Posted on 16 Nov, 2014 07:43 PMભારતની જળ કટોકટી જેમ-જેમ આપણે ૨૧મી સદીમાં આગળ વધતા જઇએ છીએ તેમ-તેમ ભારતને પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડે છે. આ કટોકટીને કારણે આપણા નાગરિકોનો પીવાના પાણીનો મૂળભૂત અધિકાર પણ ભયમાં મૂકાયો છે. ઝડપથી થઇ રહેલ અર્થતંત્રના ઔદ્યોગિકરણની માંગ અને સમાજનું થઇ રહેલ શહેરીકરણ એવા સમયે આવ્યું કે જ્યારે વધારાના પુરવઠાની શક્યતાઓ મર્યાદિત છે.