Posted on 20 Dec, 2014 06:55 AMજળસંસાધનનો મુખ્ય આધાર વરસાદ છે. આ સંદર્ભે સ્થિતિ ચિંતાજનક છે. નદીઓ બારમાસી રહી નથી. વાવ, તળાવ જેવા સ્ત્રોત પ્રદૂષણયુક્ત બન્યા છે. જળવ્યવસ્થાપનની અસરકારક વ્યવસ્થા ગોઠવી શકાઈ નથી. પાણીની તંગીવાળા વિસ્તારોમાંથી થતું સ્થળાંતરણ ચાલુ જ છે. પીવાલાયક પાણી મેળવવા માટે વ્યક્તિએ પાણી માટે થતાં ખર્ચને દૈનિક બજેટમાં સ્થાન આપી દીધું છે.