૧૨મી યોજનામાં જળ અંગે એક નવી જ શરૂઆત

ભારતની જળ કટોકટી જેમ-જેમ આપણે ૨૧મી સદીમાં આગળ વધતા જઇએ છીએ તેમ-તેમ ભારતને પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડે છે. આ કટોકટીને કારણે આપણા નાગરિકોનો પીવાના પાણીનો મૂળભૂત અધિકાર પણ ભયમાં મૂકાયો છે. ઝડપથી થઇ રહેલ અર્થતંત્રના ઔદ્યોગિકરણની માંગ અને સમાજનું થઇ રહેલ શહેરીકરણ એવા સમયે આવ્યું કે જ્યારે વધારાના પુરવઠાની શક્યતાઓ મર્યાદિત છે. પાણીની પ્રાપ્તિ ઘટતી જાય છે અને પાણીની ગુણવત્તાનો મુદ્દો વધુને વધુ મહત્વનો બનતો જાય છે. વિશાળ બંધોની મર્યાદાઓ હાલની જાણકારી મુજબ પાણીના વધારાના સંગ્રહ માટે આર્થિક રીતે સંભવ હોય તેવા નવા વિશાળ બંધોના પ્રોજેક્ટની ચોક્કસ મર્યાદાઓ પણ છે. નદીઓને એકબીજા સાથે જોડી દેવાની આશાસ્પદ યોજનાને કારણે પણ ઘણી સમસ્યાઓ સામે આવી. પાણીના આંતર-તટપ્રદેશ સ્થાનાંતરણ માટે દ્વીપકલ્પની નદીઓના હિમાલયની હારમાળાઓ સાથેના જોડાણની વ્યાપક દરખાસ્તો હતી, જેનો અંદાજીત ખર્ચ ૨૦૦૧માં લગભગ રુ.પાંચ લાખ સાઇઠ હજાર કરોડ જેટલો થતો હતો.

જમીનો ડૂબમાં જાય અને પુનર્વસન માટે તેમાં બીજો વધારાનો ખર્ચ જોડવો પડે તે પણ ખરું. આ યોજનાના સંચાલનમાં વિવિધ મુદ્દાઓ જેવા કે પાણીને ઉપરના સ્થળોએ પહોંચાડવા માટે વપરાતી વીજળીનો કેટલો ખર્ચ થશે તેનો કોઇ ચોક્કસ અંદાજ નથી. આપણું ચોમાસાં ઉપરનું અવલંબન પણ એક સમસ્યા છે. કારણ કે જ્યારે નદીઓમાં વધારાનું પાણી હોય તે સમયગાળો સમગ્ર ઉપખંડમાં સરખો જ છે. આંતર-તટપ્રદેશ સ્થાનાન્તરણની યોજના ઘડવામાં મુખ્ય સમસ્યા એ છે કે જે-તે પ્રદેશની વાજબી જરૂરીયાત કેવી રીતે ધ્યાનમાં લેવી, કે જે સમયે-સમયે વધતી રહે છે.

ભારતની ભૌગોલીક રચના મુજબ અને જોડાણને જે રીતે ધ્યાનમાં લીધેલ છે, તે મધ્ય અને પશ્ચિમ ભારતમાં મુખ્ય સૂકા વિસ્તારોને પૂરેપૂરા બાયપાસ કરી દેશે. આ વિસ્તારો સમુદ્ર સપાટીથી ૩૦૦ મી ટરથી પણ વધુ ઊંચાઇ એ આવેલા છે. એવો પણ ભય છે કે નદીઓના જોડાણથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરને નાથીને આવતા પોષક તત્વોના કુદરતી પુરવઠાને પણ વિપરીત અસર પડશે. ભારતના પૂર્વી કિનારાને અડીને બધી જ મુખ્ય દ્વીપકલ્પીય નદીઓ પાસે વિશાળ મુખત્રિકોણ પ્રદેશ છે. જોડાણ માટે નદીઓ પર બંધ બાંધવાથી કાંપનો પુરવઠો ઘટી જશે અને તેથી કિનારાઓ અને મુખત્રિકોણ પ્રદેશનું ધોવ ણ થશે જે કિનારા પર રહેલી જીવસૃષ્ટિને ખતમ કરી નાંખશે. એવું પણ સૂચવવામાં આવેલું હતું કે, આ યોજના ચોમાસાંની સિઝનને પણ અસર કરી શકે છે. બંગાળની ખાડીમાં ઓછા ક્ષાર અને ઓછી ઘનતાવાળા પાણીનાં સ્તરને કારણે સમદ્રુ-સપાટી પર ઊંચુ તાપમાન રહે છે.(૨૮ ડિગ્રી સેલ્સીયસ), જે ઓછા દબાણવાળો વિસ્તાર રચે છે અને ચોમાસાંની ગતિવિધિને તેજ કરે છે. ઉપખંડમાં પડતા મોટાભાગના વરસાદનું નિયત્ર્ંણ આ ઓછા ક્ષારવાળા સ્તરથી થાય છે. આ સ્તરમા ભંગાણ થાય તો ઉપખડંમાં આબોહવા અને વરસાદ પડવાની પ્રક્રિયામાં લાંબે ગાળે ગંભીર પરિણામો આવવાની શક્યતા છે અને તે વિશાળ જનસમુદાયનું જીવન જાખેમમા મૂકી શકે છે.

