ભારતમાં સિંચાઈ શક્તિનું કદ ૧૯૫૦-૫૧માં ૨૨૬ લાખ હેક્ટર હતું, તે આજે ક્રમશઃ વધીને ૧૦૨૮ લાખ હેક્ટર ઉપર પહોંચ્યું છે. ૧૦૨૮ લાખ હેક્ટર ક્ષમતા મોટા તથા મધ્યમકદના સિંચાઈ પ્રોજેક્ટો દ્વારા ઉભી થઈ છે, તો ૬૦૪ હેક્ટર જમીનમાં માત્ર લઘુ સિંચાઈ યોજનાઓ દ્વારા પાણી પહોંચ્યું છે. છતાં ભારત પાસે ઉપલબ્ધ કુલ સિંચાઈ શક્તિમાંથી માત્ર ૩૫.૫ % ક્ષમતાનો ઉપયોગ કરવામાં સફળતા મળી છે.