/topics/drinking-and-other-domestic-uses
पेयजल और अन्य घरेलू उपयोग
પાણી માટે પદયાત્રા- ૨
Posted on 13 Dec, 2013 08:47 AM[img_assist|nid=46457|title=padyatra|desc=|link=none|align=left|width=302|height=227]ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક સાથે અલગ-અલગ ટુકડીમાં વિભાજિત થઇને કનકપર, નાનાવાડા, રવા, ભેદી, બેરા-હાદાપર, સુડધ્રો-મોટી, નુંધાતડ, ધનાવાડા બીટીયારી, વાડા પધ્ધર, કમંડ, સુડધ્રો મોટી, હાજાપર,ગઢવાડા,ભાચુંડા, પરજાઉં કડુલી અને કાળા તળાવ જેવા ગામોની મુલાકાત પદયાત્રા દ્વારા કરવામાં આવી હતી.પાણી માટે પદયાત્રા-૧
Posted on 13 Dec, 2013 08:36 AMગાંધીજી જીવનભર બૂનિયાદી શિક્ષણના હિમાયતી રહ્યા હતાં. તેમનું માનવું હતું કે, પાયાનું શિક્ષણ ભણતરની સાથે સંસ્કારોનું પણ ગણતર કરે છે. જરૂરિયાત પૂરતી સુવિધા સાથે સરળ જીવનશૈલી સાથે જીવન જીવવાની તેમની એક આગવી વિશેષતા હતી. શિક્ષણના સંદર્ભમાં પણ તેઓ આવું જ માનતા હતાં. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ વર્ષ ૧૯૨૦માં કરી હતી.પરસ્પર સમજૂતિથી વૈશ્વિક પાણી સમસ્યાનો ઉકેલ લાવવાથી શાંતિ, સુરક્ષા અને સ્થિરતા રહે છે-૪
Posted on 13 Dec, 2013 08:13 AMપાણીના ક્ષેત્રીય ઉપયોગના અનુસંધાનમાં કૃષિ ઉત્પાદનો મેળવવા માટે પાણી અગત્યનો ભાગ ભજવે છે. આથી કૃષિ સંબંધે પાણીના ઉપયોગ બાબતે કાર્યક્ષમતા વધારવા માટે યોગ્ય વ્યવસ્થાન દ્વારા એક ચોક્કસ પ્રકારની વ્યુહરચના ઘડી કાઢવી જોઇએ. કૃષિ વ્યવસાયમાં પાક ઉત્પાદન તેમજ પશુધનના જતન માટે પાણીનો સઘન ઉપયોગ થાય છે. અન્ય વપરાશકર્તાની સાપેક્ષે કૃષિમાં ઉત્પાદન મેળવવા પાણીનો લગભગ સીત્તેર ટકા ભાગ વપરાય છે.
ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૩
Posted on 02 Dec, 2013 08:24 PMજયારે પુષ્પેન્દ્રસિંહ કલેકટરશ્રીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, 'ઘર્ષણમાં ઉતરવું આપણું કાર્ય નથી. તળાવો બચાવવા આપણું કાર્ય છે. આપણે આપણું ધ્યાન ગેરકાયદેસર દબાણયુકત તળાવના વિસ્તાર ઉપર નહી પણ જે તળવાનો વિસ્તાર દબાણથી બચી જવા પામ્યો છે તેના ઉપર કેન્દ્રિત કરીએ. આમ કરવાથી કાર્ય સરળતાથી અને શાંતિથી થશે.' કલેકટરશ્રી ઉપર આ વાતની ગંભીર અસર થઇ.ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૨
Posted on 02 Dec, 2013 08:14 PMઆ તળાવો ચરખારીની ચારે તરફ ફેલાયેલા છે. ચરખારીમાં શહેરની બહાર મહોબાના વિજયસાગર તળાવનો આ ભાગ અહીં કોઠી તળાવ(કોઠીતાલ) તરીકે પણ જાણીતું છે. અહીં તળાવના કિનારે એક નાનકડો મહેલ(કોઠી) બાંધવામાં આવેલો છે. કોઠીની નજીક મહાદેવનું મંદિર છે જેમાં મહાદેવનું શિવલીંગ મંદિરના ગર્ભગૃહમાં છે જયારે મંદિરની બહાર તળાવના કિનારે મહાદેવની પ્રતિમા છે. વિજયસાગર તળાવનું જોડાણ જયસાગર તળાવ સાથે કરવામાં આવેલું છે.ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૧
Posted on 02 Dec, 2013 08:00 PMભારતવર્ષના ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓના સમૂહથી બનતો વિસ્તાર બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરપ્રદેશના દક્ષિણ અને મધ્યપ્રદેશના પૂર્વભાગથી આ વિસ્તારનું નિર્માણ થયું છે. આ એક પહાડી વિસ્તાર છે. ભૌગોલિક દ્રષ્ટિથી વાત કરીએ તો બુંદેલખંડના ઉત્તર દિશામાં યમુના નદી અને દક્ષિણ દિશામાં વિન્ધય પર્વતશૃંખલા, પૂર્વમાં બેતવા નદી અને પશ્ચિમમાં તમસા(ટૌસ) નદી આવેલી છે.નગર આયોજન અને સામાજિક વ્યવસ્થાપન-૨
Posted on 05 Nov, 2013 10:32 AMરાજ્ય સરકારે રાજ્યમાં શહેરી વિકાસ માટે સાત નગર નિગમો, બાર શહેરી વિકાસ અધિકારીઓ, બે ક્ષેત્ર વિકાસ અધિકારીઓ અને નિર્દિષ્ટ ક્ષેત્ર વિકાસ અધિકારોના રૂપમાં ૧૫૯ નગર પાલિકાઓની રચના કરેલી છે. નગર યોજના અને મૂલ્યાંકન, નગર પાલિકાઓના નિર્દેશક વિભાગ, ગુજરાત નગર વિત્તબોર્ડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાતના શહેરી વિકાસ સત્તા મંડળ વગેરે શહેરી આવાસ વિભાગને આધિન કામ કરે છે.