ભૂગર્ભ જળની કટોકટી પ્રમાણમાં સહેલી અને વિકેન્દ્રિત રીતે મળી શકવાની સગવડને કારણે ભૂગર્ભજળ એ ભારતની કૃષિ અને પીવાના પાણીની સુરક્ષાની કરોડરજ્જુ સમાન છે. ભૂગર્ભજળ એ કોમન-પુલ રિસોર્સ(સી.પી.આર.) છે. જેનો દેશભરના લાખો ખેડૂતો ઉપયોગ કરે છે. છેલ્લાં ચાર દાયકાઓથી ચોખ્ખી (નેટ) સિંચાઇનાં વિસ્તારોના લગભગ ચોર્યાસી ટકા ભૂગર્ભજળમાંથી આવે છે. ભારત એ વિશ્વનો સૌથી વિશાળ અને ઝડપથી વધી રહેલો ભૂગર્ભજળ વપરાશકાર બની ગયો છે. પરંતુ ભૂગર્ભજળ તેનાં સ્થિરતાના સ્તરથી વધુ ખેચવામાં આવી રહ્યું છે અંદાજીત ૩૦ મિલિયન (૩ કરોડ) ભૂગર્ભજળનાં માળખાં હાલમાં કાર્યરત છે. ભારતમાં કદાચ વધુ પડતા ભૂગર્ભ જળ અને ગુણવત્તામાં બગાડને કારણે તેની ગંભીર કટોકટી તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ભારતનાં બધાં જિલ્લાઓમાંથી ૬૦ ટકા જેટલાં જિલ્લાઓમાં ભૂગર્ભજળનાં જથ્થા અથવા ગુણવત્તા અથવા તો બંનેને લગતી સમસ્યાઓ છે. કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડની તાજેતર ૨૦૦૯ની આકારણી અનુસાર સમગ્ર ભારતનું ભૂગર્ભજળ સ્તર હવે ૬૧% છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં આ સ્તર ૧૦૦%ની નજીક છે. તે પછી તામિલનાડુ ૮૦% અને ઉત્તરપ્રદેશ ૭૧% છે.

નમૂનારૂપ પરિવર્તનની જરૂરીયાત દેશનાં વિશાળભાગોમાં પાણીના સંશોધનોમાં વધુ આગળ વિકાસ થતાં અને મર્યાદાઓ સામે આવવાથી ૧૨મી યોજનામાં કેવી રીતે આગળ વધવું તે એક પડકાર હતો. એ સ્પષ્ટ છે કે આ સ્થિતિ જેમ છે તેમ ચાલશે તેવું તો નહીં જ ચાલે. અને સારા વિદ્વાનો અને વ્યવસાયીઓ જેના પર સહમત હોય તેવા નવા વિચારો અપનાવવાની જરૂર હતી. આમ યોજનાનું નવું સ્વરૂપ રચવામાં આવ્યું. જળક્ષેત્રમાં ૧૨મી યોજના માટે વર્કિંગ ગ્રુપ. યોજના પંચનાં ઇતિહાસમાં પ્રથમ જ વખત વર્કિંગ ગ્રુપ્સમાં સરકાર બહારના પ્રખ્યાત નિષ્ણાતોએ અધ્યક્ષતા કરી હતી. ૨૦૦૧- ૧૨ના સમયગાળા દરમ્યાન નવો જ માર્ગ આલેખાયો, જેનાથી ભારતમાં જળસંસાધન વ્યવસ્થાપનમાં દસગણો નમૂનારૂપ ફેરફાર જોવા મળ્યો. આ પેપર આ પરિવર્તનનાં મુખ્ય લક્ષણોની બાહ્ય રૂપરેખા વર્ણવે છે.

નમૂનારૂપ પરિવર્તન માટેના દસ તત્વો

૧. વિશાળપાયે સિંચાઇ સુધારણા મોટી અને મધ્યમ કદનાં સિંચાઇ ક્ષેત્ર (એમ.એમ.આઇ.)માં વધુ વિકાસ કરવા માટે ઉભરતી મર્યાદાઓ ને નજર સમક્ષ રાખીને ૧૨મી યોજનામાં સંકુચિત રીતે એન્જિનિયરિંગ-બાંધકામ કેન્દ્રિત એવા અભિગમમાંથી વધુ શિસ્ત, સહભાગિતા વાળો, સંચાલનને ધ્યાનમાં રાખનાર, સાથોસાથ કમાન્ડ વિસ્તારનાં વિકાસ પર ભાર મુકે અને જળ વપરાશની કાર્યક્ષમતા સુધારવાના સાતત્યપૂર્ણ પ્રયાસ થાય તેવો અભિગમ ધ્યાનમાં રાખવામાં આવ્યો.

આપણા જળ સંસાધનનો ૮૦ ટકા વપરાશ સિંચાઇ માટે થતો હોવાથી, ૧૨મી યોજના દ્વારા સિંચાઇ કાર્યક્રમમાં જળ વપરાશ કાર્યક્ષમતા ૨૦ટકા વધારવાના લક્ષ્યને કારણે ફક્ત ખેતી માટે જ નહિ પરંતુ અર્થતંત્રના બીજાં ક્ષેત્રોમાં પણ એકંદરે ઘણી મોટી અસર પડશે. અત્યાર સુધીની મહત્વની મર્યાદા એ રહી છે કે એમ.એમ.આઇ.નાં રોકાણ સાથે કદમ મિલાવી શકે તેવી ગુણવત્તાસભર સેવાઓ પહોંચાડવામાં ઘણાં રાજ્યોના સિંચાઇ વિભાગ નિષ્ફળ ગયા છે. જે રાજ્યો નવા એમ.એમ.આઇ. પ્રોજેક્ટમાં નાણાંના રોકાણ માટે હરીફાઇ કરે છે, ત્યાં કાર્યક્ષમ વહીવટ માટે ઘણાં ઓછાં પ્રયત્ન થયા છે. એ હકીકત છે કે ઘણાં રાજ્યોમાં સિંચાઇ સેવાની ફી ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવે છે, તે નાબૂદ કરાઇ છે અથવા તો તે બાકી હોય તેનાથી ૨ થી ૮ ટકા જેટલી ઓછી હોય છે. આમ કરવાથી ખેડૂતો અને સિંચાઇ વિભાગ વચ્ચે વિશ્વસનીયતા ખતમ થઇ ગઇ. જ્યારે પણ સિંચાઇ સેવાની ફી નિયમિત ઉઘરાવવામાં આવતી હતી ત્યારે સિંચાઇ કર્મચારીઓ ખેડૂતોને વધુ પ્રતિભાવ આપતા અને જવાબદારીપૂર્વક વર્તતા હતા. તેમના વચ્ચે વધુ સંપર્ક હતો. આથી સારા એવા મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય સિંચાઇ વ્યવસ્થાપન ફંડ (એન.આઇ.એમ.એફ.)ની રચના કરવામાં આવી રહી છે જેથી રાજ્યોને નમૂનારૂપ પરિવર્તન કરવા માટે પ્રોત્સાહન મળે. એન.આઇ.એમ.એફ. એ નોન-લેપ્સેબ્લ (રદ ના થઇ શકે તેવું) ફંડ બનશે, જે રાજ્યના સિંચાઇ વિભાગને તેમણે આઇ.એસ.એફ. તરીકે ખેડૂતો પાસેથી લીધેલી ફી નાં સામે એક સામે એક નાં રેશિયા મુજબ અંશદાન ભરપાઇ કરશે.

