાગૃત ન હોય તો સામે પક્ષે ફરજ બજાવનાર પણ પોતાની ફરજ બજાવવા માટે ઉત્સાહી ન પણ હોય! બન્ને પક્ષે જયારે હક્ક અને ફરજ યોગ્ય રીતે નિભાવવામાં આવ્યા હોય તો કોઇપણ પ્રકારનો અણબનાવ કે ગુંચવાડો ઉત્પન્ન થતો નથી. આમ, હક્ક અને ફરજ વચ્ચે સમતુલા બની રહે છે અને સમાજમાં કોઇ ગુંચવાડા ઉત્પન્ન થતા નથી. જયારે આ બન્ને વચ્ચેની સમતુલા તૂટે છે ત્યારે સમાજમાં ગવર્નન્સ(શાસન વ્યવસ્થા)ની જરૂરિયાત ઊભી થાય છે.[img_assist|nid=46842|title=Urban governance|desc=|link=none|align=left|width=447|height=393] ગવર્નન્સ જે તે વિસ્તારને આધિન હોય છે. ગવર્નન્સ એક જટિલ પ્રક્રિયા છે. દેશમાં તમામ સ્તરે વ્યવસ્થાપન, વહીવટી, રાજકીય અને આર્થિક સત્તાને સરળતાપૂર્વક ચલાવવા માટેની કરવામાં આવતી કાર્યપદ્ઘતિ ગવર્નન્સ કહેવામાં આવે છે. ગવર્નન્સ દ્વારા નાગરીકોના જૂથ પોતાના હિત, હક્ક અને ફરજ બાબતે સ્પષ્ટ થાય છે અને તેમાં રહેલા અગત્યના તફાવતને પણ સમજી શકે છે. ગવર્નન્સ સહભાગીદારીથી થાય છે. ગવર્નન્સની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક હોય છે અને તેના માટે જવાબદાર સહભાગીઓ હોય છે. ગવર્નન્સ સમાજમાં વ્યાપક રાજકીય, સામાજિક અને આર્થિક પ્રાથમિકતાની સર્વ સંમતિ ઉપર આધારીત હોય છે. ગવર્નન્સ દ્વારા સમાજના નબળા વર્ગના લોકોના વિકાસના કાર્યો કરવામાં આવે છે. નબળા વર્ગના લોકોના સામાજિક અને આર્થિક સ્તરને વધુ સુયોગ્ય બનાવવા માટે ગવર્નન્સ સમાજની જવાબદારી બની જાય છે અન્યથા સમાજ બે વર્ગમાં વિભાજિત રહે છે.ગવર્નન્સ ફકત રાજય સ્તરે હોય છે પણ આ મર્યાદાને ઓળંગીને ગવર્નન્સ ખાનગી ક્ષેત્ર તેમજ સમાજમાં પણ હોઇ શકે. રાજય રાજકીય, આર્થિક, વહીવટી અને કાનૂની પર્યાવરણ બનાવે છે જયારે ખાનગી ક્ષેત્ર ફકત નોકરીની તક અને આવક મેળવવાના સ્રોત ઊભા કરે છે. સમાજ પોતાની રીતે સામાજિક, રાજકીય, વહીવટી અને આર્થિક પ્રવૃતિઓમાં ભાગ લે છે કારણ કે એ તેની શકિત છે અને નબળાઇ પણ છે. શાસન વ્યવસ્થા સરળતાપૂર્વક ચાલે એ માટે રાજય(સરકાર), ખાનગીક્ષેત્ર અને સમાજ વચ્ચે રચનાત્મક ક્રિયા-પ્રતિક્રિયા હોવી જરૂરી છે. જયારે કોઇ સમુદાયના વિકાસના માર્ગમાં અડચણ આવેલી હોય અને લોકો પોતાના હક્ક મેળવવા માટે જાગૃત થયા હોય ત્યારે ગવર્નન્સની જરૂરિયાત ઊભી થાય છે. જે લોકો પોતાના હક્ક મેળવવા માટે જાગૃત થયા હોય તે લોકો પોતાના હક્ક મેળવવા માટેની પદ્ઘતિથી કંઇક અંશે અજાણ હોય છે. આવા સમયે ગવર્નન્સ દ્વારા તેમનું સશકિતકરણ કરવું જરૂરી બની જાય છે. ગવર્નન્સ એક જાહેર નેતૃત્વની કળા છે. ગવર્નન્સના મુખ્ય ત્રણ વિશિષ્ટ પરિમાણ છે:૧. રાજકીય શાસન સ્વરૂપ ૨. એક પદ્ઘતિ કે જેના દ્વારા દેશના સામાજિક અને આર્થિક સ્રોતોના વ્યવસ્થાપન માટે કાર્ય કરવામાં આવે છે૩. ધારા-ધોરણો, નીતિ વિષયક આયોજન અને તેને અસરકારક રીતે અમલ કરવા માટેની સરકારની ક્ષમતાઉપરોકત ત્રણેય પરિમાણ દ્વારા એક સરળ શાસન વ્યવસ્થા નિર્માણ પામે છે જેમાં, લોકશાહીનું મહત્વ હોય છે સાથે-સાથે રાજકીય અને સરકારી તત્વોની જવાબદારી સામેલ હોય છે જેમ કે, અખબારી સ્વાતંત્રતા, પારદર્શક નિર્ણયો વગેરે. ગવર્નન્સ દ્વારા સરકાર નીતિ વિષયક આયોજન કેવી રીતે બનાવે છે અને તેનાથી સમાજને કેવી સગવડતા-લાભ મળી શકે તેમ છે તે જાણી શકાય છે. ગવર્નન્સ દ્વારા માનવ અધિકારો અને કાયદાનો આદર થાય છે. ગવર્નન્સ ગવર્મેન્ટ કરતાં વધારે વ્યાપક વિભાવના છે. આ વિભાવનામાં રાજય બંધારણની સાથે વહીવટી અને ન્યાયીક બાબતોનો સમાવેશ થાય છે. ગવર્નન્સ સ્થાનિક ઓથોરીટી(દા.ત. નગરપાલિકા) અને સમાજ વચ્ચે ચાલતી ક્રિયા-પ્રીતક્રિયાઓને સપાટી ઉપર લાવી તેનું યોગ્ય નિવારણ લાવે છે. ગવર્નન્સની વિભાવના નવી નથી. અલગ-અલગ લોકો દ્વારા તેની જુદા જ પ્રકારની સમજ ઊભી કરવામાં આવે છે. વાસ્તવીક રીતે ગવર્નન્સની સફળતાનો આધાર તેના અભિગમ અને ધ્યેય પ્રાપ્તિના નિર્ધાર ઉપર રહેલો છે.(ક્રમશ:)વિનીત કુંભારાણા
Path Alias

/articles/arabana-gavarananasa-1

Post By: vinitrana
×