એમ.એમ.આઇ.નાં સમગ્ર માળખા માં હરીફાઇ નુ તત્વ લાવવા રાજ્યો તેનું કેન્દ્રિય ફંડ એ રીતે વહેંચશે. કે તે તેઓના સિંચાઇ સેવા ફીની આવક મુજબ હોય. ભાગીદારીવાળી સિંચાઇ વ્યવસ્થાપન ને પ્રોત્સાહન આપવા આફંડ દરેક રાજ્યના જળ વપરાશકાર એસોસિએશન દ્વારા ભેગા કરાયેલ ભંડોળ નાં હિસ્સા ઉપર બોનસ પૂરૂં પાડશે. તેમાં એ શરત હશે કે એસોસીએશન અને તેનાં ફેડરેશન તે ભંડોળ નો એક ચોક્કસ હિસ્સો રાખી શકશે અને તે ભંડોળ તેઓને વિતરણ પ્રણાલીઓ ની મરામત અને દેખભાળ હાથ ધરવા માટે ઉપયોગી થાય તેમ જ જળ વ્યવસ્થાપનમાં તેમનો હિસ્સો વધારવા પણ સક્ષમ કરે. તેવી જ રીતે, જથ્થા આધારિત જળ વિતરણ ને પ્રોત્સાહન આપવા રાજ્યોએ એસોસીએશન ને જળ સપ્લાય દ્વારા મેળવેલ ફી ની આવક નાં પ્રમાણ માં એન.આઇ.એમ.એફ. વધારાનું બોનસ આપશે. અહીં એ સમજવું જરૂરી છે કે પાણીની કિંમત અને સિંચાઇ સેવા ફીના કલેકશનને વધુ પારદર્શી અને સહભાગી બનાવવાની પ્રક્રીયા માટે એસોસીએશન ને સત્તા આપવી એ મહત્વની બાબત છે. આ દરખાસ્ત આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ અને કર્ણાટકના અનુભવ ને આધારે કરાઇ છે. સિંચાઇની પ્રક્રીયામાં આપણા મોટા રોકાણોમાંથી જે ઊપજ થાય છે તે ઘણી જ ઓછી છે. તેનું મુખ્ય કારણ ક્રમાંડ વિસ્તાર વિકાસની થતી એકધારી ઉપેક્ષા અને સિંચાઇ ક્ષમતાઓ ઉભી કરવામાં પીછેહઠ છે. ૧૨મી યોજનામાં એવો કરાર કરવામાં આવે છે કે બધી જ સિંચાઇ કાર્યક્રમની ભલામણો નો સમાવેશ હવેથી કમાન્ડ વિસ્તાર વિકાસનાં કાર્યોની એકદમ શરૂઆતથી કાર્યક્રમના અંતર્ગત ભાગ તરીકે કરાશે.૨. સહભાગી જળના સ્તરનું વ્યવસ્થાપન ભૂમિગત જળ ભારતની સિંચાઇના બે તૃતિયાંશ જેટલું અને ઘરેલુ જળ વપરાશના ૮૦ ટકા જેટલું હોવાથી ૧૨મી યોજનામાં સહભાગી અભિગમ અપનાવવામાં આવ્યો છે. ૧૨મી યોજના દરમ્યાન ભારતનાં જળ મેપીંગમાં જે વ્યાપક કાર્યક્રમ શરૂ કરાયો છે તે નીચે પ્રમાણેના પાસાં ઉપર આધારીત છે.

૧. સપાટી પરના જળસ્ત્રાવ અને નદીના વિસ્તારો જેવાં એકમો એકવાફાયર જેવાં હાઇડ્રોલોજીક યુનિટ્સ વચ્ચે નો સંબંધ ૨. એક્વાફાયર ની રચના કરતા લીથોલોજીકલ સેટ અપ કે જેમાં એકવાફયાર નાં ગુણલક્ષણ જેમકે તેનો ઘેરાવો અને જાડાઇ ની વિગતો. ૩. ભૂગર્ભજળનાં રીચાર્જ વિસ્તારોની ઓળખ કે જેથી તેનાં જતન અને વિસ્તરણ ની વ્યૂહરચના ઘડી શકાય. ૪. ભૂગર્ભજળનું સમતોલન અને ખેતી માટે જરૂરી પાણી માટે નાણાની ફાળવણી ગામના ક્ષેત્રફળ મુજબ અથવા જળસ્ત્રાવ પ્રમાણે કરી શકાય. ૫. ભૂગર્ભજળની આકારણી દરેક અલગ-અલગ સ્તરે, ભૂગર્ભજળના સંગ્રહ અને વિતરણ તેની સંગ્રહ ક્ષમતાનાં સંદર્ભમાં. ૬. સમુદાય સ્તરે નિયમનકારી વિકલ્પો, જેમાં ખોદકામની ઊંડાઇ અથવા ટ્યબ્ૂાવલે/બોરવલે નું ખોદકામ કરવું. કુવાઓ વચ્ચેનું અત્ંાર (ખાસ કરીને પીવાના પાણીના સંદર્ભમાં) પાકની જાત કે જે સંસાધન એકવાફાયર ની સ્થિરતા સુનિશ્ચિત કરે છે અને ફક્ત સ્ત્રોત જ નહિ પરંતુ બધા જ હિસ્સેદારોએ ધ્યાનમાં રાખીને સમજણ આધારિત સહભાગી ભૂગર્ભજળનાં વ્યવસ્થાપનની વ્યાપક યોજના આમાંના દરેક પાસાંને રાષ્ટ્રીય એકવાફાયર વ્યવસ્થાપન કાર્યક્રમનાં કેન્દ્રમાં રાખીને ૧૨મી યોજના શરૂ કરાશે.

૩. ભૂગર્ભજળ-ઉર્જા જોડાણ માં ભંગાણ ખેતી માટે ઊર્જા સબસીડીની હાલની પ્રણાલી, દેશનાં ઘણાંખરાં ભાગોમાં સતત કથળતા જતા ભૂગર્ભ જળસ્તરમાં ઘણો મોટો ભાગ ભજવે છે. એ બાબત સરખી જ છે કે ઊર્જા સબસીડીએ હરીતક્રાંતિને બળતણ પૂરૂં પાડ્યું પરતું એવો રસ્તો શોધી કાઢવો પડશે, જે ખેડૂતોના હિતને અસર પહોચાડ્યા વગર ભૂગર્ભજળ-ઊર્જાનાં જોડાણનું ભંગાણ કરે. રાજ્યોએ સૌથી અસરકારક માર્ગ એ શોધ્યો પાવર ફીડર્સને ભૌતિક અલગતા આપવામાં આવે જેથી તેઓ ગ્રામ્ય વસાહતો અને ખેતીસિવાયના ઉપયોગકર્તાઓને અઠવાડીયાના સાતેય દિવસ ચોવીસ કલક વીજળી પૂરી પાડી શકે અલગ-અલગ ફીડર્સ દ્વારા ખેતીને નિર્ધારીત ૩-ફેઝ પુરવઠો આપી શકે કે જે નિયત ભાડાં સાથે ફૂલ સમયના સંદર્ભમાં નિયંત્રિત રીતે વિતરણ કરેલ હોય. આનાથી સ્કૂલોને, હોસ્પિટલોને અને ખેતી સિવાયના અર્થતંત્રની ઊર્જાની આવશ્યકતા પૂરી કરી શકાય તથા ખેતીને ઉર્જાનો પુરવઠો આપી શકાય. દાખલા તરીકે ગુજરાત સરકારે ૨૦૦૩થી ૨૦૦૬ દરમ્યાન ૧૨૫૦ મિલિયન અમેરીકી ડોલરનું રોકાણ અન્ય ગ્રામીણ જોડાણોથી ૮ લાખ ટ્યુબવેલને અલગ કરવા માટે તથા ઉચ્ચ ગુણવત્તાવાળો દિવસના આઠ કલાકનો નિયમનકારી ઊર્જા પુરવઠો આપવા કરેલ છે.

ભૂગર્ભજળ રીચાર્જ માટે આને વિશાળ જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમને સાથે જોડવામાં આવ્યો હતો. તેનાથી ચોખ્ખું પરીણામ એ આવ્યું હતું કે તેનાથી ઊર્જા સબસીડી અડધી થઇ, ભૂગર્ભજળનાં જથ્થો સ્થિર થયો અને ગ્રામ્ય અર્થતંત્રમાં ઊર્જા પુરવઠામાં સુધારો આવ્યો. હાઇ વોલ્ટેજ વિતરણ સિસ્ટમ જેવાં બીજાં પગલાઓ સાથે જોડીને, ખાસ ડિઝાઇન કરેલાં ટ્રાન્સફોર્મર્સ અને ઉર્જાની બચત કરતા પંપસેટ એ કદાચ ઊર્જા સબસીડી પહોંચાડવાનો બહેતર રસ્તો હોઇ શકે જે ઊર્જા લોસમાં ઘટાડો લાવે અને જળસ્તરમાં સ્થિરતા લાવે. ૧૨મી યોજનામાં આ દિશામાં મોટાપાયે રોકાણ કરવાની ભલામણ કરાઇ છે.

૪. જળસ્ત્રાવનું પુનર્વસન અને ભૂગર્ભજળ રીચાર્જ આપણી સિંચાઇ વ્યવસ્થાની કાર્યક્ષમતા અને સ્થિરતાને સુધારવાની જરૂર પર ભાર મૂકવા સાથે ૧૨મી પંચવર્ષીય યોજના એ હકીકતથી વાકેફ છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષાની માંગની દ્રષ્ટિએ આપણા વરસાદ આધારીત વિસ્તારોની ઉત્પાદકતામાં મોટી પ્રગતિ લાવવાની આવશ્યકતા છે. આ માટે જળસ્ત્રાવ પુનર્વસન અને ભૂગર્ભજળ રીચાર્જની જરૂરીયાત મુખ્ય છે.
૧૨મી યોજના એ મનરેગા યોજનાને આપણા સૌથી વિશાળ જળસ્ત્રાવ કાર્યક્રમમાં બદલીને આ દિશામાં આગળ વધવાની ભલામણ કરી છે, તેનાથી ૧૧મી યોજનામાં શરૂ થયેલ સુધારેલ સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ (આઇ.ડબલ્યુ.અમ.પી.)ને નવીનીકરણ ઊર્જા સબસીડી પહોંચાડવાનો બહેતર રસ્તો હોઇ શકે જે ઊર્જા લોસમાં ઘટાડો લાવે અને જળસ્તરમાં સ્થિરતા લાવે. ૧૨મી યોજનામાં આ દિશામાં મોટાપાયે રોકાણ કરવાની ભલામણ કરાઇ છે.

૫. ગ્રામીણ પીવાના પાણી અને સ્વાસ્થ્ય માટે એક નવો અભિગમ એક્વાફાયર એ સિંચાઇ અને પીવાના પાણી બંને માટે ખોદવામાં આવે છે, સંસાધનનાં કોઇપણ જાતના વ્યવસ્થાપન વિના તેનાથી પીવાના ઉપલબ્ધતા ઘણી જ વધી જાય છે. ખરેખર, આપણે એક એવાં ચિત્રમાં છીએ જેમાં સમસ્યાને ઉકેલવાના પ્રયત્નમાં આ જ સમસ્યા તેના ઉકેલમાં ફરીથી પ્રસ્તુત થાય છે. જો આપણે આ જ લાઇન ઉપર વધવાનું ચાલુ રાખીએ તો સમસ્યા અનંત સમય સુધી ફરી ફરી આવ્યાજ કરશે અને તેનો કદી ઉકેલ નહીં આવે. આ પાછળ ખસવાની વૃત્તિ એ “હાઇડ્રોસિઝોફ્રેનિયા”નું કુદરતી પરીણામ હોય તેવું દેખાય છે, જે જળચક્રની એકતા અને એકરૂપતાને જાળવવામાં નિષ્ફળ જાય છે. આમ, સિંચાઇ માટે ખેદવામાં આવતા ટ્યૂબવેલ પીવાના પાણી માટે વપરાતા એક્વાફાયરને વધુ ને વધુ સૂકવતા જાય છે. સ્વચ્છતા સાથે કન્વર્જન્સની ખામી, પાણીની ગુણવત્તા સાથે સમાધાન, તે સુધરેલી સ્વસ્છતાને વધુ મુશ્કેલભરી બનાવે છે અને તે કારણે પાણીની ગુણવત્તામાં રાસાયણિક રીતે અસર થાય છે.

પીવાના પાણીના કાર્યક્રમમાં ભૂલોની આ સમજ આવવાથી સૌથી નીચા સ્તરે નિર્ણય લેવાના સિધ્ધાંત આધારિત નવો અભિગમ અપનાવવો કે જે હકીકતથી શક્ય તેટલો નજીક હોય તેવો આ સમયસ્યાનો ઉકેલ શોધે. સ્થળ, અમલીકરણ, સ્થિરતા, પવન શક્તિનો શક્ય તેટલો સારો ઉપયોગ અને જળ પુરવઠાનાં વ્યવસ્થાપન ઉપર નિર્ણયો લેવાંનું કામ, સ્થાનિક પીવાનાં પાણી અને સ્વચ્છતા સમિતિને સોંપવું અને તેનું અમલીકરણ ગ્રામ પંચાયતોને સોંપવુું. એક વ્યવસ્થાપન સોંપણી ઇન્ડેક્સ (એમ.ડી.આઇ.) એ બાબત પર નજર રાખશે તથા ગ્રામ પંચાયતોને કાર્ય, ભંડોળ અને પદાધિકારીઓને વધુ સત્તા સોંપીને પ્રોત્સાહન આપશે. નીતિભ્રષ્ટતાની અનંત સત્તાને આ રીતે જ નિયંત્રિત કરી શકશે જેથી પીવાનાં પાણી અને સિંચાઇની બાબત પરસ્પર પારદર્શી રહે. પીવાનાં પાણીનો પુરવઠો અને સ્વચ્છતા વચ્ચેનાં સંકલન દ્વારા ગામડાઓને ખુલ્લા શૌચાલયોના દુષણથી મૂક્ત કરવાની કામગીરી વધુ મજબૂત બનશે. ગંદા પાણીની ટ્રીટમેન્ટ અને રીસાયકલીંગ (પુન- વપરાશ યોગ્ય) કરવા એ દરેક જળપુરવઠા કાર્યક્રમનો અંતર્ગત ભાગ જ રહે. પ્રવાહી અને ઘન કચરાનાં વ્યવસ્થાપનને સાથે પ્રવૃત કરી શકાય અને ગંદા પાણીને રીસાયકલ અને રીયુઝ કરીને તેને ખેતી અને ભૂગર્ભજળનાં રીચાર્જ તથા પ્રદૂષણ નિયંત્રણ માટે તેનો ઉપયોગ કરી શકાય. આ બધું નિર્મળ ગ્રામ પુરસ્કાર (એન.જી.પી.) ગામોમાં અગ્રિમતા આપીને કરી શકાય. ૧૯૯૯માં માંગને કારણે સમુદાય- નિયંત્રિત કાર્યક્રમ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું. પરંતુ તેની પ્રગતિ સંતોષકારક ના રહી. લગભગ ૬૦૦ મિલિયન (૬૦ કરોડ) લોકો દ્વારા ખુલ્લામાં શૌચ કરાય છે જે આપણા દેશ માટે સૌથી મોટી શરમજનક બાબત છે. વસ્તી ગણતરી તાજેતરની વિગતો એ બાબત છતી કરે છે કે ૨૦૧૧મી ગ્રામ્ય ભારતમાં ઘરોમાં ટી.વી. અને ફોનની સગવડની ટકાવારી, ટોયલેટની અને નળના પાણીની સુવિધા કરતાં વધી જાય છે. ગરીબી રેખા ઉપરના અને ગરીબી રેખા નીચે જીવતા લોકો વચ્ચેનો ભેદ અને ટોટલ સેનીટેશન ઝૂંબંશ હેઠળ મળતા ઘણાં ઓછાં પ્રોત્સાહનોને કારણે આમ બને છે.

આમ, ૧૨મી યોજના નીતિમાં ઘણાં મોટા બદલાવની ભલામણ કરે છે. અત્યારે એ.પી.એલ. - બી.પી.એલ. હોવાની યોગ્યતા અને વ્યક્તિગત ટોયલેટ ની ઉપલબ્ધતા ઉપર ધ્યાન કેન્દ્રિત થયેલ છે તેનાં બદલે રહેઠાણમાં જ ટોયલેટ બનાવવાના અભિગમને અપનાવવો જોઇએ. લક્ષ્યાંક હાંસલ કરવાની હરીફાઇમાં પરિણામની ગુણવત્તા અને સ્થિરતાનું બલિદાન દેવું તેવો તેનો હેતુ નથી. પરંતુ તેનાં બદલે તેનો અર્થ એવો છે કે તેને સાર્વત્રિક વ્યાપક બનાવવા ધીમેધીમે આગળ વધવું. જો કે મનરેગા યોજના સાથે મળીને દરેક ઘરમાં ટોયલેટ બનાવવા માટે દરેક યુનિટ માટે કિંમતનો સહયોગ વધારીને રૂા. ૧૦.૦૦૦ જેટલો કરી દેવાયો છે. સ્થાનિક સામાજિક અને પર્યાવરણની બાબતોની સાથે સુમેળ ખાય તેવી રીતે ટોયલેટની ડિઝાઇનને મેળ બેસે તેવી કરી શકાય. પરીણામોની સ્થિરતા ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા, કાર્યક્રમને ગ્રામપંચાયતોમાં કેવી રીતે તબક્કાવાર હાથ ધરી શકાય તે બાબત જાણવી પડશે. આ ક્રમશઃ નિર્મળ વિભાગો, નિર્મળ જિલ્લાઓ અને છેવટે નિર્મળ રાજ્યો તરફ દોરી જશે.

૬. શહેરી ભારતમાં પાણી અને ગંદા પાણીનું સહવ્યવસ્થાપન શહેરી ભારતમાં સુરક્ષિત પીવાનાં પાણી અને કચરાનાં વ્યવસ્થાપન માટેના પડકારો કદાચ વધુ મોટા હોઇ શકે. ૧૨મી યોજનામાં જો આપણે શહેરી જળ અને કચરા વ્યવસ્થાપનનાં સ્થિર ઉકેલ તરફ આગળ વધવું હોય તો નમૂનારૂપ પરિવર્તન લાવવું પડશે.

(૧) પાણી પુરવઠામાં રાકેાણમાં માગ્ંા વ્યવસ્થાપન, આંતર શહેરી અસમાનતા ઘટાડવા અને આપવામાં આવતા જળની ગણુવત્તા ઉપર તેનું ધ્યાન કેન્દ્રીત કરવું જ જોઇએ. આ માટે શહેરોએ જથ્થાત્મક જળમીટર અને કાર્યક્ષમ ઝુંબેશ દ્વારા વિતરણ દરમ્યાન થતા નુકશાન માટે યોજના ઘડવાની જરૂર છે. ઉપયોગકર્તાનો ચાર્જ નક્કી કરતી વખતે સંચાલન અને વ્યવસ્થાનાં ખર્ચને આવરી લેવાય તેનું ધ્યાન રાખવું જોઇએ અને જીવન માટે જરૂરી જથ્થો મફતમાં આપવો જોઇએ તથા વધારાના વપરાશ માટે ઉંચો દર વસૂલવો જોઇએ. (૨) દરેક શહેરે તેનાં સ્થાનિક જળ સ્ત્રોતોને પુરવઠા માટેના પ્રથમ સ્ત્રોત તરીકે ગણવા જ જોઇએ. જ્યારે શહેરો એ સ્થાનિક જળ સ્ત્રોતોમાંથી પાણી પુરવઠો આપવાની જવાબદારી હોય અને સ્થાનિક સ્ત્રોતોમાંથી પાણી પુરવઠો આપવાની જવાબદારી હોય અને સ્થાનિક જળ સ્ત્રોતો તથા તેનાં કેચમેન્ટ સુરક્ષિત હોય ત્યારે તેવાં શહેરોને ફક્ત પાણીની પરિયોજનાઓ માટે જ ફંડ મળવા જોઇએ. આ પૂર્વશરત સુરક્ષાને પ્રેરશે અને આંતરમાળખાની રચના કરશે, જે સ્થાનિક રીતે પુરવઠો આપશે. તે પાઇપલાઇનની લંબાઇમાં - એક વખત પુરવઠો પહોચાડવાનો અને બીજી વખત કચરો પાછો લેવાનો બે વખત થતા ખર્ચ ઉપર કાપ મૂકી દેશે. (૩) સુએઝના ઘટક વગર કોઇપણ જળ યોજના મંજૂર કરવામાં નહીં આવે. ‘સંપૂર્ણ કવરેજ અને કિંમત’ની યોજના શહેરોને કચરાનાં ટ્રીટમેન્ટ માટે બિનપરંપરાગત પદ્ધતિઓ શોધવા તરફ લઇ જશે. ઉદાહરણ તરીકે શહેરો ખુલ્લી ગટરોમાં કચરાને ટ્રીટ કરવાનો વિચાર કરશે તથા કચરાવાળા પાણીની ટ્રીટમેન્ટ માટે વૈકલ્પિક બાયોલોજિકલ પદ્ધતિઓનાં ઉપયોગથી ટ્રીટ કરશે. આ સિધ્ધાંત સુએઝ સિસ્ટમ રચવાનાં ખર્ચ ઘટાડવા માટેનો, સુએઝ નેટવર્કની લંબાઇ ઘટાડવાનો અને ત્યારબાદ કચરાને એક સંસાધન તરીકે ગણશે અને સુએઝ્ને સિંચાઇ માટેના અથવા ઉદ્યોગોમાં વાપરતા પાણીમાં ફેરવી નાંખશે. શહેરોએ તેમના જળ અને કચરાની યોજનાની એકદમ શરૂઆતમાં કચરાનાં રીયુઝ અને રીસાયકલીંગ કરવાની યોજના કરવી જ પડશે. ખેતીમાં વપરાશ માટે, જળ સ્ત્રોતનાં રીચાર્જ માટે, બગીચાઓ બનાવવામાં અને ઔદ્યોગિક અને ઘરેલુ વપરાશમાં રીયુઝ કરવા માટેના વિવિધ વિકલ્પો વિશે વિચારવું જ પડશે.

૭. ઔદ્યોગિક વપરાશનું પાણી જેમજેમ અર્થતંત્રનું ઔદ્યોગિકરણ થતું ગયું તેમ તેમ ઉદ્યોગોએ જળ વપરાશની કાર્યક્ષમતા બહેતર બનાવે તેવી પ્રણાલીઓ અપનાવવી પડે તે બાબત અતિ મહત્વની થતી ગઇ. જે વ્યાપક રીતે બે રીતે કરી શકાયઃ

વિવિધ ઉત્પાદન માટેની ગતિવિધિઓમાં વૈકલ્પિક જળ કાર્યક્ષમ તકનીકો અથવા પ્રક્રીયાઓમાં તાજાં પાણીનો વપરાશ ઘટાડીને અને પાણીનો વધારે વપરાશ કરતી ગતિવિધિઓમાં વેસ્ટ જળને રીયુઝ અને રીસાયકલ કરીને અને પાછા મેળવેલા પાણીને તે જ ઉદ્યોગ અથવા બીજાં બહારના ઉદ્યોગોમાં અન્ય ગૌણ ગતિવિધિઓમાં વાપરી શકાય.

કંપનીઓ માટે તેમના વાર્ષિક અહેવાલમાં તે વર્ષના જળ ફુટપ્રિન્ટની વિગતો આપવાનું ફરજીયાત બનાવવાની પણ દરખાસ્ત છે. જેમાં ઉત્પાદનની વિવિધ ગતિવિધિઓમાં તેમના દ્વારા વાપરવામાં આવતો તાજા પાણીનો જથ્થો, તેમના દ્વારા વપરાયેલ રિયુઝડ અને રીસાયકલ પાણીનો જથ્થો તથા સમયસીમા સાથેનો વાયદો કે કંપની તેની જળ ફુટપ્રિન્ટ ને ચોક્કસ માત્રામાં ઘટાડશે અને તે પણ ચોક્કસ સમયગાળામાં આ વિગતો આપવી પડશે

૮. પૂર વ્યવસ્થાપન માટે બિન- માળખાકીય રચના પૂરની સમસ્યા વિશે વિચારવામાં, ઘણાં વર્ષોથી આપણું ધ્યાન એન્જિનિયરિંગ ઉકેલો તરફ રહ્યું છે. વિશાળ બંધોમાં મોટા પાયે રોકાણ કરવા ઉપરાંત, ભારત અત્યાર સુધીમાં ૩૫,૦૦૦ કિમીથી પણ વધુના ડેમો બાંધી ચૂક્યું છે. પણ હવે આ બધું ઝડપથી તેની મર્યાદાઓ સુધી પહોંચી રહ્યું છે. હાલનો અભ્યાસ બતાવે છે કે, “દ્વિપકલ્પની નદીઓમાં હાલનું સંગ્રહ માટેનું આંતરમાળખુ દક્ષિણપશ્ચિમ ચોમાસાંમાંથી આવતા પ્રવાહને ૧૦માંથી ૯ વર્ષમાં સરળતાથી લાવી શકાય તે માટે ડિઝાઇન કરેલ છે. દસ વર્ષમાંથી એક વર્ષમાં કદાચ પૂર પણ આવે, આમતો તેનાં માટે મોટા વધારાનાં આંતરમાળખામાં રોકાણ કરવા માટે કોઇ આર્થિક વાજબી કારણ નથી. તેના બદલે હવામાન અને પૂરની વધુ સારી આગાહી કરવાની જરૂર છે, સાથે સાથે પૂરનો વીમો ઉતારવો અને જો શક્ય હોય તો પૂરને વાળવાનાં વિસ્તારો નક્કી કરી રાખવા, કે જ્યાં ખેડૂતો ને હંગામી ધોરણે બંધની જમીનમાંથી ખસી જઇ અને વધારાના પાણી માટે જગ્યા કરી રાખવા સમજાવી શકાય. કેટલીક રાજ્ય સરકારો એ તેની પૂરની સમસ્યાનો મુકાબલો કરવા તેમની નીતિઓ વિસ્તારવાનું નક્કી કર્યું. આ માટે તેમણે પારંપરિક, કુદરતી ગટર વ્યવસ્થાનાં પુનઃનિર્માણ પર વધુ ભાર મૂક્યો અને તે પણ મનરેગા યોજના હેઠળના ફેડનો ઉપયોગ કરીને. આ પ્રક્રીયામાં અટપટું સામાજિક એકત્રિકરણ અને સામાજિક એન્જિનિયરિંગ સામેલ હોવાને કારણે, આ કોશિશમાં નાગરિક સમાજ સંસ્થાઓ રાજ્ય સરકાર સાથે ગાઢ સંબંધવાળી ભાગીદારીથી કાર્ય કરશે. ૧૨મી યોજના માં વધુને ડેમો બાંધવા જેવાં અભિગમથી દૂર જઇને અને “નદી માટે જગ્યા કરી આપવા તેવાં પૂર વ્યવસ્થાપનના નમૂનારૂપ પરિવર્તનનું ભારપૂર્વક સમર્થન કરે છે.

૯. નવું સંસ્થાકીય માળખું રાજ્ય સ્તરના નિયમન ૧૨મી પંચવર્ષીય યોજના એ એક સંસ્થાકીય માળખું નક્કી કરવાની જરૂરીયાતને ઓળખી છે કે જેને કાયદાકીય અમલ દ્વારા સમર્થન હોય અને જે પાણી અંગેની તકરારની પતાવટ શક્ય બનાવે તેવી સંસ્થાની સ્થાપના સુગમ કરી આપે. નિયમનકારો એ નિયત કરેલ પાણીની ગુણવત્તા, પર્યાવરણ અને સ્વાસ્થ્યનાં ધોરણો તેનાં આધારે તેનું શુલ્ક હશે. શુલ્ક પર અંતિમ નિર્ણય ચોક્કસપણે રાજનૈતિક હશે પરંતુ ઉદ્દેશ આધારીત શુલ્ક નક્કી કરવામાં સરકારોને સલાહસૂચન આપવામાં નિયમનકારોની ભૂમિકા અતિ મહત્વની છે ખેતી માટે કિંમત નક્કી કરવામાં કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટસ્ એન્ડ પ્રાઇઝીસ કરે છે તે રીતે જ પીવાના પાણી તથા પર્યાવરણ માટેની મૂળભૂત આવશ્યકતાઓને નક્કી કરવી જ પડશે અને પારદર્શી રીતે સુનિશ્ચિત કરવી પડશે તથા તેને “અનામત” તરીકે મૂકી રાખવી પડશે. આ સ્તરને નક્કી કરવા પારદર્શી રીતે, જવાબદારીથી અને સહભાગી રીતે આ માટે જરૂરી પ્રક્રિયા અને કાર્યવાહી હાથધરી શકે તેવાં સ્વતંત્ર નિયમન માળખાંની જરૂર છે.

૧૦. નવું કાનૂની માળખું નવો ભૂગર્ભજળ કાયદો ભૂગર્ભજળનાં એક્વાફાયર આધારીત સ્થિર અને ન્યાયી વ્યવસ્થાપન કરવા તેનાં આ દિશાના પ્રયત્નાન્ેો સમર્થન આપવા નવા કાનૂની માળખાંની જરૂરીયાત છે. ૧૨મી યાજેનાએ ભૂગર્ભજળની સુરક્ષા, જાળવણી, વ્યવસ્થાપન અને નિયમન માટે એક નવા માડેેલ બિલની ભલામણ કરી. આ ભલામણ ભૂગર્ભજળનાં સંરક્ષણ માટે છે. ૧૨મી યોજનાના પેટા-ગ્રુપે રાષ્ટ્રીય જળ ફ્રેમવર્ક લોં ની રૂપરેખા માટે કહ્યું કે જ્યાં ભારતનાં બંધારણમાં જળ એ મુખ્યત્વે રાજ્યનો વિષય છે, એ આ સંદર્ભમાં વધુ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ચિંતા છેઃ (એ) પાણી માટેનો અધિકાર એ જીવવા માણેનાં પાયાના અધિકારનો એક ભાગ છે (બી) જળ કટોકટીનો ઉદભવ (સી) આ જેની તરફ લઇ જાય છે તેવાં આંતર ઉપયોગ અને આંતર રાજ્ય તકરારો અને પાણીની વહેચણીનાં સિદ્ધાંત માટે રાષ્ટ્રીય સર્વસંમતિ અને તકરારો શક્ય તેટલી ઘટાડવા તથા જલદીમાં જલદી તેની પતાવટ કરવા ગોઠવણી કરવાની જરૂરીયાત (ડી) પાણીના વિવિધ વપરાશ અને તેથી બનતો કચરો તથા તેનાથી થતાં તીવ્ર પ્રદૂષણ અને પરીણામે ફેલાતા દુષણ દ્વારા ઉભો થતો ખતરો (ઇ) મનુષ્યોના ઉપયોગ માટે જળની ઉપલબ્ધીમાં વધારો કરવાથી થતી લાંબાગાળાની પર્યાવરણીય, જૈવિક અને સામાજિક અસરો (એફ) વપરાશ, વપરાશકારો, વિસ્તારો, ક્ષેત્રો, રાજ્યો, દેશો અને પેઢીઓ વચ્ચે પાણીની વહેંચણી, વપરાશ અને નિયમન માટેના ન્યાયિક સૂચનો (જી) ભારતની કેટલીક નદીઓના આંતરરાષ્ટ્રીય પાસાંઓ (એચ) બદલાતા પર્યાવરણની પાણી ઉપર અસર વિશે ઉદભવતી ચિંતાઓ અને સ્થાનિક, રાષ્ટ્રીય પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે યોગ્ય પ્રતિભાવની જરૂરીયાત જો પર્યાવરણ, જંગલો, વન્યસૃષ્ટિ, જૈવિક વિવિધતા વગેરે જેવાં વિષયો પર રાષ્ટ્રીય કાયદાને જરૂરી ગણીએતો, જળ ઉપર રાષ્ટ્રીય કાયદો એનાથી પણ વધુ જરૂરી છે. જળ એ બધાં વિષયો કરતાં અથવા તેટલો જ બુનિયાદી વિષય છે. રાષ્ટ્રીય જળ કાયદાનો વિચાર એ કઇ અસામાન્ય કે અભૂતપૂર્વ નથી, વિશ્વના ઘણાં દેશોમાં રાષ્ટ્રીય જળ વિષયક કાયદા અથવા કલમો છે અન તેમાંથી કેટલાંકની વ્યાપક રીતે ઘણાં જ સુવ્યવસ્થિત તરીકે ગણના થાય છે દા.ત. સાઉથ આફ્રિકાનો ૧૯૯૮નો જળ કાયદો. ૨૦૦૦નાં વર્ષનો યુરોપિયન જળ ફ્રેમવર્ક ડાયરેક્ટીવ પણ છે. રાષ્ટ્રીય માળખાં કાયદાની પ્રકૃતિ અને વ્યાપ સ્પષ્ટ કરવાનું મહત્વનું બની જાય છેઃ

• જે ભલામણ કરી છે તે કેન્દ્રીય જળ વ્યવસ્થાપન કાયદો અથવા ફરમાન અને નિયંત્રણ કાયદો નથી પરંતુ ફ્રેમવર્ક લોં છે. એટલે કે કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક નિયંત્રણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું સામાન્ય સિદ્ધાન્તો નું એક નિવેદન કે જે વૈધાનિક કસરત અથવા વહીવટી સત્તા સંચાલન કરે છે.

• કાયદાનો ઇરાદો ખરા અર્થમાં ન્યાયપૂર્ણ બનવાનો છે. આ કાયદો પસાર થાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને પંચાયતીરાજ સંસ્થાઓ તેની કામગીરી કરે તેમજ તેઓ ફ્રેમવર્ક કાયદામાં જણાવેલ સિદ્ધાંતો અને અગ્રતાનો અમલ કરે તે મહત્વનું છે.

• આ કાયદામાં સુપ્રિમ કોર્ટ દ્વારા જળ સંબંધિત કરેલ બધી ઘોષણાઓનો સમાવેશ કરાયો છે. આમાં બંધારણમાં સુધારા, માહિતી અધિકાર અધિનિયમ- ૨૦૦૫ના પારદર્શિતાના સિદ્ધાંતો વગેરેનો સમાવેશ થાય છે

કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનાં હાલની બંધારણીય લેજીસ્લેટીવ સત્તાના અનુસંધાનમાં જોતાં, રાષ્ટ્રીય જળ ફ્રેમવર્ક કાયદો અમલી બનાવવા, બંધારણની કલમ ૨૫૨(૧)ની જોગવાઇઓને અનુસરવી એ જ એકમાત્ર રસ્તો છે. આથી જો બે કે તેથી વધુ રાજ્ય વિધાનસભા આ કાયદો પસાર કરવા માટે સંસદના ટેકામાં જો ઠરાવ પસાર કરે તો સંસદ તે મુજબ કાયદો ઘડી શકે છે. આ બધાં મહત્વનાં પાસાઓને લક્ષમાં લેતાં ૧૨મી પંચવર્ષીય યોજનામાં, ઘણાં સમયથી અટવાયેલ જળ અંગેના કાયદાની બાબત ઘણી પડકારરૂપ રહી હતી. હજી આગળ વધતાં આ નવા અભિગમનો અમલ કરાવવો એ અતિ મુશ્કેલ બાબત બની રહેશે. પરંતુ પાણીની કટોકટીની સમસ્યા જે વિકરાળ બનતી જ જાય છે ત્યારે રાજ્યો તથા કેન્દ્ર સરકારે સાથે મળીને પરસ્પર હિત ન જોખમાય તે લક્ષમાં રાખીને આ કાયદો પસાર કરે/અમલી બનાવે તેવી આશા રાખીએ.

લેખક આયોજન પંચ, ભારત સરકાર અને નેશનલ એડવાયઝરી કાઉન્સિલના સભ્ય છે.

સંકલનઃ કંચન કુંભારાણા
Path Alias

/articles/12mai-yaojanaamaan-jala-angae-eka-navai-ja-sarauuata

Post By: vinitrana
×